5 સપ્ટેમ્બરે લોન્ચ થશે Jio GigaFiber, 5 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા

આરઆઇએલના ચરેમને મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ગત નાકાણીય વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધારે નફો કમાવનારી કંપની રહી છે. તેમણે જણાવ્યું કે, રિલાયન્સ જિયો (Reliance Jio)ના સબ્સક્રાઇબર્સની સંખ્યા 34 કરોડને પાર કરી ગઇ છે. આજે સબ્સક્રાઇબર, પ્રોફિટ અને રેવેન્યૂના આધાર પર જિયો દુનિયાની સૌથી મોટી ટેલિકોમ કંપની છે

5 સપ્ટેમ્બરે લોન્ચ થશે Jio GigaFiber, 5 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ (RIL)ની 42મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) મુંબઇના બિરલા માતુશ્રી સભાગારમાં શરૂ થઇ ગઇ છે. એજીએમને સંબોધિત કરતા આરઆઇએલના ચરેમને મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ગત નાકાણીય વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધારે નફો કમાવનારી કંપની રહી છે. તેમણે જણાવ્યું કે, રિલાયન્સ જિયો (Reliance Jio)ના સબ્સક્રાઇબર્સની સંખ્યા 34 કરોડને પાર કરી ગઇ છે. આજે સબ્સક્રાઇબર, પ્રોફિટ અને રેવેન્યૂના આધાર પર જિયો દુનિયાની સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

તેમણે કહ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી ટેક્સ પેયર કંપની બની ગઇ છે. ગત ફાઇનાશિયલમાં કંપની તરફથી 67320 કરોડ રૂપિયાનું જીએસટી અને 12191 કરોડ રૂપિયાનો ઇનકમ ટેક્સ ભરવામાં આવ્યો છે. તેમમે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2020 સુધી 5 લાખ કરોડ ડોલરની ઇકોનોમી બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. મને આસા છે કે, ભારત આ લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી લેશે.

એજીએમની મોટી જાહેરાત
- મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું કે, સાઉદીની સૌથી મોટી ઓલલ કંપની સઉદી અરામકો આરઆઇએલના ઓઇલ એન્ડ કેમિકલ બિઝનેસમાં 20 ટકા હિસ્સો ખરીદશે. સઉદી અરામકો 75 બિલિયન ડોલરનું રોકાણ કરશે.
- જિયો દર મહિને પોતાની સાથે 1 કરોડ ગ્રાહકોને જોડવામાં સફળ રહ્યું છે. આ મામલે તે દુનિયાની બીજી સૌથી મોટી અને ભારતની સૌથી મોટી કંપની બની ગઇ છે.
- મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ જિયોમાં રોકાણનું કામ પૂરુ થયું છે. Jio GigaFiber માટે અત્યાર સુધીમાં 5 કરોડથી વધારે રજિસ્ટ્રેશન થઇ ગયા છે.
- Jio GigaFiber માટે અત્યાર સુધીમાં 5 કરોડ રજિસ્ટ્રેશન થઇ ગયા છે. તે અત્યાર સુધીમાં 50 લાખ ઘરોમાં પહોંચી ગયું છે. એક વર્ષમાં Jio GigaFiber સમગ્ર દેશમાં પહોંચી જશે.
- Jio GigaFiber સર્વિસ કોમર્શિયલ આધાર પર 5 સ્પ્ટેમ્બર 2019ના રોજ લોન્ચ થશે. 5 સ્પ્ટેમ્બર જિયોની ત્રીજી વર્ષગાંઠ છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, અમે 1600 શહેરમાં 2 કરોડ લોક સુધી પહોંચવાનો પ્લાન કરી રહ્યાં છે.
- જિયો ગીગા ફાઇબરનો પ્લાન 700 રૂપિયાથી લઇને 10000 રૂપિયા સુધી હશે. યૂઝર તેમની જરૂરીયાતના હિસાબથી પ્લાન સિલેક્ટ કરી શકે છે. ગ્રાહકને માત્ર એક જ સર્વિસ વાયસ અથવા ડેટા માટે ચૂકવણી કરવાની રહેશે.
- આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ કેબલ ટીવી માટે જિયો સેટટોપ બોક્સની જાહેરાત કરી. જિયો સેટટોપ બોક્સ ગેમિંગને સપોર્ટ કરશે.
- જિયો સેટટોપ બોક્સ દ્વારા તમે વિડિઓ કોન્ફરન્સિંગ પણ કરી શકો છો, જિઓ ફાઇબરના ટેરિફનો નિર્ણય ચાર આધારે લેવામાં આવશે.
- મુકેશ અંબાણીની જાહેરાત કરી કે 500 રૂપિયામાં યુએસ/ કેનેડા અનલિમિટેડ ઇન્ટરનેટ કોલિંગ કરી શકશો.
- જિયો ફાઇબર પ્લાનનો બેઝિક પ્લાન 100 Mbpsની સ્પીડથી શરૂ થશે અને તે 1 Gbps સુધી રહેશે.
- જિયો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો: પ્રીમિયમ જિયો ગીગા ફાઇબર ગ્રાહક તેમના ધરમાં તે દીવસે મૂવી જોઇ શકશે જે દિવસે તે થિયેટરમાં રિલીઝ થશે. આ સર્વિસ 2020ના મિડમાં લોન્ચ કરવામાં આવશે.
- મુકેશ અંબાણીએ આ સમયે જિયો ગીગા ફાઇબર વેલકમ ઓફરની જાહેરાત કરી. વેલકમ ઓફરની સાથે HD TV અને સેટટોપ બોક્સ ફ્રિ મળશે.

શું છે જિયો ગીગા ફાઇબર
જિયો ગીગા ફાઇબર એક હાઇસ્પીડ ઇન્ટરનેટ સર્વિસ છે. તેના દ્વારા તમે ઇન્ટરનેટ સર્વિસ ઉપરાંત કોલિંગ, ટીવી અને ડિટીએચની સુવિધા પણ પ્રાપ્ત કરી શકે છે. જિયો ગીગા ફાઇબરના એક કનેક્શન પર એક સાથે 40 ડિવાઇસ કનેક્ટ કરી શકો છો. ટ્રાયલ દરમિયાન ગ્રાહકોને 100 એમબીપીએસની સ્પીડથી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેના માટે કંપનીએ 4500 રૂપિયા સિક્યોરિટિ તરીકે લઇ રહી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news