રુદ્રાક્ષ પહેરતા પહેલા તેના ‘મુખ’ વિશે જરૂર જાણી લેવું, નહિ તો કોઈ ફાયદો નહિ થાય
Trending Photos
નવી દિલ્હી :હિન્દુ સંસ્કૃતિમાં રુદ્રાક્ષનું બહુ જ મહત્વ હોય છે. જેને કારણ હિન્દુઓમાં રુદ્રાક્ષ પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે, રુદ્રાક્ષની ઉત્તપત્તિ સ્વંય ભગવાન શંકરની આંખોમાંથી નીકળેલા આસુથી થઈ છે. જેને કારણે જે પણ તેને ધારણ કરે છે તેના તમામ કષ્ટ અને દુખ દૂર થાય છે. રુદ્રાક્ષ વિશે એક કથા પણ પ્રચલિત છે, જેમાં કહેવામાં આવે છે કે એકવાર ભગવાન શિવે દુનિયાના કલ્યાણ માટે સેંકડો વર્ષો સુધી તપ કર્યું હતું. ત્યારે તેઓ અચાનક બહુ જ દુખી થઈ ગયા હતા, અને આવામાં જ્યારે તેમણે આંખો ખોલી તો તેમની આંખમાંથી આસું નીકળી પડ્યા હતા, જેનાથી રુદ્રાક્ષનું વૃક્ષ બન્યું હતું.
હિન્દુ સંસ્કૃતિમાં રુદ્રાક્ષનું બહુ જ મહત્વ છે. તમને જણાવી દઈએ કે, રુદ્રાક્ષ અનેક પ્રકારના હોય છે. જેમાં દરેક પ્રકારના રુદ્રાક્ષનું અલગ અલગ મહત્વ હોય છે. શિવ પુરાણમાં રુદ્રાક્ષના 14 પ્રકાર બતાવવામાં આવ્યા છે. જેમાં એક મુખી રુદ્રાક્ષથી લઈને 14 મુખી રુદ્રાક્ષ સુધી અલગ અલગ હોય છે. તો આજે તેના મહત્વ વિશે પણ જાણી લો.
એક મુખી રુદ્રાક્ષ
ગ્રંથોમાં એક મુખી રુદ્રાક્ષને સ્વંય ભગવાન સ્વરૂપનુ રૂપ માનવામાં આવ્યું છે. એવુ કહેવાય છે કે, જેની પાસે એક મુખી રુદ્રાક્ષ હોય છે, તે બહુ જ નસીબદાર હોય છે. એક મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના તમાન દુખો દૂર થાય છે અને ભગવાન શિવ સદા તેમની રક્ષા કરે છે.
બે મુખી રુદ્રાક્ષ
બે મુખી રુદ્રાક્ષને ભગવાન શિવ અને પાર્વતીના એકરૂપ અવતાર માનવામાં આવે છે.
ત્રણ મુખી રુદ્રાક્ષ
ત્રણ મુખી રુદ્રાક્ષ પહેરવાથી સ્ત્રી હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે.
ચાર મુખી રુદ્રાક્ષ
ચાર મુખી રુદ્રાક્ષ પહેરવાથી નર હત્યામાંથી મુક્તિ મળે છે.
પાંચ મુખી રુદ્રાક્ષ
પાંચ મુખી રુદ્રાક્ષને લઈને માન્યતા છે કે, તેને પહેરવાથી અપરાધમાંથી મુક્તિ મળે છે.
છ મુખી રુદ્રાક્ષ
આ રુદ્રાક્ષને સાક્ષાત કાર્તિકેયનુ રૂપ માનવામાં આવે છે.
સાત મુખી રુદ્રાક્ષ
આ પ્રકારના રુદ્રાક્ષને પહેરવાથી ચોરીનો કોઈ ડર રહેતો નથી, તેનાથી મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
આઠ મુખી રુદ્રાક્ષ
શાસ્ત્રોમાં આઠ મુખી રુદ્રાક્ષને ભગવાન ગણેશનું રૂપ માનવામાં આવે છે.
નવ મુખી રુદ્રાક્ષ
નવ મુખી રુદ્રાક્ષને જમણા હાથમાં બાંધવાથી ગર્ભહત્યાના પાપમાંથી મુક્તિ મળી છે.
દસ મુખી રુદ્રાક્ષ
આ પ્રકારના રુદ્રાક્ષને ભગવાન વિષ્ણુનુ રૂપ માનવામાં આવે છે, તેને પહેરવાથી તમામ પ્રકારના ડરથી મુક્તિ મળે છે.
અગિયાર મુખી રુદ્રાક્ષ
આ રુદ્રાક્ષને ભગવાન શિવનો જ અવતાર માનવામાં આવે છે.
બાર મુખી રુદ્રાક્ષ
આ રુદ્રાક્ષને ધારણ કરવાથી અશ્વમેધ યજ્ઞના સમાન ફળની પ્રાપ્તિ થાય છે.
તેર મુખી રુદ્રાક્ષ
તેને ધારણ કરવાથઈ સમસ્ત ભોગની પ્રાપ્તિ થાય છે.
ચૌદ મુખી રુદ્રાક્ષ
તેને ધારણ કરવાથી લોભ, મોહમાયામાંથી મુક્તિ મળે છે.
ઉલ્લેખનીય છે કે, રુદ્રાક્ષમાં અસલી અને નકલીની ઓળખ કરવા માટે તમે તેને પાણીમાં નાંખીને ચેક કરી શકો છો. જો તે પાણીમાં ડુબી જાય તો તે અસલી રુદ્રાક્ષ છે અને જો પાણીમાં તરતો રહી ગયો તો તે નકલી છે. જોકે, વેપારીઓ હવે લાકડાના મદદથી એવા રુદ્રાક્ષ પણ બનાવે છે, જે નકલી હોવા છતા પણ પાણીમાં ડુબી જાય છે. જેને કારણે અસલી નકલી રુદ્રાક્ષને ઓળખવું બહુ જ મુશ્કેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે