મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો

TMCના દિગ્ગજ નેતા અને કોલકાતા મેયર ફરહાદ હકીમની પુત્રીએ લખ્યું કે, નેતાઓનાં ગોળગોળ વલણને તે પોતે પણ ધીક્કારે છે

મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક હોસ્પિટલમાં દર્દી દ્વારા ડોક્ટર્સ સાથે કરવામાં આવેલ મારામારી બાદ ચાલુ થયેલ ડોક્ટર્સની હડતાળ સમગ્ર દેશમાં ફેલાઇ ચુકી છે. દેશનાં સૌથી મોટા સરકારી હોસ્પિટલ એમ્સનાં રેસીડેન્ટ ડોક્ટર્સનો પણ તેમાં સમાવેશ થાય છે. ડોક્ટર્સની આ હડતાળમાં કોલકાતાનાં મેયર અને તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) નેતા ફરહાદ હકીમની ડોક્ટર પુત્રી પણ જોડાઇ ચુકી છે. તેની પુત્રી શબા હકીમે ગુરૂવારે ડોક્ટર્સની હડતાળનું સમર્થન કર્યું. આ સાથે જ તેમણે ફેસબુકમાં એક પોસ્ટ લખી. તેમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે, હું ટીએમસી સમર્થક છું પરંતુ આ મુદ્દે હું નેતાઓનાં ગોળગોળ વલણ અને તેમના દ્વારા સધાયેલી ચુપકીદી મુદ્દે શરમ અનુભવુ છું.

ડોક્ટર હડતાળઃ હાઈકોર્ટે મમતાને આપ્યું 7 દિવસનું અલ્ટીમેટમ તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું, પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો
શબા હકીમે કોલકાતાનાં કેપીસી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલથી ડોક્ટરીનો અભ્યાસ કર્યો છે. શબા હકીમ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ડોક્ટર્સને પશ્ચિમ બંગાળમાં કામના સમયે હોસ્પિટલમાં સુરક્ષા મળે તેવી માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્યાર બાદ શુક્રવારે જ મમતા બેનર્જીનાં ભત્રીજા આવેશ બેનર્જી પણ ડોક્ટર્સની હડતાળમાં જોડાઇ ચુક્યો છે. કોલકાતાનાં કેપીસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભણતા આબેશ બેનર્જીએ ડોક્ટર્સની હડતાળનું સમર્થન કર્યું અને આ હડતાળમાં જોડાઇ ગયા હતા. 

પ.બંગાળઃ ડોક્ટરોની હડતાળ હવે પહોંચી કોલકાતા હાઈકોર્ટ, ચીફ ડિવિઝન બેન્ચ કરશે સુનાવણી
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં અલ્ટીમેટમ બાદ ડોક્ટર્સની હડતાળે તૃણ પકડી લીધું છે. આના કારણે શુક્રવારે પશ્ચિમ બંગાળનાં 16 અન્ય ડોક્ટર્સે પોતાનું રાજીનામું આપી દીધું છે. આ તમામ ડોક્ટર્સ કોલકાતાનાં આરજી કર મેડિકલ કોલેજમાં કાર્યરત છે. 

— Dr Dev D (@neo_natal) June 13, 2019

VIDEO: ગોવાના બીચમાં યુવકને 4 કિમી સુધી ખેંચી ગઈ લહેરો, કોસ્ટગાર્ડે એરલીફ્ટ કરી બચાવ્યો
ડોક્ટર્સની સુરક્ષાની માંગ અને પશ્ચિમ બંગાળની ઘટનાના વિરોધમાં ડોક્ટર્સનું પ્રતિનિધિ મંડળે આજે સ્વાસ્થય મંત્રી ડૉ.હર્ષવર્ધન સાથે મુલાકાત યોજી છે. ડોક્ટર્સનાં પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત પહેલા સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને ડોક્ટર્સ સાથે સાંકેતીક હડતાળ કરીને દર્દીઓની સારવાર ચાલુ રાખવાની અપીલ કરીહ તી. તેમણે કહ્યું કે, તમામ ડોક્ટર્સને આશ્વસ્ત કરવા માંગું છું કે સરકાર તેમની સુરક્ષા મુદ્દે ગંભીર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news