અમદાવાદ રથયાત્રા 2019: જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રાના સંભારણા, જુઓ Photos
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે 142મી રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પર્વનો એક અનેરું મહત્વ છે.
Trending Photos
અમિત રાજપૂત, અમદાવાદ: દર વર્ષે અષાઢી બીજનાં દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથયાત્રા હવે ગુજરાત અને દેશ માટે અનોખી કોમી એકતા, પ્રેમ, આસ્થા અને સામજિક સમરસતાનો સંદેશ પૂરો પાડનારી બની ગઈ છે. વર્ષોથી નીકળનારી રથયાત્રાની યાદો આજે પણ દરેક નાગરિકનાં હૃદયમાં અંકબંધ છે. ઝી 24 કલાકનાં માધ્યમથી આજે અમે આપને રથયાત્રાની તમામ યાદો અને રંગો આપને અમે અહી જણાવી રહ્યા છીએ. શું છે રથયાત્રાનાં રંગો...
અષાઢ મહિના બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે 142મી રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પર્વનો એક અનેરું મહત્વ છે. વર્ષમાં એક વાર બહેન સુભદ્રાજી ભાઈ બળભદ્રજી અને જગતનો નાથ જગન્નાથજી શ્રદ્ધાધાળુઓને દર્શન આપવા મંદિરની બહાર નીકળીને અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળે છે.
ગુજરાત અને ગુજરાત બહારથી લોકો રથયાત્રા દરમિયાન જગન્નાથજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે. આવી તમામ યાદો આપને રથયાત્રાથી જોડાયેલી આજે દરેક શ્રદ્ધાળુઓનાં મનમાં અમીટ છાપ ધરાવે છે. ઝી 24 કલાકનાં માધ્યમથી અમે આપને રથયાત્રાની યાદો તાજા કરાવવા જઈ રહ્યા છીએ. રથયાત્રાનાં ગેટથી લઈને રથયાત્રાનાં રંગો અને યાદોને જણાવી રહ્યા છીએ.
1. જગન્નાથ મંદિરનો ગેટ
બ્લેક એન્ડ વાઈટ ચિત્રમાં દેખાતો આ ગેટ ભગવાન જગન્નાથ મંદિરનો ગેટ છે, જુના ગેટમાં ઘડિયાળનો ટાવર પણ હતો અને નવા રૂપરંગમાં કલર ચિત્રમાં દેખાતો આ નવો ગેટ છે. -કલ્પિત ભચેચ (વરિષ્ઠ ફોટો જર્નાલીસ્ટ)
2. બુલેટ પ્રૂફ રથ
વર્ષ `1993માં કોમી રમખાણો તેની ચરમસીમા પર હતા અને તે દરમિયાન પ્રથમ વખત ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર બુલેટ પ્રૂફ બનાવીને રથયાત્રા નીકળી હતી. -કલ્પિત ભચેચ (વરિષ્ઠ ફોટો જર્નાલીસ્ટ)
3. રથયાત્રા માટે મંજુરી નહી
વર્ષ 1985માં સરકાર દ્વારા રાજ્યની પરિસ્થિતિને જોઈને રથયાત્રા માટે મંજુરી આપવામાં આવી ન હતી અને ભગવાનનાં ભક્તોએ ત્યારે વગર મંજુરીએ શાનથી ભગવાનની રથયાત્રા કાઢી હતી. -કલ્પિત ભચેચ (વરિષ્ઠ ફોટો જર્નાલીસ્ટ)
4. રથયાત્રા અને સરહદ કે ગાંધી
વર્ષ 1969માં કોમી રમખાણો ખુબ ફાટી નીકળ્યા હતા અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે તેના માટે સ્વયમ સરહદ કે ગાંધી એટલે અબ્દુલ ગફ્ફાર ખાન અમદાવાદ આવ્યા હતા અને તેમણે તત્કાલીન જગન્નાથજી મંદિરનાં મહંત સેવાદાસજી સાથે મુલાકાત કરીને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે તેવી પ્રાર્થના કરી હતી. -કલ્પિત ભચેચ (વરિષ્ઠ ફોટો જર્નાલીસ્ટ)
5. રથયાત્રા અને બગ્ગીમાં મહંતની સવારી
વર્ષ 1955નાં દાયકામાં રથયાત્રા દરમિયાન મંદિરનાં મહંતની પણ શાહી સવારી નીકળતી હતી અને મંદિરનાં મહંત 8 અશ્વોની બગ્ગીમાં સવાર થઈને રથયાત્રામાં નીકળતા હતા. હવે ખુલ્લી જીપમાં મંદિરનાં મહંત નીકળે છે. -કલ્પિત ભચેચ (વરિષ્ઠ ફોટો જર્નાલીસ્ટ)
6. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રથયાત્રા
રથયાત્રામાં સહુથી વધુ પહિન્દ વિધિ કરવાનો રેકોર્ડ પણ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નામે જ જોડાયેલો છે. મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી દર વર્ષે જગન્નાથ મંદીરમાં પહિન્દ વિધિ કરવા ગયા હતા અને જયારે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હતા. ત્યારે તેમની તમામ પહિન્દ વિધિની અને રથયાત્રાની યાદો મંદિર ટ્રસ્ટ દ્વારા આલ્બમનાં સ્વરૂપમાં ભેટમાં આપવામાં આવી હતી. -કલ્પિત ભચેચ (વરિષ્ઠ ફોટો જર્નાલીસ્ટ)
7. રથયાત્રા અને શ્રદ્ધાળુઓ
જ્યારથી રથયાત્રા નીકળવાની અમદાવાદમાં શરૂઆતથી છે. ત્યારથી ભગવાનનાં દર્શનનો લ્હાવો લેવા માટે કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા આવ્યા છે. બ્લેક એન્ડ વાઈટ ચિત્રથી લઈને કલર ચિત્રો સાબિતી આપે છે કે, કોઈ પણ પરિસ્થિતિ હોય, સમય અને કોઈ પણ માહોલ હોય પણ ભગવાનની રથયાત્રા શાનથી નીકળે છે અને કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. -કલ્પિત ભચેચ (વરિષ્ઠ ફોટો જર્નાલીસ્ટ)
8. રથયાત્રા અને કોમી એકતાનો સંદેશ
ભૂતકાળનાં રથયાત્રા નીકળે ત્યારે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળતી હતી. જોકે વર્ષ 1985થી મુસ્લિમ સમાજ અને તાજીયા કમિટી દ્વારા રથયાત્રા અને મહંતનું સ્વાગત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજ અને તાજીયા કમિટી જગન્નાથ મંદિરનાં મહંતને ચાંદીનો રથ આપી સ્વાગત કરવાનો ચીલો પડ્યો અને રથયાત્રા બની કોમી એકતા, એખલાસ અને સંગઠન નો રંગ.... -કલ્પિત ભચેચ (વરિષ્ઠ ફોટો જર્નાલીસ્ટ)
142મી રથયાત્રા નીકળવાના પૂર્વે રાજ્યનાં તમામ નાગરીકો પોતાનાથી જોડાયેલી યાદોને તાજી કરે અને ફરીથી અષાઢી બીજનાં દિવસે ભગવાનની શાહી સવારીનો હિસ્સો બનીને દેશભરમાં કોમી એકતા, એખલાસ અને સંઘટનનો સંદેશ પૂરો પાડે. આવો ફરીથી પ્રેમ, ભાઈચારા સાથે મળીને ઉજવીએ રથયાત્રાનાં મહાપર્વને.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે