PHOTO : બોની કપૂરની આ તસવીર જોઈને ફુલીને ફાળકો થઈ ગઈ જાન્હવી કપૂર કારણ કે...

જાન્હવીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેયર કરી છે જેમાં તે સુટબુટમાં દેખાઈ રહ્યો છે.

PHOTO : બોની કપૂરની આ તસવીર જોઈને ફુલીને ફાળકો થઈ ગઈ જાન્હવી કપૂર કારણ કે...

નવી દિલ્હી : ફિલ્મમેકર બોની કપૂરે પોતાનું 12 કિલો વજન ઘટાડ્યું છે અને હવે તે સ્લિમ અને ટ્રીમ થઈ ગયો છે. બોનીના આ મેકઓવરથી તેની દીકરી જાન્હવી બહુ ખુશ છે. હાલમાં જાન્હવીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેયર કરી છે જેમાં બોનીએ સુટ પહેર્યો છે. આ તસવીરમાં કેપ્શનમાં જાન્હવીએ લખ્યું છે કે પાપાએ 12 કિલો વજન  ઘટાડી લીધું છે અને હવે તેઓ સ્લિમ, ટ્રીમ અને હેલ્ધી થઈ ગયા છે. મને તેમના પર ગર્વ છે. 

બોની કપૂર ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના મૃત્યુ પછી બોની કપૂરના ચારેય બાળકો એકબીજાની નજીક આવી ગયા છે. હાલમાં બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂરના બાળકો અર્જુન અને અંશુલા એક ઘરમાં રહે છે અને બીજી પત્ની શ્રીદેવીના બાળકો જાન્હવી અને ખુશી બીજા ઘરમાં. જોકે શ્રીદેવીના અવસાન પછી આ ચારેય એકબીજાના ઘરે જોવા મળે છે. હવે માહિતી મળી છે કે બોની કપૂર પોતાના ચારેય બાળકો સાથે એક જ ઘરમાં રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 

જ્હાન્વી કપૂરે કરણ જૌહર અને ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ધડકથી પોતાના બોલિવુડ કરિયરની શરૂઆત કરી હતી. જ્હાન્વી હાલ તો પોતાની ડેબ્યુ ફિલ્મની સક્સેસની મજા લઈ રહી છે, ત્યાં તો તેને કરણ જોહરની બીજી મોટી ફિલ્મ ‘તખ્ત’માં રોલ મળી ગયો છે. લાગે છે કે, કરણ જૌહરને બોની કપૂર અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની આ દીકરી વધુ પસંદ આવી ગઈ છે. આ જ કારણ છે કે, હવે જ્હાન્વી કપૂર જલ્દી જ ધર્મા પ્રોડક્શનની વધુ એક ફિલ્મનો હિસ્સો બની ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news