જાણો સિંગલ યુઝ પ્લાસ્ટિક કઇ બલાનું છે નામ? સરકારને પણ કરવી પડી અપીલ
સ્વચ્છ ભારત અને હર ઘર જલ (દરેક ઘરે પાણી) જેવી યોજનાઓ બાદ હવે વડાપ્રધાન મોદીએ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગને ટાળવા માટેનું અભિયાન ચાલુ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 15 ઓગષ્ટે લાલકિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાં ભારતને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે તેની વિરુદ્ધ અભિયાન ચાલુ કર્યું હતું. જો કે સવાલ એ થાય કે સિંગલ યુઝ પ્લાસ્ટિક કઇ બલાનું નામ છે અને તેમાં કઇ કઇ પ્રોડક્ટનો સમાવેશ થાય છે? આવો જાણીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક શું છે જેના ત્રાસથી કંટાળીને સરકારે આ પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન ચલાવવું પડ્યું....
Trending Photos
નવી દિલ્હી : સ્વચ્છ ભારત અને હર ઘર જલ (દરેક ઘરે પાણી) જેવી યોજનાઓ બાદ હવે વડાપ્રધાન મોદીએ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગને ટાળવા માટેનું અભિયાન ચાલુ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 15 ઓગષ્ટે લાલકિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાં ભારતને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે તેની વિરુદ્ધ અભિયાન ચાલુ કર્યું હતું. જો કે સવાલ એ થાય કે સિંગલ યુઝ પ્લાસ્ટિક કઇ બલાનું નામ છે અને તેમાં કઇ કઇ પ્રોડક્ટનો સમાવેશ થાય છે? આવો જાણીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક શું છે જેના ત્રાસથી કંટાળીને સરકારે આ પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન ચલાવવું પડ્યું....
શું છે સિંગલ યુઝ પ્લાસ્ટિક?
સિંગલ યુઝ પ્લાસ્ટિક તેને કહે છે જેને આપણે એકવાર જ ઉપયોગ કરીએ છીએ. રોજિંદા જીવનના તમામ એવા પ્લાસ્ટિકનાં પ્રોડક્ટ છે જેનો એકવાર ઉપયોગ કરીને ફેંકી દઇએ છીએ. આવા પ્લાસ્ટિકને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. આ પ્લાસ્ટિકને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પણ કહેવામાં આવે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટની વાત કરીએ તો તેમાં પ્લાસ્ટિક બેગ(ઝભલા), પ્લાસ્ટીકની બોટલ, સ્ટ્રો, કપ, પ્લેટ, ફુડ પેકેજિંગમાં ઉપયોગ થનારુ પ્લાસ્ટિક, ગિફ્ટ રેપર્સ અને કોફીનાં ડિસ્પોઝેબલ કપનો સમાવેશ થાય છે.
ઇ કોમર્સ કંપનીઓ જ કુલ વપરાશનાં 40 ટકા વાપરે છે.
ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારી કંપનીઓમાં સૌથી ટોચે ઇ કોમર્સ કંપનીઓ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સસ્તી સ્માર્ટફોન કંપનીઓ સહિત ઇ કોમર્સ કંપનીઓ કસ્ટમર્સને પોતાની પ્રોડક્ટની ડિલીવરી કરતા સમયે તેમાં પ્લાસ્ટિક વધારે ઉફયોગ કરે છે. જો કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પહેલાથી જ પ્રયાસો ચાલુ કરી દીધા છે.
રેલવેએ કરી અનોખી પહેલ
વડાપ્રધાન મોદીની પહેલને જોતા રેલવે મંત્રાલયે 2 ઓક્ટોબરથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા સમગ્ર દેશના રાજમાર્ગોની આસપાસ રહેલા પ્લાસ્ટિકને એકત્ર કરવાનું અભિયાન ચલાવવામાં આવશે. આ સાથે જ તમામ મંત્રાલયોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લાગુ થઇ ચુક્યો છે. આ વાતની સંભાવના છે કે આગામી દિવસોમાં સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટની યાદી બહાર પાડવામાં આવી શકે છે. આ પ્રોડક્ટના ઉપયોગ પર પ્રતિબંધ અને દંડના પ્રાવધાન પણ હોઇ શકે છે.
સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે ટેંશન
પ્લાસ્ટિકના પ્રદૂષણની અસરથી કોઇ પણ દેશ બાકી નથી. જે પ્લાસ્ટિક ફેંકી દેવામાં આવે છે તે માટી અને પાણી બંન્નેને પ્રદુષીત કરે છે. આ કારણે જીવો ઉપરાંત માનવ શરીરને પણ નુકસાન પહોંચે છે. પ્લાસ્ટિક અનેક બિમારીઓનું કારણ પણ બની ચુક્યું છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વ આ મુદ્દે કડક રણનીતિ અપનાવી રહ્યું છે. યૂરોપિયન યુનિયન વર્ષ 2021 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આઇટમના ઉપયોગને સંપુર્ણ બંધ કરવાના લક્ષ્યાંક સાથે ચાલી રહ્યું છે. ચીનનાં કોમર્શિયલ હબ શંઘાઇએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર 2025 સુધીમાં સંપુર્ણ પ્રતિબંધનું લક્ષ્ય મુખ્યું છે.
દર વર્ષે અબજો ટન પ્લાસ્ટિકનો કચરો
દર વર્ષે 300 મિલિયન ટન પ્લાસ્ટિક પ્રોડયુસ થાય છે. તેમાંથી 150 મિલિયન ટન પ્લાસ્ટિક સિંગલ યુઝ હોય છે. એટલે કે આ પ્લાસ્ટિકને આપણે એકવાર જ ઉપયોગ કરીને ફેંકી દઇએ છીએ. સમગ્ર વિશ્વમાં 10થી 13 ટકા જ પ્લાસ્ટિક રિસાઇકલિંગ થઇ શકે છે.
પીવાના પાણી અને પેકેટ્સનો સરકાર પાસે પણ નથી ઉકેલ
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સરકાર આકરૂ વલણ અપનાવી રહી છે. જો કે કેટલાક સવાલો એવા છે જેના જવાબ સરકાર પાસે પણ નથી. જેમ કે પીવાના પાણીના પાઉચ, બોટલ, અને કેટલાક પેકેજિંગ ફુડ આઇટમ જેમાં પ્લાસ્ટિકનો જ ઉપયોગ થાય છે. જો આના પર પ્રતિબંધ લગાવવામાં આવે તો આ ઇન્ડસ્ટ્રીનું શું થશે. ભારતમાં પીવાના પાણીનો ઉદ્યોગ વાર્ષિક 16 હજાર કરોડ રૂપિયાનો છે. આંકડાની દ્રષ્ટીએ પેકેજિંગ વોટરમાં ભારત દેશ ટોપ 10માં આવે છે.
વિશ્વનું પાંચમા નંબરનું અને એશિયાનું બીજા નંબરનું ફુડ માર્કેટ
ભારતની પેકેજિંગ ફુડ માર્કેટ 34 મિલિયન ટન સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી માર્કેટ છે જ્યારે એશિયાની બીજી સૌથી મોટી ફુડ ઇન્ડસ્ટ્રી ધરાવે છે. જ્યારે 2020 સુધીમાં પેકેજ ફુડનું માર્કેટ વધીને 47 મિલિયન ટન થવાની આશંકા છે. તેવામાં આ ફુડ ઇન્ડસ્ટ્રી પર તલવાર તોળાઇ રહી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી વોટર ઇન્ડસ્ટ્રી અને ફુડ ઇન્ડસ્ટ્રીને આ પ્રતિબંધની માઠી અસર પડશે. જો કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવે તેવી સ્થિતીમાં તેનો વિકલ્પ શું હશે તે એક અનિર્ણિત સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે