શું લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે? એક વર્ષ પછી પણ માણસ કોરોનાને હંફાવી ન શક્યો

શું લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે? એક વર્ષ પછી પણ માણસ કોરોનાને હંફાવી ન શક્યો
  • ગયા વર્ષે એટલે કે 2020માં આજના દિવસે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આજે લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું
  • કોરોનાની બેકાબૂ બનેલી રફ્તાર બહુ જ ડરાવની બની ગઈ છે. કોરોનાના નવા કેસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના એકવાર ફરીથી બેકાબૂ બની ચૂક્યો છે. કોરોનાની બેકાબૂ બનેલી રફ્તાર બહુ જ ડરાવની બની ગઈ છે. કોરોનાના નવા કેસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના 31 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને જૂના તમામ રેકોર્ડસ તૂટી ગયા છે. ગત વર્ષે શરૂ થયેલી મહામારી બાદ પહેલીવાર એવુ થયુ છે કે, જ્યારે મહારાષ્ટ્રમાં 31,855 નવા કેસ સામે આવ્યા છે. મુંબઈમાં પણ કોરોનાના અત્યાર સુધી તમામ રેકોર્ડ તૂટી ગયા છે. મુંબઈમાં કોરોનાના અંદાજે 5200 નવા કેસ સામે આવ્યા છે, દિલ્હીમાં પણ 1200 થી વધુ નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં ગત ત્રણ મહિનામાં પહેલીવાર એવું થયું કે, કોરોનાના આટલા કેસ નોંધાયા હોય. મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ જોતા ઉદ્ધવ ઠાકરેઅને અનેક શહેરોમાં લોકડાઉન (lockdown again) અને નાઈટ કરફ્યૂ જેવા કડક પ્રતિબંધ લગાવ્યા છે. જોકે, તેમ છતા ત્યાં કોરોનાનો કહેર રોકાવાનો નામ નથી લેતો. 

ગયા વર્ષે એટલે કે 2020માં આજના દિવસે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આજે લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છે. લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છતાં કોરોનાની સ્થિતિ જે હતી ત્યાં જ છે. લોકડાઉન દરમિયાન લોકોએ સ્વજનો ગુમાવ્યા અને રોજગારી ગુમાવી. 2020માં જ્યારે કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારે લોકોમાં ડર જોવા મળતો હતો. 2021માં માંડ થાળે પડેલી સ્થિતિમાં ચૂંટણી પછી તંત્રની ઘોર બેદરકારીને કારણે પહેલાં જેવી સ્થિતિ થઈ ગઈ છે. 

બેકાબૂ બનેલા કોરોના માટે લોકડાઉન જ વિકલ્પ છે?

  • મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 31,855 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 95 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાના 2,47,299 એક્વિટ કેસ છે. જ્યારે કે, 22,62,593 લોકો સારવાર બાદ રિકવર થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધી 53,684 લોકોના મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 25,64,881 છે. 
  • મુંબઈમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 5186 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 6 લોકોના મોત નિપજ્યા છે. દેશની આર્થિક રાજધાની દિલ્હીમાં હાલ કોરોનાના 30,760 એક્ટિવ કેસ છે. તો 3,31,322 લોકો સારવાર બાદ રિકવર થઈ ગયા છે. અહી કુલ સંક્રમિતોનો આંકડો વધીને હવે 3,74,611 પર પહોંચી ગયો છે. જ્યારે કે, 11,606 લોકોના અત્યાર સુધી મોત થયા છે. 
  • દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના 1254 નવા કેસ નોંધાયા છે. ગત ત્રણ મહિનામાં પહેલીવાર એવુ થયું છે, જ્યારે કોરોનાના આટલા બધા કેસ નોંધાયા હોય. આ દરમિયાન 6 લોકોના મોત થઈ ગયા છે. દિલ્હીમાં હાલ કોરોનાના 4890 એક્ટિવ કેસ છે અને 6,35,364 લોકો રિકવર થયા છે. અહી અત્યાર સુધી 10,973 લોકો આ જીવલેણ વાયરસથી જીવ ગુમાવી ચૂક્યા છે. 

આ પણ વાંચો : કોરોના કોઈનો સગો થયો નથી અને થવાનો પણ નથી.. તાપીમાં લગ્નપ્રસંગે ભેગી થયેલી હજારોની આ ભીડ કેવી રીતે એકઠી થઈ?

Total cases 2,82,569
Total recoveries 2,72,714
Death toll 3110

Active cases 6745 pic.twitter.com/2rihkrMQPK

— ANI (@ANI) March 24, 2021

  • પંજાબમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 2634 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 39 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં હાલ 20522 એક્ટિવ કેસો છે અને અત્યાર સુધી 1,93,280 લોકો તેનાથી રિકવર થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,20,276 થઈ ગઈ છે. અત્યાર સુધી 6474 લોકોના મોત નિપજી ચૂક્યા છે. 
  • પંજાબમાં કોરોનાના વધતા કહેર વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં નાઈટ કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ સ્કૂલો અને કોલેજોને એકવાર ફરીથી બંધ કરી દેવાઈ છે. 
  • ગુજરાતમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 8 દર્દીઓનાં મૃત્યુ થયા છે. સૌથી વધુ સુરતમાં 582, અમદાવાદમાં 514, વડોદરામાં 165 અને રાજકોટમાં 164 નવા કેસ નોંધાયા છે. 
  • કેરળમાં બુધવારે કોરોનાના નવા 2456 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 2456 લોકો આ જીવલેણ બીમારીથી રિકવર થયા છે. રાજ્યમાં આ દરમિયાન 10 લોકોના મોત થઈ ચૂક્યા છે અને જીવ ગુમાવનારા લોકોનો કુલ આંકડો વધીને 4527 થઈ ગયો છે. અહી 24268 એક્ટિવ કેસ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news