કરતારપુર સાહિબનો કિસ્સોઃ ગુરૂનાનક દેવ અને રાવી નદીનો તટ, 70 વર્ષથી ચાલે છે માગણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે અને પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા જનારા શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને રવાના કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ શિખ સમુદાયની લાંબા સમયથી ચાલી આવી રહેલી માગણીને પુરી કરતા પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આવેલા 'કરતારપુર સાહિબ ગુરુદ્વારા' હવે બે સપ્તાહના અંદર ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. પાકિસ્તાનના પંજાબ રાજ્યના નરોવાલ જિલ્લામાં આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા ડેરા બાબા નાનકની સરહદથી માત્ર 4.5 કિમીના અંતરે છે. સવાલ એ ઊભો થાય છે કે, આ પવિત્ર સ્થળ આટલું મહત્વપૂર્ણ શા માટે છે?
1. તેનું સાચું નામ ગુરુદ્વારા સાબિબ છે. એવી માન્યતા છે કે શિખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનાક દેવજીએ પોતાનો અંતિમ સમય અહીં જ પસાર કર્યો હતો.
2. રાવી નદીના કિનારે આ ગુરુદ્વારાનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું, કેમ કે ગુરુ નાનક દેવજી પોતાના ધાર્મિક પ્રચારના કામ માટે અહીં આવીને વસ્યા હતા અને 1539માં પોતાના નિધન સુધીના 18 વર્ષ તેમણે અહીં જ પસાર કર્યા હતા.
3. શિખ સમુદાયની સંસ્થા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિની આધિકારીક વેબસાઈટ લખેલી એક પોસ્ટ અનુસાર, જીવનભર યાત્રા અને જનમાનસ સુધી ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યા પછી ગુરુ નાનક દેવજી કરતારપુરમાં રાવી નદીના કિનારે પોતાના ખેતરોમાં વસી ગયા હતા.
4. અહીં ગુરુનાનક દેવજીએ એક તીર્થયાત્રીના પોશાકનો ત્યાગ કર્યો હતો અને ગૃહસ્થ જેવા વસ્ત્રો ધારણ કર્યા હતા. ત્યાર પછી તેઓ દિવસે ખેતીની સાથે-સાથે સવાર-સાંજ સર્વશક્તિમાન પરમાત્માની પ્રાર્થના અને ભજન-કિર્તનમાં સમર્પિત રહેતા હતા.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે અને પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા જનારા શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને રવાના કરશે. પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને તેમના મંત્રીમંડળના સભ્યો પણ સામેલ થવાના છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે