શિવરાજસિંહ ચૌહાણ News

શિવરાજસિંહ ચૌહાણ બન્યા MP ના નવા CM, બળવાખોર ધારાસભ્યો અંગે કરી મોટી વાત
શિવરાજસિંહ ચૌહાણે 15 મહિનાના બ્રેક બાદ ચોથી વખત મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણની તુરંત બાદ શિવરાજસિંહે ટ્વીટ કરતા MPનું રાજકારણ ગરમાવનારા કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, જે 22 પુર્વ ધારાસભ્યોએ પોતાની પાર્ટીનું સભ્યપદ ત્યાગીને ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે, તે સાથીઓનો આભાર અને ધન્યવાદ. આશ્વસ્ત કરૂ છું કે આશા પર ખરો ઉતરીશ અને તેમનાં વિશ્વાસને નહી તુટવા દઉ. ઉલ્લેખનીય છે કે, 15 મહિના સુધી ચાલેલી કમલનાથ સરકારે રાજીનામું આપી દીધું છે. જેના પગલે ભાજપ ફરી એકવાર સત્તામાં આવ્યું છે. આ દરમિયાન બે અઠવાડીયા કરતા પણ વધારે સમય સુધી ચાલેલ રાજકીય મહાભારતમાં ભાજપ દાવો કરતું રહ્યું છે કે તેમનું મધ્યપ્રદેશની કમલનાથ સરકારને તોડી પાડવામાં કોઇ હાથ નથી. આ બધુ કોંગ્રેસનાં આંતરિક કલહનું જ પરિણામ છે.
Mar 23,2020, 23:37 PM IST
કમલનાથે રાજીનામું આપતા પહેલા શિવરાજને ફોન કરીને કહ્યાં હતાં આ ખાસ શબ્દો, જાણો કેમ?
Mar 21,2020, 8:04 AM IST
જેટલી બાદ BJPના આ દિગ્ગજ નેતા અને પૂર્વ CMનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક છે. તેમને ભોપાલની નર્મદા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે. જેના કારણે તબિયત ખુબ લથડી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રીની હાલત અંગે જાણ્યા બાદ તેમના પરિચિત અને પ્રદેશના તમામ મોટા-નાના નેતાઓ-મંત્રીઓ તેમના હાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યાં છે. ગત ગુરુવારે મુખ્યમંત્રી કમલનાથ ગોરના હાલ જાણવા નર્મદા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યાર બાદ શુક્રવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ નર્મદા હોસ્પિટલ પહોંચીને ગોરના હાલચાલ જાણ્યાં. અત્રે જણાવવાનું કે ભાજપના અન્ય દિગ્ગજ નેતા અરુણ જેટલીની હાલત પણ ચિંતાજનક છે. તેઓ એમ્સમાં દાખલ છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. 
Aug 17,2019, 9:42 AM IST

Trending news