લોકસભા ચૂંટણી 2019: MPમાં કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ, હવે OBCને મળશે 27 ટકા અનામત
મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણી અગાઉ ઓબીસી વર્ગને સાધવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સરકારે મધ્ય પ્રદેશમાં ઓબીસી માટે અનામત 14 ટકાથી વધારીને 27 ટકા કરવાના વટહુકમનું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
Trending Photos
ભોપાલ: મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણી અગાઉ ઓબીસી વર્ગને સાધવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સરકારે મધ્ય પ્રદેશમાં ઓબીસી માટે અનામત 14 ટકાથી વધારીને 27 ટકા કરવાના વટહુકમનું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આવામાં હવે રાજ્યમાં ઓબીસી વર્ગને સરકારી નોકરીમાં 14 ટકાથી વધીને 27 ટકા અનામત મળશે. અત્રે જણાવવાનું કે રાજ્યપાલ આનંદીબેન પટેલે એક દિવસ અગાઉ જ ઓબીસીને 27 ટકા અનામત આપવાના વટહુકમને મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યમાં અનામતની મર્યાદા વધારીને 50 ટકાથી 63 ટકા કરાઈ છે.
ઓબીસીને 27 ટકા અનામત આપવાના વિષય પર ચર્ચા કરતા રાજ્યના કાનૂન અને વિધિ વિષયક મંત્રી પી સી શર્માએ જણાવ્યું કે આ વટહુકમ જારી કરાયો છે અને અધિસૂચિત કરાયો છે. અત્રે જણાવવાનું કે આ પગલાંને સત્તારૂઢ કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અગાઉ અન્ય પછાત વર્ગોને પોતાની તરફ કરવાની કોશિશ તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે સરકારી અધિકારીઓએ જણાવ્યું કે આ વટહુકમને પાસ કરાવવા માટે શુક્રવારે જ રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વટહુકમનું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું.
અધિકારીઓનું કહેવું છે કે ઓબીસી માટે 27 ટકા અનામત આપનારું કદાચ આ પહેલું એકમાત્ર રાજ્ય છે. અત્રે જણાવવાનું કે ઓબીસી અનામત મર્યાદા વધાર્યા બાદ પ્રદેશમાં અનામત મર્યાદા વધીને 50 ટકાથી 63 ટકા થઈ છે. કારણ કે રાજ્યમાં એસસીને 16 ટકા અને એસટીને 20 ટકા અનામત પહેલેથી મળે છે.
નોંધનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઓબીસી વર્ગમાંથી આવે છે. જેના પગલે ઓબીસીનો એક મોટો વર્ગ શિવરાજ સિંહના સમર્થનવાળો ગણાતો હતો. આવામાં વર્તમાન મુખ્યમંત્રી કમલનાથની આ જાહેરાત બાદ લોકસભા ચૂંટણી માટે તેને કોંગ્રેસનો એક મોટો દાવ ગણવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે