કિરણ રિજિજૂએ રાહુલ ગાંધી પર લગાવ્યો સેનાના અપમાનનો આરોપ, કહ્યું- તવાંગ ક્ષેત્ર સંપૂર્ણ રીતે સુરક્ષિત

અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો સાથે ઘર્ષણમાં ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ દમદાર રીતે ચીની સૈનિકોને જવાબ આપ્યો હતો. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂએ તવાંગમાં યાંગ્ત્સે ક્ષેત્રનો પ્રવાસ કર્યો.

કિરણ રિજિજૂએ રાહુલ ગાંધી પર લગાવ્યો સેનાના અપમાનનો આરોપ, કહ્યું- તવાંગ ક્ષેત્ર સંપૂર્ણ રીતે સુરક્ષિત

નવી દિલ્હીઃ કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યુ કે, રાહુલ ગાંધી ન માત્ર ભારતીય સેનાનું અપમાન કરી રહ્યાં છે, પરંતુ દેશની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ભારત સરકાર સુતી છે અને ખતરાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. 

તવાંગમાં સૈનિકો વચ્ચે પહોંચ્યા રિજિજૂ
આ સાથે કેન્દ્રીય મંત્રી રિજિજૂએ તવાંગમાં યાંગ્ત્સે ક્ષેત્રનો પ્રવાસ કર્યો, જ્યાં ચીની અને ભારતીય સૈનિકોનું ઘર્ષણ થયું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અરૂણાચલના તવાંગમાં યાંગ્ત્સે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અરૂણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ચીની સૈનિક અને ભારતીય સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ચીને પછળાટ ખાવી પડી હતી. ભારતીય સેનાએ ચીની સેનાને વળતો જવાબ આપ્યો હતો. 

— Kiren Rijiju (@KirenRijiju) December 17, 2022

રાહુલ પર લગાવ્યો સેનાનું અપમાન કરવાનો આરોપ
રિજિજૂએ કહ્યુ- રાહુલ ગાંધી ન માત્ર ભારતીય સેનાનું અપમાન કરી રહ્યાં છે, પરંતુ દેશની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. તે ન માત્ર કોંગ્રેસ પાર્ટી માટે એક સમસ્યા છે, પરંતુ દેશ માટે એક મોટી અકળામણ બની ગયા છે. આ સાથે તેમણે ટ્વીટ કર્યું- ભારતીય સેનાના બહાદુર જવાનોની પર્યાપ્ત તૈનાતીને કારણે અરૂણાચલ પ્રદેશના તવાંગમાં યાંગ્ત્સે ક્ષેત્ર હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. 

તવાંગના યાંગ્ત્સે વિસ્તારમાં આવેલા છે ઘણા પવિત્ર ઝરણા
કિરણ રિજિજૂએ કહ્યુ કે યાંગ્ત્સેની નીચે સ્થિત એક અદ્ભુત નજારો છે. તેને ચુમી ગ્યાત્સેના નામથી ઓળખવામાં આવે છે, જ્યાં 108 પવિત્ર પાણીના ઝરણા છે, જે ઉંચા પહાડો વચ્ચેથી નિકળે છે. તેમણે કહ્યું કે, તેને ગુરૂ પદ્મસંભવના આશીર્વાદ માનવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news