ટ્રિપલ રિયર કેમેરાની સાથે સેમસંગ Galaxy A50-A30s લોન્ચ, જાણો કિંમત

સેમસંગે Galaxy A50s અને Galaxy A30sને ભારતમાં લોન્ચ કરી દીધા છે. જાણો આ બંન્ને સ્માર્ટફોનમાં શું છે ખાસ. 

ટ્રિપલ રિયર કેમેરાની સાથે સેમસંગ Galaxy A50-A30s લોન્ચ, જાણો કિંમત

નવી દિલ્હીઃ સેમસંગે ભારતમાં પોતાના બે સ્માર્ટફોન Galaxy A50s અને Galaxy A30s લોન્ચ કરી દીધા છે. સેમસંગના આ બે નવા એન્ડ્રોઇડ ફોન Galaxy A50 અને Galaxy A30નું અપગ્રેડેડ વર્ઝન છે, તેને આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. નવા મોડલ્સમાં નવી ડિઝાઇન, અપગ્રેડેડ ટ્રિપલ કેમેરા સિસ્ટમ અને ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. 

સેમસંગ Galaxy A50s ગ્રાહકો માટે 4GB અને 6GB રેમના વિકલ્પમાં ઉપલબ્ધ હશે, તો Galaxy A30s માત્ર 4GB મોડલમાં મળશે. A50s ના  6GB/128GB મોડલની કિંમત 24,999 રૂપિયા અને 4GB/128GB મોડલની કિંમત 22,999 રૂપિયા રાખવામાં આવી છે. તો A30s ના 4GB/64GBની કિંમત 16999 રૂપિયા રાખવામાં આવી છે. આ બંન્ને ડિવાઇઝના સેલની શરૂઆત 11 સપ્ટેમ્બરથી થશે. ઓફરની વાત કરીએ તો જિયો ગ્રાહકોને 198 રૂપિયા અને 299 રૂપિયાના રિચાર્ઝ પર ડબલ ડેટાનો લાભ મળશે. તો એરટેલ યૂઝરોને ડબલ ડેટાનો લાભ 249 રૂપિયા અને 349 રૂપિયાના પ્લાનમાં મળશે. 

Samsung Galaxy A30sના ફીચર
Galaxy A30sમા 6.4-ઇંચ HD+ સુપર AMOLED ઇનફિનિટી-V ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. તેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજની સાથે ઓક્ટો-કોર Exynos 7904 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની ઇન્ટરનલ મેમરી કાર્ડની મદદથી 512 જીબી સુધી વધારી શકાય છે. 

ફોટોગ્રાફી માટે અહીં રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. અહીં 25 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગાપિક્સલ ડેફ્થ સેન્સર અને 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે. તેની બેટરી  4,000mAhની છે, સાથે અહીં 15W ફાસ્ટ ચાર્જિંગનું સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. ગ્રાહક તેને પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ વાઇડ અને પ્રિઝ્મ ક્રશ વાયલેટ કલર વિકલ્પમાં ખરીદી શકશે. 

Samsung Galaxy A50sના ફીચર
આ સ્માર્ટફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે 6.4 ઇંચ FHD+ (1080x2340) સુપર AMOLED ઇનફિનિટી-U ડિસ્પ્લે આપવામાં આવી છે. Galaxy A50sમા 6GB સુધી રેમ અને 128GB સ્ટોરેજની સાથે Exynos 9610 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે તેમાં માઇક્રોએસડી કાર્ડનો સપોર્ટ પણ ગ્રાહકોને મળશે. 

ફોટોગ્રાફી સેક્શનની વાત કરીએ તો Galaxy A50sના રિયરમાં પણ ટ્રિપલ કેમેરા સેટઅપમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા અને 5 મેગાપિક્સલ ડેફ્થ સેન્સર આપવામાં આવ્યું છે.તેની બેટરી  4,000mAhની છે, સાથે અહીં 15W ફાસ્ટ ચાર્જિંગનું સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news