નવરાત્રિ ટાણે યુપીમાં ગોઝારો અકસ્માત, યાત્રાળુઓ ભરેલી બસ ટ્રક સાથે અથડાતા 8 લોકોના મોત, અનેક ઘાયલ

Lakhimpur Kheri Accident: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં આજે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જ્યારે બે ડઝન કરતા વધુ લોકો ઘાયલ થયા છે. એવું કહેવાય છે કે સવારે જિલ્લાના ઈસાનગર પોલીસ મથક હદમાં શારદા નદી પાસે ડઝન જેટલા યાત્રાળુઓને લઈને જઈ રહેલી ખાનગી બસ અને ટ્રકની આમને સામને ટક્કર થઈ. 

લખનઉ જઈ રહી હતી બસ
ટક્કર એટલી ભયંકર હતી કે આઠ લોકોના ઘટનાસ્થળે મોત થયા જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા. ઘાયલોમાં અનેક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. લખીમપુર ખીરીના એડીએમ સંજયકુમારે કહ્યું કે મુસાફરો ભરેલી બસ ધૌરેહરાથી લખનઉ જઈ રહી હતી ત્યારે ઈસાનગર પોલીસ મથક હદમાં દુર્ઘટનાનો ભોગ બની. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ ખસેડાયા છે. ગંભીર રીતે ઘાયલ લોકોને લખનઉ રેફર કરાયા છે. 

CM Yogi Adityanath has condoled the loss of lives& directed officials to immediately go to the spot:CMO

— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 28, 2022

સીએમ યોગીએ દુખ જતાવ્યું
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભીષણ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જનપદ લખીમપુર ખીરીમાં રોડ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ખુબ દુ:ખ થયું. દિવંગતોના આત્માને શાંતિ મળે તેવી કામના. શોકગ્રસ્ત પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના છે. સીએમ યોગીએ જિલ્લાધિકારી અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે જઈને રાહત કાર્ય યુદ્ધસ્તરે કરાવવા અને ઘાયલોને તત્કાળ હોસ્પિટલ પહોંચાડીને તેમની યોગ્ય સારવારના નિર્દેશ આપ્યા છે. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની પણ કામના કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news