મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ


 મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનુ આજે સવારે નિધન થઈ ગયું છે. 85 વર્ષીય લાલજી ટંડન છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા અને તેમની સારવાર લખનઉમાં ચાલી રહી હતી. 
 

 મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનુ આજે સવારે નિધન થઈ ગયું છે. 85 વર્ષીય લાલજી ટંડન છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા અને તેમની સારવાર લખનઉમાં ચાલી રહી હતી. લાલજી ટંડનના નિધનની પુષ્ટિ તેમના પુત્ર અને યૂપી સરકારમાં મંત્રી આશુતોષ ટંડને કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, બાપુજી નથી રહ્યા. 

મોડી રાત્રે લાલજી ટંડનની સ્થિતિ વધુ કથળી હતી. ગંભીર સ્થિતિમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ જાણકારી લખનઉ સ્થિત મેદાંતા હોસ્પિટલના ડાયરેક્ટર રાકેશ કપૂરી આપી છે. રાકેશ કપૂરે કહ્યુ કે, આજે તેમની તબીયત વધુ ખરાબ હતી. તેમને ફુલ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનને 11 જુને શ્વાસ લેવામાં મુશ્કેલી, તાવ અને પેશાબમાં સમસ્યા થવાને કારણે લખનઉ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબીયત ખરાબ થવાને કારણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલને મધ્ય પ્રદેશનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. 

જાણો લાલજી ટંડન સાથે જોડાયેલી 10 વાતો
1. 12 એપ્રિલ 1935ના લાલજી ટંડનનો જન્મ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો. લાલજી ટંડન શરૂઆતથી સંઘ સાથે જોડાયેલા રહ્યા હતા. 
2. તેમણે સ્નાતક સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ 1958મા તેમના લગ્ન કૃષ્ણા ટંડન સાથે થયા.
3. સંઘમાં જોડાયા દરમિયાન પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી સાથે તેમની મુલાકાત થઈ હતી. લાલજી શરૂઆતથી અટલજીની નજીક રહ્યા હતા.
4. લાલજી ટંડનની રાજકીય સફર વર્ષ 1960મા શરૂ થઈ. ટંડન બે નગરસભ્ય બન્યા અને બે વખત વિધાન પરિષદના સભ્ય રહ્યા. 
5. લાલજી ટંડને ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ જેપી આંદોલનમાં ભાગ લીધો હતો.
6. લાલજી ટંડનને ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ઘણા મહત્વના પ્રયોગ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. 
7. લાલજી ટંડન વર્ષ 1996થી 2009 સુધી સતત 3 વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા.
8. વર્ષ 2009મા લાલજી ટંડને લખનઉ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર રીતા બહુગુણા જોશીને 40 હજારથી વધુ મતે હરાવ્યા હતા. 
9. ભાજપના સમર્થનથી માયાવતીની સરકાર બની તો તેમણે 22 ઓગસ્ટ 2002ના ભાજપના નેતા લાલજી ટંડનને પોતાના ભાઈ બનાવ્યા અને રાખડી બાંધી હતી. 
10. લાલજી ટંડને અનકહા લખનઉ નામનું એક પુસ્તક લખ્યુ છે. આ પુસ્તકમાં તેમણે લખનઉને લઈને ઘણા ખુલાસા કર્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news