કોરોનાને કારણે આઈસીસીએ સ્થગિત કર્યો ટી20 વિશ્વકપ, આઈપીએલ માટે માર્ગ મોકળો


આઈસીસી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું, ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત પુરૂષ ટી20 વિશ્વકપ 2020ને કોવિડ-19 મહામારીને કારણે સ્થગિત કરવામાં આવે છે. 
 

કોરોનાને કારણે આઈસીસીએ સ્થગિત કર્યો ટી20 વિશ્વકપ, આઈપીએલ માટે માર્ગ મોકળો

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનાર ટી20 વિશ્વકપ (T20 World Cup) કોવિડ-19 મહામારી (Covid 19)ને કારણે સોમવારે સ્થગિત કરી દીધો છે. તેનાથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે ઓક્ટોબર-નવેમ્બરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરાવવાનો માર્ગ મોકળો બની ગયો છે.

આઈસીસી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું, ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત પુરૂષ ટી20 વિશ્વકપ 2020ને કોવિડ-19 મહામારીને કારણે સ્થગિત કરવામાં આવે છે. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આપ્યો હતો સંકેત
ટી20 વિશ્વકપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી થવાનું હતું પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મે મહિનામાં જ આઈસીસીને જાણ કરી દીધી હતી કે હાલની પરિસ્થિતિમાં ટૂર્નામેન્ટની યજમાની કરવી લગભગ અસંભવ હશે. 16 આંતરરાષ્ટ્રીય ટીમો માટે આઇસોલેશનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બનશે. 

ફાસ્ટ બોલરને લઇને ચિંતામાં છે ઇરફાન પઠાણ, જાણો શું છે સાચું કારણ

2023 વનડે વિશ્વકપના સમયમાં ફેરફાર
આ સાથે 2023માં ભારતમાં પ્રસ્તાવિત વનડે વિશ્વકપ માર્ચ-એપ્રિલની જગ્યાએ નવેમ્બરમાં રમાશે, જેથી ક્લોવિફાઇંગ પ્રક્રિયાને સમય મળી શકે. 

યૂએઈમાં રમાઇ શકે છે આઈપીએલ
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાયું છે. જો તેવામાં આઈપીએલનું આયોજન થાય છે તો કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ તેને યૂએઈમાં યોજી શકાય છે. 

હવે મળી નવી તારીખ
આઈસીસીએ એક નિવેદનમાં જણાવ્યું કે, પુરૂષ ટી20 વિશ્વકપ હવે આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજવામાં આવશે. ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. વિશ્વકપ-2022 હવે ઓક્ટોબર-નવેમ્બર 2022માં રમાશે. ફાઇનલ મેચ 13 નવેમ્બર 2022ના હશે. આઈસીસી પુરુષ ક્રિકેટ વિશ્વકપનું આયોજન ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર 2023માં આયોજીત કરવામાં આવશે, જેની ફાઇનલ 26 નવેમ્બરે રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news