ગુજરાત બાદ હવે કર્ણાટક? શાળાના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવા અંગે ચર્ચાઓ બની શરૂ
સરકાર દ્વારા શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાના સમાવેશ અંગેના પ્રશ્નના જવાબમાં બોમ્મઈએ જણાવ્યું છે કે, "આ ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને અમારા મંત્રી કહે છે કે તેઓ તેની વિશે ચર્ચા કરશે." ચાલો જોઈએ કે શિક્ષણ વિભાગ કઈ વિગતો લઈને સામે આવે છે.
Trending Photos
કર્ણાટક: ગુજરાત સરકારે નવી શિક્ષણ નીતિ હેઠળ શાળાઓમાં હવે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવાનો નિર્ણય કર્યો છે, આ સિલસિલામાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ શનિવારે જણાવ્યું છે કે 'ભગવદ ગીતા' નૈતિક મૂલ્યો પ્રદાન કરે છે અને તેને શાળાના શિક્ષણના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય ચર્ચા બાદ લેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત ગુજરાતમાં ગુરુવારે જાહેરાત કરી હતી કે ભગવદ ગીતા શૈક્ષણિક વર્ષ 2022-23 થી રાજ્યમાં ધોરણ 6 થી 12 સુધીના શાળા અભ્યાસક્રમનો ભાગ હશે.
સીએમ બોમ્મઈએ જણાવી આ વાત
સરકાર દ્વારા શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાના સમાવેશ અંગેના પ્રશ્નના જવાબમાં બોમ્મઈએ જણાવ્યું છે કે, "આ ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને અમારા મંત્રી કહે છે કે તેઓ તેની વિશે ચર્ચા કરશે." ચાલો જોઈએ કે શિક્ષણ વિભાગ કઈ વિગતો લઈને સામે આવે છે.
કર્ણાટક સરકાર કરી રહી છે ચર્ચા
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે તેમનો ઈરાદો બાળકોની શિક્ષા અને નૈતિક મૂલ્ય આપવાનું છે. તેમણે ઉમેર્યું છે કે વઘુ વિગતનો ખુલાસો ચર્ચા બાદ જ કરવામાં આવી શકે છે.
કેન્દ્રીય મંત્રીએ કરી પ્રશંસા
તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર સ્કૂલોમાં ગીતા ભણાવવાના નિર્ણય પર કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ પણ પ્રશંસા કરીને જણાવ્યું છે કે, ભગવદ્દગીતા આપણને નૈતિકતાના પાઠ ભણાવે છે. આ આપણને સમાજની ભલાઈ પ્રતિ જવાબદાર રહેવાનું શીખવાડે છે. ઘણી નૈતિક કહાનીઓ છે જે આપણા વિદ્યાર્થીઓને પ્રેરિત કરી શકે છે. દરેક રાજ્ય સરકાર આ વિશે વિચારી શકે છે.
વિપક્ષની આવી પ્રતિક્રિયા
સરકારની તરફથી આવેલા આ નિવેદન પર રાજ્યમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું કહેવું છે કે ધાર્મિક પુસ્તકોનો અભ્યાસક્રમમાં સામેલ કરવું કોઈ ખોટું નથી. જોકે, તેમણે એવું પણ જણાવ્યું છે કે ભારત એક એવો દેશ છે, જ્યાં ઘણા ઘર્મોને મનાવનાર લોકો રહે છે. તેમણે એએનઆઈ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તમામ ધાર્મિક પુસ્તકો ધર્મનું શિક્ષણ આપે છે. તમે એમ ન કહી શકો કે માત્ર ભગવદ્ ગીતા જ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ શીખવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે