VIDEO: લદ્દાખના સાંસદ હાથમાં તિરંગો લઈને લેહના માર્કેટમાં લોકો સાથે નાચ્યા

જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદ લદ્દાખ હવે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. લદ્દાખને યુટી સ્ટેટસ અપાવવા મુદ્દે લદ્દાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલે લોકસભામાં અત્યંત રસપ્રદ ભાષણ આપીને સમગ્ર દેશની વાહ વાહ મેળવી હતી.

VIDEO: લદ્દાખના સાંસદ હાથમાં તિરંગો લઈને લેહના માર્કેટમાં લોકો સાથે નાચ્યા

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદ લદ્દાખ હવે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. લદ્દાખને યુટી સ્ટેટસ અપાવવા મુદ્દે લદ્દાખના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલે લોકસભામાં અત્યંત રસપ્રદ ભાષણ આપીને સમગ્ર દેશની વાહ વાહ મેળવી હતી. હવે તેમના એક વીડિયોએ ફરીથી વાહ વાહ મેળવી છે. સાંસદે પોતાના ટ્વીટર એકાઉન્ટથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ હાથમાં તિરંગો લઈને લોકો સાથે ખુશીમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. 

— Jamyang Tsering Namgyal (@MPLadakh) August 11, 2019

લદ્દાખ સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ તરફથી શેર કરાયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કલમ 370 હટાવાયા બાદ તેઓ લદ્દાખ પહોંચ્યા છે. આ દરમિયાન લેહ લદ્દાખના લોકો તેમનું સ્વાગત કરે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લદ્દાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા બદલ લોકો સાથે તેઓ પણ અત્યંત ખુશ જોવા મળે છે. તેમના હાથમાં તિરંગો છે અને તેઓ લોકો સાથે સંગીતની ઘૂન પર ડાન્સ કરે છે. ટ્વીટર પર તેમનો આ વીડિયો લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. 

જામયાંગ શેરિંગ નામગ્યાલે વીડિયો શેર કરતી વખતે ટ્વીટમાં લખ્યું છે કે લદ્દાખના લોકો પર્યાવરણનું સંરક્ષણ  કરવામાં માને છે. આ જોતા લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની ખુશીના સેલિબ્રેશનમાં ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા લીધી. આ વીડિયો દર્શાવે છે કે કઈ રીતે લોકો ઈકો ફ્રેન્ડલી સેલિબ્રેશન કરી રહ્યાં છે. 

અત્રે જણાવવાનું કે જામયાંગે લોકસભામાં પોતાના 17 મિનિટના ભાષણમાં કાશ્મીર પર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે લદ્દાખના લોકોની દલીલ આખરે સ્વીકારાઈ. તેમણે કહ્યું હતું કે મોદી હૈ તો મુમકીન હૈ. જામયાંગે કહ્યું હતું કે કલમ 370 હટ્યા બાદ કાશ્મીરના માનનીય સભ્ય કહેતા હતાં કે અમે હારી જઈશું. હું તેમને કહીશ કે હવે બે પરિવાર પોતાની રોજીરોટી ગુમાવશે. 

તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં હવે એક ઉજ્જવળ ભવિષ્ય હશે. લદ્દાખના સાંસદે કહ્યું હતું કે કારગિલના લોકોએ 2014માં યુટી માટે મતદાન કર્યું અને 2019ની ચૂંટણીમાં પણ આ જ મુદ્દો ટોચ પર રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news