TMKOC: તારક મહેતા...શોના ચાહકો માટે આવ્યા છે આનંદના સમાચાર, તૈયાર રહો મોટા સરપ્રાઈઝ માટે!

Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા 15 વર્ષોથી ટીવીની દુનિયામાં પોતાની ધાક જમાવી ચૂકેલા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલદી અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.ગોકુલધામ સોસાયટીમાં જલદી પહેલાની જેમ સભ્યો વચ્ચે મસ્તી જોવા મળી શકે છે.

TMKOC: તારક મહેતા...શોના ચાહકો માટે આવ્યા છે આનંદના સમાચાર, તૈયાર રહો મોટા સરપ્રાઈઝ માટે!

Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા 15 વર્ષોથી ટીવીની દુનિયામાં પોતાની ધાક જમાવી ચૂકેલા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલદી અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે શોના નિર્માતા લોકોના આ મનપસંદ શોમાં એકવાર ફરીથી શોના તમામ ગાયબ પાત્રોને દર્શકો સામે રજૂ કરી શકે છે અને આ  દિશામાં મેકર્સની ટીમે ગંભીરતાથી કામ કરવાનું શરૂ કરી દીધુ છે. 

શોમાં ફેરફાર અંગે જાણકારી આપતા સૂત્રોએ જણાવ્યું કે શોના નિર્માતા હવે શોમાં ગૂમ થયેલા પાત્રોને બહુ જલદી શોમાં પાછા લાવવાના છે અને તેઓ આ દિશામાં બહુ ગંભીરતાથી કામ કરી રહ્યા છે. ગોકુલધામ સોસાયટીમાં જલદી પહેલાની જેમ સભ્યો વચ્ચે મસ્તી જોવા મળી શકે છે. આ સાથે જ એવી જાણકારી સામે આવી રહી છે કે નીલા ફિલ્મ્સ પોતાના દર્શકોને ચોંકાવવા માટે અનેક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક અને રીટા ઉર્ફે પ્રિયા આહૂજાના પતિ માલવ રાજડાએ તાજેતરમાં જ ખુબ જ પોઝિટિવ નોટ પર શોને અલવિદા કરી હતી. આ ઉપરાંત તારક મહેતાનું પાત્ર ભજવનારા શૈલેષ લોઢા, ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ, અને છેલ્લા કેટલાક વખતથી દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી પણ શોમાંથી ગાયબ છે. 

જુઓ લાઈવ ટીવી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી લાંબા સમયથી ચાલનારા સિટકોમમાંથી એક છે. જે વર્ષ 2008થી સતત પ્રસારિત થઈ રહ્યો છે. આ શોના અત્યાર સુધીમાં 3600થી વધુ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. પરંતુ શોની ટીઆરપીમાં કોઈ કમી આવી નહતી. એવું કહેવાતું હતું કે શોના દમદાર કલાકારોની વિદાયથી શોને અસર પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news