VIDEO: પોતાની પાર્ટીને નહીં પરંતુ સપાને મત આપશે આ નેતા, જાણવા જેવું છે કારણ 

લોકસભા ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ અને રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર તાબડતોબ વધી રહ્યો છે.  બધા વચ્ચે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (પ્રસપા)ના અધ્યક્ષ શિવપાલ યાદવે કહ્યું કે તેઓ પોતાનો મત સમાજવાદી પાર્ટીને આપશે. 

VIDEO: પોતાની પાર્ટીને નહીં પરંતુ સપાને મત આપશે આ નેતા, જાણવા જેવું છે કારણ 

લખનઉ: લોકસભા ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ અને રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર તાબડતોબ વધી રહ્યો છે.  બધા વચ્ચે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (પ્રસપા)ના અધ્યક્ષ શિવપાલ યાદવે કહ્યું કે તેઓ પોતાનો મત સમાજવાદી પાર્ટીને આપશે. 

સમાજવાદી પાર્ટીને મત આપવા પાછળ આ છે કારણ
ફિરોઝાબાદમાં એક ચૂંટણી સભાને સંબોધતા શિવપાલ યાદવે કહ્યું કે તેઓ મતદાન કરવા માટે સૈફઈ જશે અને મુલાયમ સિંહ યાદવના કારણે પોતાનો મત સમાજવાદી પાર્ટીને આપશે. શિવપાલ યાદવે કહ્યું કે તેઓ તેમના મોટાભાઈ મુલાયમ સિંહ યાદવનું સમર્થન કરે છે. જેના કારણે તેઓ સાઈકલને મત આપવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સૈફઈ જશે. 

હવે નહીં ચાલે ભત્રીજાવાદ અને પરિવારવાદ
આ ઉપરાંત તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ફિરોઝાબાદની જનતાએ તેમને બોલાવ્યાં છે અને તેમના કારણે તેઓ અહીં ચૂંટણી લડવા માટે આવ્યાં છે. હવે ચૂંટણીમાં કોઈ પણ ભાઈ ભત્રીજાવાદ અને પરિવાર નહીં ચાલે. હવે ફક્ત જનતાના મુદ્દા અને વિકાસની વાતો કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news