વરસાદ પાણી ફેરવશે ભારત અને પાકિસ્તાનની મેચ પર? સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #ShameOnICC

શ્રીલંકાની પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની બંને મેચો વરસાદનો ભોગ બની હતી. આ સિવાય ગુરુવારની ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં વરસાદને કારણે અવરોધ ઉભો થયો હતો.

વરસાદ પાણી ફેરવશે ભારત અને પાકિસ્તાનની મેચ પર? સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #ShameOnICC

નવી દિલ્હી : આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં અત્યાર સુધી થયેલી મેચોમાંથી ચાર મેચ વરસાદનો ભોગ બની ગઈ છે. ગુરુવારે નોટિંઘમમાં નિર્ધારીત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મહત્વની મેચ પણ વરસાદને કારણે અવરોધાઈ હતી. હવે ટીમ ઇન્ડિયાના ચાહકોને 16 જૂનના દિવસે યોજાનારી ભારત અને પાકિસ્તાનની મેચમાં પણ વરસાદનો ડર સતાવી રહ્યો છે. વરસાદને કારણે નિરાશ ચાહકો સોશિયલ મીડિયામાં આઇસીસી પર નિશાન સાધી રહ્યા છે. ટ્વિટર પર #ShameOnICC ટોપ ટ્રેન્ડમાં છે. 

— Vaibhav. (@VaibhavGogo) June 14, 2019

વરસાદના કારણે મેચો ધોવાઈ રહી છે જેના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની નિંદા થઈ રહી છે. મેનચેસ્ટરમાં હાલ વરસાદ થઈ રહ્યો છે અને હવમાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રવિવારે સાંજે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. બ્રિટનની હવામાન વિભાગની વેબસાઈટ મુજબ મેનચેસ્ટરમાં શુક્રવાર અને શનિવારે વરસાદ થવાની સંભાવના છે. જોકે, રવિવારે સવારે સૂર્ય નીકળશે અને તડકો સારો હશે પણ સાંજે ફરી રોકાઈ-રોકાઈને વરસાદ થઈ શકે છે. હવામાનની આગાહી કરતી વેબસાઇટ એક્યુરેટવેધર મુજબ શુક્રવાર અને શનિવારે તડકો નીકળશે પણ વરસાદ થવાની આશંકા છે. એવામાં ભારત પાકિસ્તાનની મેચ પર અસર પડી શકે છે. એટલું જ નહીં, બની શકે કે મેચ 50-50 ઓવરની ના રમાય. જોકે, હવામાન ક્યારે પણ બદલાઈ શકે છે અને તેના અસર પડશે.

રિપોર્ટ અનુસાર, રવિવારે માનચેસ્ટરમાં સવારે 9 વાગે વરસાદ આવશે જેના લીધે ગ્રાઉન્ડ ભીનું થઇ જશે. આ પછી 11 વાગે પણ વરસાદ  આવવાની સંભાવના છે. જોકે 2 વાગે ફરી વરસાદ આવવાનું પૂર્વનુમાન છે. ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 6 મેચ રમાઇ ચૂકી છે અને તમામમાં ટીમ ઇન્ડિયાની જીત થઇ છે. પુલવામા હુમલા પછી બંને દેશો વચ્ચે રાજનીતિક તણાવને કારણે આ મેચના બહિષ્કારની પણ માંગ થઇ હતી. જોકે એ શક્ય થયું નહોતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news