Caucasian Shepherd: શોખ બડી ચીજ હૈ! ડોગની સાઈઝ જોઈને જ ગભરાઈ જશો, આ ખાસિયતોને કારણે ચૂકવાય છે આટલા રૂપિયા
શોખ બડી ચીજ હે અને લોકો પોતાના શોખ પૂરા કરવા માટે કઈ પણ કરતા હોઈ છે. શોખ પૂરા કરવા જીવ રેડી દેતા હોઈ છે પછી એ શોખ પ્રાણીઓ રાખવા માટેનો કેમ ના હોઈ...તમે ઘણા પ્રકારના પેટ લવરને જોયા જ હશે....તેઓ તેમના પાલતુ પ્રાણીઓને તમામ પ્રકારની લક્ઝરી લાઈફ આપવાનો પ્રયાસ કરે છે...આજે આપને હુ બેંગલુરુના એક વ્યક્તિએ વિશે વાત કરીશ જેને આવી ખાસ જાતિનો શ્વાન ખરીદ્યો છે, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો...
Trending Photos
શોખ બડી ચીજ હે અને લોકો પોતાના શોખ પૂરા કરવા માટે કઈ પણ કરતા હોઈ છે. શોખ પૂરા કરવા જીવ રેડી દેતા હોઈ છે પછી એ શોખ પ્રાણીઓ રાખવા માટેનો કેમ ના હોઈ...તમે ઘણા પ્રકારના પેટ લવરને જોયા જ હશે....તેઓ તેમના પાલતુ પ્રાણીઓને તમામ પ્રકારની લક્ઝરી લાઈફ આપવાનો પ્રયાસ કરે છે...આજે આપને હુ બેંગલુરુના એક વ્યક્તિએ વિશે વાત કરીશ જેને આવી ખાસ જાતિનો શ્વાન ખરીદ્યો છે, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો...
બેંગલુરુના એક ડોગ બ્રીડરે થોડા દિવસો પહેલા એક દુર્લભ કોકેશિયન શેફર્ડ ડોગ ખરીદ્યો છે અને આ ડોગની કિંમત 20 કરોડ રૂપિયા છે. આપને આ જાણીને નવાઈ જરરૂ લાગશે કે 20 કરોડ રૂપિયા કોઈ શ્વાન પાછળ ખર્ચે ખરા ..તો આ વાત સાચી છે. આ વ્યક્તિનું નામ સતીશ છે. તે ડોગ બ્રીડર છે. તેણે જે ડોગ ખરીદ્યો છે તેના વિશે જાણવાની ઈચ્છા લોકોને છે.
ડોગની ખાસિયત
સતીશે હૈદરાબાદના એક બ્રીડર પાસેથી કોકેશિયન જાતિનો આ દુર્લભ બ્રીડનો ડોગ ખરીદ્યો છે. આ ડોગનુ નામ 'કેડબોમ હૈદર' છે અને આ ડોગની ઉંમર 1.5 વર્ષ છે. તેણે ત્રિવેન્દ્ર અને અન્ય ડોગ શોમાં પણ ભાગ લીધો હતો. આ ડોગની ખાસ વાત તો એ છે કે તેણે આ સ્પર્ધામાં ઘણા મેડલ પણ જીત્યા છે. ડોગના માલિકનુ કહેવુ છે કે આ ડોગ ' કદમાં ખૂબ જ મોટો છે. આ એક ખૂબ જ ફ્રેડલી ડોગ છે. તે ઘરમાં આરામથી રહે છે. સંપૂર્ણ વિકસિત કોકેશિયન શેફર્ડનું વજન 70 કિલોથી વધુ હોઈ શકે છે. તેની ઉંચાઈ લગભગ 30 ઈંચ હોઈ શકે છે. આ જાતિનું જીવન 10 થી 12 વર્ષ છે.
તમને આ ડોગની સાઈઝ જોઈને ડર લાગતો હશે પણ આપે ગભરાવાની બિલકુલ જરૂર નથી આ કોકેશિયન શેફર્ડને રક્ષક શ્વાન તરીકે ઓળખવામાં આવે..આ ડોગ સ્વભાવે એકદમ નીડર છે અને તે ધરના લોકો સાથે જલ્દીથી હળીમળી જાય છે...અને આ પ્રજાતિ જ્યોર્જિયા, આર્મેનિયા, અઝરબૈજાન, ઓસેશિયા, દાગેસ્તાન અને રશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે.
સતીશ મોંઘા અને દુર્લભ જાતિના શ્વાન ખરીદવા માટે જાણીતા છે. 2016 માં, તે કોરિયન મસ્ટિફ જાતિનો શ્વાન ધરાવનાર ભારતમાં પ્રથમ વ્યક્તિ બન્યો છે. આ ડોગની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેને આ ડોગ ચીનથી મળ્યા હતા. તે એરપોર્ટથી લક્ઝરી કારમાં ડોગને ઘરે લઈ આવ્યો હતા. ખાસ કરીને વિદેશમાં શિયાળાની ઋતુમાં ઘરની સુરક્ષા માટે આ જાતિના ડોગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડોગ પ્રાણીઓને વરુ અને કોયોટ્સ જેવા હિંસક પ્રાણીઓથી પણ રક્ષણ આપે છે....
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે