શું તમે જાણો છો અભિનયમાં પણ ઉસ્તાદ હતા ભગતસિંહ? શહીદ ભગતસિંહ વિશે જાણો જાણી અજાણી વાતો

ઘણાં ઓછા લોકો જાણતા હશે પણ આઝાદીની ચળવળ દરમિયાન એક સમય એવો આવ્યો હતો જ્યારે ગાંધીજીના અહિંસા આંદોલન કરતા પણ વધારે લોકો ભગતસિંહના લડતના વિચારને સમર્થન કરતા કરવા માંગતા હતા.

શું તમે જાણો છો અભિનયમાં પણ ઉસ્તાદ હતા ભગતસિંહ? શહીદ ભગતસિંહ વિશે જાણો જાણી અજાણી વાતો

નવી દિલ્લીઃ આજે શહીદ ભગતસિંહની જન્મ જયંતિ છે. ત્યારે આજના દિવસે યાદ કરીએ તેમણે દેશ માટે આપેલાં મહાન બલિદાનની. તેમના ત્યાગ અને દેશભક્તિની. શહીદ ભગતસિંહ વિશે વાત કરવા બેસીએ તો સમય ઓછો પડે. એટલું બધું તેમના વિશે વિવિધ પુસ્તકોમાં પણ લખાયું છે. પણ તેમ છતાં અમે અહીં તમારા માટે લઈને આવ્યાં છીએ ભગતસિંહ વિશેની ખાસ વાત. ભારતની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના સપુત શહીદ ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ નિર્ધારિત સમય કરતા એક કલાક વહેલા ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા, અંગ્રેજોના હાથેથી ગુલામ દેશને આઝાદ કરાવવા માટે આ સપુતે પોતાના જાનની જરા પણ પરવા કર્યા વગર દેશકાજે પોતાની યુવાની નૌછાવર કરી નાંખી હતી. આજે આખો દેશ આઝાદીનો શ્વાસ લઇ રહ્યો છે. ત્યારે અહીં આ દેશભક્ત શહીદ સાથે જોડાયેલા 10 ફેક્ટ અહીં રજૂ કરવામાં આવ્યા છે.

ભારતીય સ્વાધીનતા સંગ્રામના ઇતિહાસમાં શહીદ એ આઝમ ભગત સિંહ એક એવું નામ છે કે જેમના વગર કદાચ આઝાદીની કહાણી અધૂરી રહી જાત. તે માત્ર યુવાઓ જ નહીં, પરંતુ વૃદ્ધો અને બાળકોના પણ આદર્શ છે. લાહોર સેન્ટ્રલ જેલમાં તેમના દ્વારા લખવામાં આવેલી 400 પેજની ડાયરી તેમના વિહંગમ વ્યક્તિત્વની કહાણી રજૂ કરે છે. તે લેખકો, રચનાકારો, ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓ બધા માટે પ્રેરણાસ્ત્રોત છે. આજે 23 માર્ચના રોજ દેશના વિવિધ ભાગોમાં શહિદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવશે. ભારતનો દરેક નાગરીક આજના દિવસે દેશ કાજે શહિદી વ્હોરનાર ભગતસિંહની અમૂલ્ય દેશભક્તિને વંદન કરશે. શહીદ એ આઝમ ભગતસિંહ સાથે જોડાયેલા 10 ફેક્ટ વિશે જાણીએ.

1) ભગત સિંહ એક સારા અભિનેતા હતા અને કોલેજ કાળ દરમિયાન તેમણે અનેક નાટકોમાં ભાગ લીધો હતો. તેમના દ્વારા અભિનિત રાણા પ્રતાપ, સમ્રાટ ચંદ્રગુપ્ત, ભારત-દુર્દશાએ સારી એવી લોકપ્રિયતા મેળવી હતી અને શિક્ષકો તથા સહપાથીઓ દ્વારા તેમને શાબાશી પણ મળી હતી.

2) જલિયાવાલા બાગ હત્યાકાંડના બીજા દિવસે ભગતસિંહ સ્કૂલેથી ભાગી ગયા હતા અને જલિયાવાલા બાગ ખાતે પહોંચી ગયા હતા, જ્યાં તેમણે એક બોટલમાં ભારતીયોના લોહીથી ભીની થયેલી માટીને ભરી. એ સમયે તેઓ માત્ર 12 વર્ષના હતા. તેઓ દરરોજ આ બોટલની પૂજા કરતા હતા.

3) જ્યારે તેઓ બાલ્યવસ્થામાં હતા ત્યારે તેઓએ બ્રિટિશર્સ વિરુદ્ધ લડાઇ લડી શકીએ તે માટે વિસ્તારોમાં હથિયારોની વૃદ્ધિ કરવા અંગે જાહેરમાં સંબોધન કર્યું હતું.

4) વહેલા લગ્ન ના થાય એટલા માટે તે ઘરેથી ભાગી ગયા હતા, આઠ વર્ષની ઉંમરે ભગતસિંહે પોતાના સહપાઠીને કહ્યું હતું કે, શું લગ્ન બહુ મોટી સિદ્ધિ? બધા લગ્ન કરે છે, પરંતુ હું મારા દેશમાંથી બ્રિટિશર્સને હાંકી કાઢવા માંગુ છું.

5) લેનિનના નેતૃત્વવાળી ઓક્ટોબર મહિનાની ક્રાન્તિથી ભગતસિંહ પ્રભાવિત થયા હતા અને તેમણે સોશિયાલિઝમ અને સોશિયલિસ્ટ રિવેલ્યુશન અંગેના સાહિત્ય નાની ઉંમરમાં વાંચવાની શરૂઆત કરી નાંખી હતી.

6) ભગતસિંહે એકવાર કહ્યું હતું કે, તેઓ મને મારી શકે છે પરંતુ મારા વિચારોને મારી નહીં શકે, તે મારા શરીરને કચડી શકશે પરંતુ તેઓ મારી હિંમત, મારા ધૈર્યને કચડી નહીં શકે. ભગતસિંહના નિધન બાદ અનેક ક્રાન્તિકારીઓ દ્વારા તેમના શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવતું હતું.

7) ભગતસિંહ અને તેમની ટૂકડી દ્વારા દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં ફેંકવામાં આવેલો બોમ્બ લો ગ્રેડ એક્સપ્લોસિવથી બનાવવામાં આવ્યો હતો. તેઓ માત્ર લોકોને ગભરાવવા માગતા હતા ના કે કોઇને ઇજા પહોંચાડવા. આ વાતની પૃષ્ટિ બ્રિટિશ તપાસમાં અને ફોરેન્સિક રિપોર્ટમાં કરવામાં આવી હતી.

8) 1930માં જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે તેમણે પોલિટિકલ પ્રિશનર શબ્દનો ઉપયોગ કર્યો હતો અને પોતાની માટે તથા પોતાના સાથીઓ માટે જેલમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી હતી.

9) તેમના દ્વારા ઇન્કલાબ ઝિંદાબાદનું સૂત્ર આપવામાં આવ્યું હતું જેનો ઉપયોગ ભારતના ક્રાન્તિકારીઓ દ્વારા આઝાદીની લડત દરમિયાન કરવામાં આવતો હતો.

10) ભગતસિંહને નક્કી કરવામાં આવેલા સમય કરતા એક કલાક વહેલા ફાંસી આપવામાં આવી હતી અને તેમના મૃતદેહની અંતિમક્રિયા સુતલેજ નદીના કાંઠે જેલના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સમાચાર સાંભળતાની સાથે જ હજારોની સંખ્યામાં લોકો જેલની બહાર એકઠાં થઇ ગયા હતા અને તેમની રાખ લઇને સરઘસ કાઢ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news