બાબરી કેસઃ સુનાવણી કરતા જજનો કાર્યકાળ વધારાયો, કલ્યાણ સિંહ અંગે માગ્યો રિપોર્ટ

બાબરી વિધ્વંસ કેસની સુનાવણી કરી રહેલા CBIના ન્યાયાધિશ એસ.કે.યાદવનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. અયોધ્યા પ્રકરણમાં સીબીઆઈના સ્પેશિયલ જજે કલ્યાણ સિંહ અંગે પણ રિપોર્ટ માગ્યો છે. 
 

બાબરી કેસઃ સુનાવણી કરતા જજનો કાર્યકાળ વધારાયો, કલ્યાણ સિંહ અંગે માગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ બાબરી વિધ્વંસ કેસની સુનાવણી કરી રહેલા CBIના ન્યાયાધિશ એસ.કે.યાદવનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. આ કેસમાં એપ્રિલ, 2020 સુધીમાં સુનાવણી પુરી કરી દેવાની છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈના વિસેષ જજ એસ.કે. યાદવને એપ્રિલ, 2020 સુધીમાં સુનાવણી પુરી કરવાનો આદેશ આપ્યો હતો. 

બાબરી વિધ્વંસ કેસમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, મહંત નૃત્યગોપાલ દાસ સહિત અનેક પર આરોપો લાગેલા છે અને હાલ તેઓ જામીન પર છુટેલા છે. 

કલ્યાણસિંહ અંગે માગ્યો રિપોર્ટ
અયોધ્યા પ્રકરણમાં સીબીઆઈના સ્પેશિયલ જજે કલ્યાણ સિંહ અંગે પણ રિપોર્ટ માગ્યો છે. સીબીઆઈની અરજી પર બુધવારે આ કેસની સુનાવણી યોજાઈ હતી. આજે કોર્ટે સીબીઆઈ પાસે કલ્યાણ સિંહના રાજ્યપાલ પદના કાર્યકાળ અંગેનો રિપોર્ટ માગ્યો છે. કોર્ટને સીબીઆઈએ જણાવ્યું કે, ભાજપના નેતા કલ્યાણ સિંહ અત્યારે રાજસ્થાનના રાજ્યપાલ નથી, આથી તેઓ આ અંગે રિપોર્ટ આપે. 

કલ્યાસિંહે જવાબ આપવા તૈયારી દર્શાવી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહે આ અંગે જણાવ્યું કે, સીબીઆઈ જ્યારે પણ પુછપરછ માટે બોલાવશે તેઓ હાજર થઈ જશે. તેમણે કહ્યું કે, "લોકો એમ કહેતા હતા કે આ એક કાવતરું છે, હકીકતમાં એવું નથી. બચાવી શક્યા નહીં તેના કારણે કેસ ચાલી રહ્યો છે. કોઈ જાણતું ન હતું, ઈન્ટેલિજન્સને પણ ખબર ન હતી, કેન્દ્રને પણ ખબર ન હતી અને વિસ્ફોટ થઈ ગયો હતો."

બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈએ કોર્ટમાં અરજી દાખલ કરીને 87 વર્ષના ભાજપના નેતાને હાજર કરવા માટે અપીલ કરી છે. વાત એમ હતી કે કલ્યાણ સિંહ રાજસ્થાનના રાજ્યપાલ હતા અને તે એક બંધારણિય પદ છે. જેના કારણે સીબીઆઈ તેમના સામે અરજી કરી શકી નહતી. રાજ્યપાલ પદ પરથી નિવૃત્ત થયા પછી સોમવારે કલ્યાણ સિંહ ફરીથી ભાજપમાં જોડાયા હતા.

સીબીઆઈએ અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે, 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસના સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા કલ્યાણ સિંહને કેસનો સામનો કરવા માટે આરોપી તરીકે બોલાવી શકાય નહીં, કેમ કે બંધારણની કલમ-361 અંતર્ગત રાજ્યપાલોને બંધારણિય છૂટ મળેલી છે. આ કલમ અંતર્ગત રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને તેમના કાર્યકાળ દરમિયાન અપરાધઇક અને દીવાની બાબતોમાં કોર્ટમાં હાજર થવામાં છૂટ આપવામાં આવેલી છે. કોર્ટ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને સમન્સ ફટકારી શકે નહીં. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news