રાહુલ ગાંધીના પિતરાઈએ PM મોદી વિશે આપ્યું એવું નિવેદન, ગાંધી પરિવારમાં ખળભળાટ મચ્યો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પીલીભીત સંસદીય મતવિસ્તારમાં પ્રચાર કરવા પહોંચેલા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ખળભળાટ મચી ગયો છે.

રાહુલ ગાંધીના પિતરાઈએ PM મોદી વિશે આપ્યું એવું નિવેદન, ગાંધી પરિવારમાં ખળભળાટ મચ્યો

પીલીભીત: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પીલીભીત સંસદીય મતવિસ્તારમાં પ્રચાર કરવા પહોંચેલા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ખળભળાટ મચી ગયો છે. વરુણ ગાંધીએ એક સભાને સંબોધિત કરતા કહ્યું કે 'મારા પરિવારના પણ કેટલાક લોકો વડાપ્રધાન રહી ચૂક્યા છે, પરંતુ જે સન્માન નરેન્દ્ર મોદીએ દેશને અપાવ્યું છે તે બહુ લાંબા સમયથી કોઈએ દેશને અપાવ્યું નથી.'

વડાપ્રધાન મોદીને દેશની ચિંતા
વડાપ્રધાન મોદીના વખાણ કરતા વરુણ ગાંધીએ કહ્યું કે તે માણસ જીવી રહ્યો છે તો ફક્ત દેશ માટે અને મરશે તો પણ ફક્ત દેશ માટે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફક્ત દેશની જ ચિંતા છે. 

અગાઉ પણ કરી ચૂક્યા છે પીએમ મોદીના વખાણ
આ કોઈ પહેલીવાર નથી બન્યું કે વરુણ ગાંધીએ ભરપેટ મોદીના વખાણ કર્યા હોય. આ અગાઉ  પણ વરુણ ગાંધીએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે દેશને લાંબા સમય બાદ એવા વડાપ્રધાન મળ્યા છે કે તેમના અંગે છાતી ઠોકીને બોલી શકીએ  કે અમારી પાસે આવા વડાપ્રધાન છે. 

જુઓ LIVE TV

નરેન્દ્ર મોદીને ગણાવ્યાં હતાં દેશના સિપાઈ
વરુણ ગાંધીએ ઉમેદવારી નોંધાવતી વખતે કહ્યું હતું કે મોદી માટે દેશના સિપાઈની જેમ તેમનો ઝંડો લઈને ઊભો છું. જે કામ તેમણે છેલ્લા પાંચ વર્ષમાં કર્યું છે તેનાથી દેશનું માનસન્માન વધ્યું અને દેશને સમગ્ર દુનિયામાં આગળ લઈ ગયાં. એક લાંબા સમય બાદ દેશને એવા વડાપ્રધાન મળ્યાં છે કે જેમના અંગે છાતી પહોળી કરીને બોલી શકીએ કે અમારી પાસે આવા વડાપ્રધાન છે. 

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ઘણું સારું કામ કર્યું છે. પરંતુ અમારા માટે સુરક્ષા પણ એક મહત્વનો મુદ્દો છે. વિરોધી પાર્ટીઓ દ્વારા રાજકારણનું સ્તર દિવસેને દિવસે નીચું જઈ રહ્યું છે. નોંધનીય છે કે વરુણ ગાંધી હાલ સુલ્તાનપુરથી સાંસદ છે. આ વખતે પાર્ટીએ તેમને પીલીભીતથી ઉમેદવાર બનાવ્યાં છે. પીલીભીતના સાંસદ અને વરુણના માતા મેનકા ગાંધીને આ વખતે સુલ્તાનપુરથી ટિકિટ અપાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news