કોણીની સર્જરી બાદ વાપસી કરતા વોર્નરે ફટકારી સદી

ડેવિડ વોર્નરે કોહલીની સર્જરી બાદ વાપસી કરતા સિડનીની પોતાની ક્લબ તરફથી આક્રમક સદી ફટકારી હતી. 

કોણીની સર્જરી બાદ વાપસી કરતા વોર્નરે ફટકારી સદી

સિડનીઃ ડેવિડ વોર્નરે કોણીની સર્જરી બાદ વાપસી કરતા સિડનીની પોતાની ક્લબ તરફથી આક્રમક સદી ફટકારી હતી. રેંડવિક પીટરમૈશ તરફથી રમી રહેલા વોર્નરે પેનરિથ વિરુદ્ધ એકદિવસીય મેચમાં 77 બોલની પોતાની ઈનિંગમાં 7 સિક્સ અને 4 ચોગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા.

વોર્નરની આક્રમક સદી છતાં રેંડવિકની ટીમ 314 રનના લક્ષ્યનો પીછો કરતા 219 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વોર્નરને 18 વર્ષના સ્પિનર હેનરી રેલ્જે બ્રેન્ટ વિલિયમ્સના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. બોલ ટેમ્પરિંગ પ્રકરણમાં ભૂમિકા માટે વોર્નર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પર રાજ્ય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જે 28 માર્ચે સમાપ્ત થશે. 

આ બંન્નેને પાકિસ્તાન વિરુદ્ધ એકદિવસીય સિરીઝ માટે શુક્રવારે જાહેર ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મળ્યું નથી, જ્યારે આ બંન્ને અંતિમ બે મેચ રમવા માટે પાત્ર હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news