શ્રુતિ હાસનનું બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ, પછી પણ જોવા મળ્યો અનોખો પ્રેમ
શ્રુતિએ પોતાના ઇટાલિયન બોયફ્રેન્ડ માઇકલ કાર્લોસ સાથે બ્રેકઅપ કરી લીધું છે. આ જોડી 2018માં છવાયેલી રહી હતી. આ બંને શ્રુતિના પેરેન્ટસ સાથે પણ જોવા મળ્યા હતા. હાલમાં સમાચાર આવ્યા હતા કે બંને લગ્ન કરી શકે છે પણ માઇકલે 26 એપ્રિલે બ્રેકઅપના સમાચાર પોસ્ટ કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ અને સાઉથની સુપરસ્ટાર શ્રુતિ હાસનના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. શ્રુતિએ પોતાના ઇટાલિયન બોયફ્રેન્ડ માઇકલ કાર્લોસ સાથે બ્રેકઅપ કરી લીધું છે. આ બંનેએ સોશિયલ મીડિયાના ચાહકો સાથે આ સમાચાર શેયર પણ કર્યા છે. બ્રેકઅપ પછી પણ શ્રુતિના બોયફ્રેન્ડ માઇકલે તેના બહુ વખાણ કર્યા છે. શ્રુતિના બોયફ્રેન્ડે ટ્વિટર પર લખ્યું છે કે ભગવાનને કદાચ સાથ પસંદ નહીં હોય અને એટલે આપણે અલગ થવું પડી રહ્યું છે. જોકે આ યંગ લેડી હંમેશા મારી સારી મિત્ર રહેશે.
Life has just kept us on opposite sides of the globe unfortunately and so we have to walk solo paths it seems. But this young lady will always be my best mate. So grateful to always have… https://t.co/8KYFwxXgOa
— Michael Corsale (@MichaelCorsale) 26 April 2019
આ સમાચાર આવતા જ તેમના ચાહકોના દિલ તુટી ગયા છે. આ જોડી 2018માં સમાચારોમાં છવાયેલી રહી હતી. આ જોડી 2018માં છવાયેલી રહી હતી. આ બંને શ્રુતિના પેરેન્ટસ સાથે પણ જોવા મળ્યા હતા. હાલમાં સમાચાર આવ્યા હતા કે બંને લગ્ન કરી શકે છે પણ માઇકલે 26 એપ્રિલે બ્રેકઅપના સમાચાર પોસ્ટ કર્યા છે.
માઇકલની પોસ્ટ જોઈને અહેસાસ થાય છે કે તેઓ બ્રેકઅપ પછી પણ પોતાની મિત્રતા જાળવી રાખશે. આ બંને બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પણ કોઈએ પોતાના સંબંધો વિશે સત્તાવાર નિવેદન નહોતું આપ્યું. શ્રુતિ અને માઇકલને અનેકવાર ડિનર લેતા અને એરપોર્ટ પર જોવા મળ્યા છે. જોકે આ બ્રેકઅપનું સાચું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે