કાશ્મીરીઓને ભડકાવવા માટે તોયબાએ લગાવ્યા પોસ્ટર, ઘરેથી નહી નિકળવાની ધમકી

લશ્કર એ તોયબા એકવાર ફરીથી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. લશ્કરે પોસ્ટર ઇશ્યું કરીને કાશ્મીરનાં લોકોને કહ્યું કે, તેઓ સરકારનો સહયોગ ન કરે. જે સહયોગ કરશે, તેઓ ગદ્દાર થશે. લશ્કરે પોસ્ટર જાહેર કરીને ધમકી નથી આપી કે કાશ્મીરનાં લોકો ઘરેથી ન નિકળે, ગાડીઓ ન કાઢે, તેમાં મીડિયા દ્વારા ખોટો સંદેશ જાય છે. જો કાશ્મીરીઓ આવું કરશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
કાશ્મીરીઓને ભડકાવવા માટે તોયબાએ લગાવ્યા પોસ્ટર, ઘરેથી નહી નિકળવાની ધમકી

નવી દિલ્હી : લશ્કર એ તોયબા એકવાર ફરીથી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. લશ્કરે પોસ્ટર ઇશ્યું કરીને કાશ્મીરનાં લોકોને કહ્યું કે, તેઓ સરકારનો સહયોગ ન કરે. જે સહયોગ કરશે, તેઓ ગદ્દાર થશે. લશ્કરે પોસ્ટર જાહેર કરીને ધમકી નથી આપી કે કાશ્મીરનાં લોકો ઘરેથી ન નિકળે, ગાડીઓ ન કાઢે, તેમાં મીડિયા દ્વારા ખોટો સંદેશ જાય છે. જો કાશ્મીરીઓ આવું કરશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રેન મોડી પડે તે માટે કરશો પ્રાર્થના: રેલવે વિભાગની અનોખી પહેલ !
લશ્કરના પત્રમાં કાશ્મીરનાં યુવાનોને ભડકાવવામાં આવી રહ્યા છે. લશ્કર એ તોયબાના પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગયો, તેને વિવાદિત કહેવાયું. લશ્કરનાં સરકારી કર્મચારીઓ, વ્યસાયીઓ, ટ્રાન્સપોર્ટર, રેહડી પટરીના લોકોને પોતાનાં સહયોગમાં ઉતરવા માટેની અપીલ કરી છે. લશ્કરે કહ્યું કે, લોકો રસ્તા પર નિકળીને પ્રદર્શન કરે. સરકારી કર્મચારી અમારી સાથે સહયોગ કરે. શાંતિપુર્ણ પ્રદર્શન કરે. બાઇક, સ્કુટર અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ માર્ગ પર ન નિકળે, નહી તો કાર્યવાહી થશે. જવાબદારી તેમની જ હશે, જે બહાર નિકળશે. માર્ગ પર નિકળીને પ્રદર્શન કરે. સરકારી કર્મચારીઓ અમારી સાથે સહયોગ કરે.

Jio Gigafiber launch: એક ક્લિકમાં જાણો પ્લાન્સ અને ઓફર વિશે તમામ માહિતી
કાશ્મીરમાં આતંકવાદીઓ મોટા પ્રમાણમાં ઘુસણખોરીના પ્રયાસો કરી રહ્યા છે. પાકિસ્તાન સ્થિત લોન્ચપેડ પર 100 આતંકવાદી હાજર છે. કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા સમયે ધરપકડ કરાયેલ લશ્કર એ તોયબાનાં આતંકવાદી નાઝીમ અને મોહમ્મદ ખલીલે મોટોખુલાસો કર્યો હતો.

પી. ચિદમ્બરમને તિહાડમાં નહી મળે કોઇ VIP સેવા, 5 રોટલી અને શાક અપાશે
આ આતંકવાદીઓએ ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું કે, કાચારબન લોન્ચિંગ પેડમાં 50થીવધારે લશ્કરનાં આતંકવાદીઓ ઘુસણખોરીના પ્રયાસો કરવા માટે તૈયાર બેઠા છે. તેમની મદદ પાકિસ્તાન આર્મી અને આઇએસઆઇ કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે પાકિસ્તાની આર્મી અને આઇએસઆઇએ એક ડઝનથી વધારે લોન્ચિંગ પેડને સક્રિય કરી દીધા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ત્રણ સ્થળ પર મોટા પ્રમાણમાં આતંકવાદીઓ હાજર છે. માત્ર લીપા લોન્ચ પેડ પર જ 100થીવધારે આતંકવાદીઓ હાજર હોવાનાં ઇનપુટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news