Donald Trump: નવી મુશ્કેલીમાં ફસાયા ડોનાલ્ડ ટ્રમ્પ, હવે આ મામલામાં કેસ ચલાવવાની તૈયારી
US News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધવાની છે. એક વાર ફરી ટ્રમ્પ પોતાના પ્રેસિડેન્શિયલ કેમ્પેનની તૈયારીમાં લાગ્યા છે, તો બીજીતરફ તેમની વિરુદ્ધ એક સરકારી તપાસ પેનલ ક્રિમિનલ કેસમાં મામલો ચલાવવાની તૈયારી કરી રહી છે.
Trending Photos
વોશિંગટનઃ Donald Trump new legal challenges: અમેરિકી સંસદમાં પાછલા વર્ષે 6 જાન્યુઆરીએ થયેલી ઘટનાને લઈને બનાવવામાં આવેલી તપાસ પેનલ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિરુદ્ધ નવો ક્રિમિનલ કેસ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. તપાસ પેનલ ત્રણ આરોપો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સરકારી પેનલ આગામી સોમવાર સુધી જાહેર રીતે આમ કરવાની ભલામણ કરી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આરોપ
ન્યૂઝ એજન્સી 'એસોસિએટેડ પ્રેસ' પ્રમાણે સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલા વિદ્રોહને લઈને તપાસ પેનલ ક્રિમિનલ મામલામાં કેસ દાખલ કરવાની ભલામણ પર વિચાર કરી રહી છે. આ મામલા સાથે જોડાયેલા એક અધિકારી પ્રમાણે કમિટી કુલ ત્રણ નવા આરોપો પર વિચાર કરી રહી છે. સરકારી તપાસ કમિટીનો વિચાર વિમર્શ શુક્રવારે મોડી રાત સુધી ચાલ્યો હતો. પરંતુ આ વિશે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સમિતિ ક્યા વિશિષ્ટ આરોપોને આધાર બનાવી ન્યાય વિભાગને પાસે મોકલશે, તે હજુ સ્પષ્ટ થયું નથી. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આરોપોમાં વિદ્રોહ, સત્તાવાર કાર્યવાહીમાં વિઘ્ન અને સંઘીય સરકાર દગો આપવાનું ષડયંત્ર સામેલ છે.
17 મહિનાથી ભેગા કરવામાં આવી રહ્યાં છે પૂરાવા
કમિટીના ઉપાધ્યક્ષ લિજ ચેનીની અધ્યક્ષતામાં 9 સભ્યોની પેનલ સતત ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા મામલામાં પૂરાવા ભેગી કરી રહી છે. હવે સોમવારે આ કમિટી દ્વારા રેફર કર્યા બાદ તે ફેડરલ પ્રોસિક્યુટર્સ પર નિર્ભર કરશે કે તે ટ્રમ્પ વિરુદ્ધ નવો કોર્ટ કેસ ચલાવવા માટે કોઈ રેફરલનું અનુસરણ કરે કે નહીં. પરંતુ સમિતિની ભલામણો ન્યાય વિભાગ પર આમ કરવા માટે રાજકીય દબાવ વધારી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે