ભાજપે બહાર પાડ્યું 'સંકલ્પ પત્ર', PM મોદીએ કહ્યું- '2022માં અમે 3 વર્ષના કામનો આપીશું હિસાબ'
ભાજપે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યો. જાણો એક એક વિગત....
Trending Photos
નવી દિલ્હી: નવી દિલ્હી: 11 એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યો. આ ઘોષણા પત્ર (#BJPManifesto)ને પાર્ટીએ સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ચૂંટણી ઘોષણા પત્ર જારી કરતા પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી હતી. ભાજપ અધ્યક્ષે સંકલ્પ પત્ર જારી કરતા અગાઉ મોદી સરકારની ઉપલબ્ધિઓને ગણાવી હતી. તેમણે કહ્યું કે આ સંકલ્પ પત્ર દેશની તમામ અપેક્ષાઓને 2019ના સંકલ્પ પત્રમાં રજુ કરાઈ છે. અમિત શાહે કહ્યું કે આ સંકલ્પ પત્ર 6 કરોડ લોકોની સાથે ચર્ચા કરીને બનાવવામાં આવ્યું છે. સંકલ્પ પત્ર બહાર પાડ્યા બાદ રાજનાથ સિંહે તેના વિશે માહિતી આપી. ત્યારબાદ અન્ય નેતાઓ અરુણ જેટલી અને સુષમા સ્વરાજે પણ સંબોધન કર્યું. અરુણ જેટલીએ કહ્યું કે અમારો હેતુ દેશને વિશ્વસ્તરની સુવિધાઓ આપવાનો છે. આ બાજુ સુષમા સ્વરાજે પણ કહ્યું કે અમારા ઘોષણા પત્ર અને અન્ય પાર્ટીઓના શીર્ષકમાં અંતર સમજો. તેમણે કહ્યું કે અમારી પાર્ટી સંકલ્પ પત્ર લઈને આવી છે. સુષમા સ્વરાજે કહ્યું કે ભારતનું પ્રભુત્વ અને ભારતની પ્રતિષ્ઠા પીએમ મોદીના નેતૃત્વમાં વધી છે. ભારતની ઉપલબ્ધિઓથી આખી દુનિયા હેરાન છે.
પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો....
- 2047નો મજબુત આધાર 2019થી 2024માં રાખવો પડશે. અમે સંકલ્પ પત્રમાં તે વાતનો ઈશારો કર્યો છે. - મોદી
- સંકલ્પ પત્ર સુશાસન પત્ર પણ છે, રાષ્ટ્રની સમૃદ્ધિનું પ્રતિક પણ છે- પીએમ મોદી
- આપણા દેશમાં ભ્રષ્ટાચાર પર ચર્ચા ઘણી થઈ. અમે શાસન વ્યવસ્થામાં અનેક ફેરફાર કર્યાં.
- અમે નાગરિકો પર ભરોસો કરવા માંગીએ છીએ. હિન્દુસ્તાનના 130 કરોડ લોકો પણ દેશને મજબુત કરવા માંગે છે.
- આપણા દેશમાં એક સ્થિતિ ઊભી કરાઈ છે કે જનતાને ગમે તેટલું આપો ઓછું જ પડે છે. હું સમજું છું કે તે દેશવાસીઓનું અપમાન છે. એકવાર લાલ કિલ્લા પરથી મેં કહ્યું હતું કે જેમના માટે શક્ય હોય તેઓ ગેસ સબ્સિડી છોડે. સવા કરોડથી વધુ લોકોએ ગેસ સબ્સિડી છોડી દીધી.
- દિલ્હીના એર કન્ડિશનમાં બેઠેલા લોકો ગરીબીને હરાવી શકે નહીં. ગરીબ જ ગરીબીને હરાવી શકે છે.- પીએમ મોદી
PM Modi at BJP manifesto release: Humare samaj mein vividhtayen hain aur isliye ek hi dande se sabko haanka nahi ja sakta. Isliye humne vikas ko multi-layer banane ki disha mein ismein (manifesto) humne samahit karne ki koshish kari hai. pic.twitter.com/vVT6rP5fu1
— ANI (@ANI) April 8, 2019
- સ્વચ્છતા માટે કોઈ સરકાર પોતાના ખાતામાં સફળતાનો દાવો કરી શકતી નથી, આ એક જનઆંદોલન બન્યું છે. અમે વિકાસને જનઆંદોલન બનાવવાની દિશામાં આગળ વધવા માંગીએ છીએ- મોદી
- જે કામ 1950-55માં થવું જોઈતું હતું તે કામ મારે અત્યારે કરવું પડ્યું છે.- મોદી
- 2014-19 સુધીના કામોની સમીક્ષા જરૂરી છે. અમારી સરકારનું પણ જૂની સરકાર સાથે મૂલ્યાંકન થવું જોઈએ. - મોદી
- પાણી અંગે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવા માંગીએ છીએ. જેને આગળ લઈ જવા ઈચ્છીએ છીએ.
- દેશમાં પાણીનું સંકટ દૂર કરવા માટેનો સંકલ્પ- મોદી
- 2022 માટે 75 સંકલ્પ લેવાયા છે.
- અમે અલગથી જળ શક્તિ મંત્રાલય બનાવીશું.
PM Narendra Modi at BJP manifesto release:Rashtravaad hamari prerna hai, antoydaya hamara darshan hai aur sushasan hamara mantra hai. Desh neeti chalane ke liye hume multi dimensional level par kaam karne ki zarurat hoti hai aur humne use sankap patra mein shaamil kiya hai pic.twitter.com/rhzV1EWBwb
— ANI (@ANI) April 8, 2019
- ભાજપના સંકલ્પ પત્ર પર પીએમ મોદીએ કહ્યું કે ભાજપના સંકલ્પ પત્રનું નામ-સંકલ્પિત ભારત, સશક્ત ભારત
- મારા અગાઉ જેટલા પણ વક્તાઓએ પોતાની વાત રજુ કરી , તેમના ઉપર હું હસ્તાક્ષર કરું છું.- મોદી
- 3 પ્રમુખ વાતોનો ઉલ્લેખ કરાયો છે અને તેની આસપાસ જ આખો વિઝન ડોક્યુમેન્ટ.
- રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા, અંત્યોદય અમારું દર્શન, અને સુશાસન એ અમારો મંત્ર છે. - મોદી
- આમ તો આ ઘોષણા પત્ર 2014 માટે છે. આથી અમે નક્કી કર્યું છે કે વચગાળાનો પણ અમારો હિસાબ આપવામાં આવે.
- આઝાદીના 75 વર્ષ અને 75 લક્ષ્યાંક અમે નક્કી કર્યા છે. 75 નિશ્ચિત પગલાં અમે નક્કી કર્યા છે. આ કદાચ કોઈ ઘોષણા પત્રમાં તમે પહેલીવાર જોશો.
- વન મિશન, વન ડાઈરેક્શન.. અમે દેશને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય લોકોના સશક્તિકરણ માટે લોકતાંત્રિક મૂલ્યોને મજબુત કરવા માટે આપણા આગળ વધવાનો મંત્ર છે.- પીએમ મોદી
- વિકાસને મલ્ટીલેયર બનાવવા માટે સમાહિત કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે. અમે તમામ વર્ગોને એડ્રેસ કરવાની કોશિશ કરી છે.
- જેવી જ્યાં આવશ્યકતા છે તે પ્રમાણે આગળ વધવા માંગીએ છીએ. રાજનીતિ ચાલી શકે છે, દેશનીતિ ચલાવવા માટે આપણે મલ્ટી ડાયમેન્શનલ લેવલ પર કામ કરવાનું હોય છે.
EAM Sushma Swaraj at BJP manifesto release: This is an indication of Modi ji's diplomatic success that when Pakistan threatened to boycott Organisation of Islamic Cooperation(OIC) meeting if India was invited then 56 out of 57 countries said let Pakistan not come. pic.twitter.com/Zp7s1G8VZ4
— ANI (@ANI) April 8, 2019
રાજનાથ સિંહના સંબોધનના મુખ્ય અંશ...
- જે અમે કહ્યું તેને કરીને જ દમ લઈશું- રાજનાથ સિંહ
- જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 35એ હટાવવાની કોશિશ કરીશું.- રાજનાથ સિંહ
- ખેડૂત સન્માન નિધિનો લાભ તમામ ખેડૂતોને મળશે. નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા અપાશે.
- આયુષ્યમાન ભારતના 1.5 લાખ હેલ્થ અને અવેરનેસ સેન્ટર ખોલાશે.
- 2022 સુધીમાં તમામ રેલવે ટ્રેકને બ્રોડ ગેજમાં પરિવર્તન કરીશું.
- લો સંસ્થાનોમાં સીટો વધારાશે.
- તમામ ઘરોનો 100 ટકા વિદ્યુતિકરણ કરાશે.
- ટ્રિપલ તલાક કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને ન્યાય સુનિશ્ચિત કરીશું.
- પ્રત્યેક પરિવારને પાક્કુ મકાન, વધુમાં વધુ ગ્રામીણ પરિવારોને એલપીજી સિલિન્ડર.
- એક્સેલન્ટ એન્જિનિયરિંગ કોલેજોમાં સીટોની સંખ્યા વધારાશે.
Rajnath Singh: We will also give pension facility to small and marginal farmers after 60 years of age. https://t.co/hd9R1W8OUZ
— ANI (@ANI) April 8, 2019
- સરકારી પ્રક્રિયાઓને ડિજિટલ કરાશે.
- ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન.
- પ્રત્યેક વ્યક્તિને 5 કિમીની અંદર બેંકિંગ સેવા ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરાશે.
- સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને રાજ્યોમાં ચૂંટણી થાય તે માટે સામાન્ય સહમતિ બનાવવાની કોશિશ કરીશું.
- ક્ષેત્રીય અસંતુલન ખતમ કરવાની પૂરેપૂરી કોશિશ કરાશે.
- તમામ ખેડૂતોને 6000 રૂપિયાનો લાભ મળશે.
- ખેડૂતો પર 25 લાખ કરોડ રૂપિયા આગળના પાંચ વર્ષમાં ખર્ચ કરાશે.
- એક લાખ સુધીના ક્રેડિટ કાર્ડ પર જે લોન મળે છે તેના ઉપર 5 વર્ષ સુધીનું વ્યાજ ઝીરો ટકા હશે.
- લઘુ અને સિમાંત ખેડૂતોને પેન્શન, નાના દુકાનદારોને પણ 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા અપાશે.
- રાષ્ટ્રીય વેપાર આયોગની રચના કરવાનો સંકલ્પ. ખુબ જ ઈફેક્ટિવ આયોગ બનાવવામાં આવશે.
- 60 વર્ષ બાદ ખેડૂતોને પેન્શનની સુવિધા
- ખેડૂતોની આવક બમણી કરવા પર ધ્યાન.
- જેમ બને તેમ જલદી સોહાર્દપૂર્ણ વાતાવરણમાં રામ મંદિરનું નિર્માણ કરાવવું.
- દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં.
Union Home Minister Rajnath Singh at BJP's election manifesto release: We had a zero tolerance policy towards terrorism, it will continue till terror is not eliminated completely. #LokSabhaElections2019 pic.twitter.com/nGn3fhp1vb
— ANI (@ANI) April 8, 2019
- 12 શ્રેણીઓમાં તને વિભાજીત કરવામાં આવ્યું હતું. દરેક વિષય માટે એક અલગથી સબ કમિટી બનાવવામાં આવી હતી.
- તમામ ક્ષેત્રો, તમામ વર્ગો સાથે વાત કર્યા બાદ આ વિઝન ડોક્યુમેન્ટ તમારી સામે રજુ થઈ રહ્યો છે.
- વિકાસની ગાડીના પૈડા ઝડપથી આગળ વધી રહ્યાં છે. દેશની બહારની અને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે ખુબ પ્રયત્નો કર્યા છે.
- અમારું સંકલ્પ પત્ર ગત 5 વર્ષની ઉપલબ્ધિઓને આધાર માનીને દેશને 5 વર્ગ આગળ લઈ જવામાં તૈયાર કર્યું છે.
- 2014માં યુપીએના શાસનકાળ બાદ દેશના વિકાસને પુન: પાટા પર લાવવાનું પડકારભર્યું હતું. અમારા પીએમએ તેને કર્યું.
- સિટિઝનશીપ એમેડમેન્ટ બિલને સંસદના બંને સંદનોમાંથી પાસ કરાવીશું અને લાગુ કરીશું.
- ઘૂસણખોરીને રોકીશું
- રાષ્ટ્રવાદ પ્રત્યે પૂરેપૂરી પ્રતિબદ્ધતા
- 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપના અધ્યક્ષે મારી અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કર્યું હતું. 12 અન્ય લોકોને પણ નામાંકિત કર્યાં હતાં.
અમિત શાહના સંબોધનના ખાસ અંશ..
- રાજનાથ સિંહ 2019 ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે.
- હું 2014ની યાદો અપાવવા માટે તમારી સામે ઊભો છું. 2014માં અમારી વાતોનું સન્માન કરતા દેશની જનતાએ અમને ઐતિહાસિક જીત અપાવી હતી.
BJP President Amit Shah: We are going forward with 75 resolutions that we can fulfill by the year 2022 when India completes 75 years of independence. pic.twitter.com/zGvV2KukfF
— ANI (@ANI) April 8, 2019
- 2014થી 2019ની યાત્રાજ્યારે પણ કોઈ દેશના વિકાસ અને દુનિયામાં સાખ લખવાનો ઈતિહાસ લખાશે ત્યારે આ પાંચ વર્ષ સુવર્ણ અક્ષરમાં લખાશે.
- 2014માં જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો. પૂર્ણ બહુમત હોવા છતાં ભાજપે એનડીએની સરકાર બનાવી. હું કહેવા માંગુ છું કે 2014થી 2019ની યાત્રા ભારતની વિકાસ યાત્રાના સુવર્ણ પાંચ વર્ષ છે.
- ઘર, શિક્ષા, શૌચાલય જેવી પાયાની જરૂરિયાતોને દરેક ગરીબની પાસે પહોંચાડવાના પ્રયત્ન થયાં
- 6 કરોડ લોકો સાથે ચર્ચા કરીને સંકલ્પ પત્ર તૈયાર કરાયું- શાહ
- 2014માં મોદીજીને આશીર્વાદ આપ્યાં, પાંચ વર્ષમાં અમે લોકોની અપેક્ષા મુજબ કામ કર્યું. એકવાર ફરીથી મોદીજીના નેતૃત્વમાં ભાજપ અને સાથી પક્ષોને આશીર્વાદ આપો. અમે નિર્ણાયક સરકાર આપવાનો વાયદો કરીએ છીએ. મોદીજીના નેતૃત્વમાં ભાજપ અને તમામ સાથી પક્ષો મળીને જનતાની અપેક્ષાનું ભારત બનાવવામાં સફળ થઈશું.
સંકલ્પ પત્રમાં મુખ્ય પોઈન્ટ્સ આ પ્રમાણે હોઈ શકે છે...
1. વિકાસ- વિઝન હશે વિક્સિત ભારત
2. રાષ્ટ્રવાદ- સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક ગગનયાન, અને મિશન શક્તિનો ઉલ્લેખ
3. રોજગાર- મુદ્રા બેંક, ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા દ્વારા રોજગાર સર્જન
4. સુરક્ષા- મજબુત ભારત/પાકિસ્તાન અને ચીન નીતિ/કાશ્મીરમાં હાલાત વધુ સારા/ ભાગલાવાદીઓ પર લગામ અને તેમની સુવિધા ખતમ કરવી, તથા પ્રતિબંધ લગાવવા.
5. ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં કરાયેલા પ્રયત્નો, 6000 રૂપિયા ખાતામાં/પીએમ ખેડૂત યોજના/પીએમ સિંચાઈ યોજના વગેરે યોજનાઓ.
6. યુવા ભારત- યુવાઓ માટે કરાયેલા પ્રયત્નો.
7. રામ મંદિર- ભવ્ય રામ મંદિર બનાવવું અમારો લક્ષ્યાંક
8. કલમ 370 અને 35 એ નો પણ ઉલ્લેખ
9. ગરીબોને સક્ષમ બનાવવાની કોશિશ માટે યોજનાઓ
10. મહિલાઓની સુરક્ષા, તેમના સ્વાભિમાન અને લૈંગિક સમાનતા
11. ઈમાનદાર સરકાર તરીકે પોતાને રજુ કરવી, ભ્રષ્ટાચાર સાથે કોઈ સમાધાન નહીં (માલ્યા/ નીરવ મોદી/વાડ્રા/ક્રિશ્ચિન મિશેલનો થઈ શકે છે ઉલ્લેખ)
12. મધ્યમ વર્ગ- ઈન્કમ ટેક્સમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લાભ
ભાજપની 2019ની ચૂંટણી થીમ રહેશે...
1. કામ કરનારી સરકાર
2. એક પ્રામાણિક સરકાર
3. મોટા નિર્ણયો લેનારી સરકાર
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે