VIDEO: ભગવાનનો અનોખો 'ભક્ત', મૂંગુ પ્રાણી દર્શન માટે 18 દિવસમાં 480 કિમી ચાલ્યું
કેરળના સબરીમાલા મંદિર (Sabrimala Temple)માં મહિલાઓના પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક અનોખો મામલો સામે આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કેરળના સબરીમાલા મંદિર (Sabrimala Temple)માં મહિલાઓના પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક અનોખો મામલો સામે આવ્યો છે. હકીકતમાં ભગવાન અયપ્પાના દર્શન માટે જઈ રહેલા 13 લોકોના એક સમૂહમાં એક કૂતરો સતત 18 દિવસથી પગપાળા તેમની સાથેને સાથે જ જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ કર્ણાટકથી કેરળ સ્થિત સબરીમાલાના દર્શન માટે પગપાળા નીકળેલા 13 શ્રદ્ધાળુઓની આ ટોળી રવિવાર સુધીમાં 480 કિમીની મુસાફરી પૂરી કરી ચૂકી છે. આ કૂતરો પણ સતત તેમની સાથે જ ચાલી રહ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈએ તેનો વીડિયો પણ શેર કર્યો છે.
The lord Ayyappa devotees, undertaking the pilgrimage, say "We didn’t notice the dog at first. But as we continued, it kept showing up behind us every now & then. We offer it the food we prepare for ourselves. We perform #Sabarimala pilgrimage every yr but it's a new experience." https://t.co/g2fUbJ2l9p
— ANI (@ANI) November 18, 2019
અત્રે જણાવવાનું કે શ્રદ્ધાળુઓએ ગત 31 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશના તિરુમાલાથી યાત્રા શરૂ કરી હતી. 17 નવેમ્બરે તેઓ 480 કિમીની યાત્રા પૂરી કરીને ચિકમંગલુરુના કોટ્ટીગહરા સુધી પહોંચ્યા હતાં.
ભગવાન અયપ્પાના ભક્તોનું કહેવું છે કે યાત્રાની શરૂઆતથી જ આ કૂતરો અમારી સાથેને સાથે જ છે. પહેલા તો અમે તેના પર ધ્યાન ન આપ્યું પરંતુ ત્યારબાદ અમને ખબર પડી કે તે અમારી સાથે સાથે ચાલી રહ્યો છે. ત્યારબાદ અમે જે પણ ભોજન બનાવીએ તેને ખવડાવીએ છીએ. તે પણ અમારી જેમ જ ભગવાન અયપ્પાનો ભક્ત હોવાનું માલુમ પડે છે. તેમણે કહ્યું કે અમે દર વર્ષે સબરીમાલા યાત્રા પર જઈએ છીએ પરંતુ આવો આ પહેલો અનોખો મામલો જોવા મળ્યો છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે શનિવારે સાંજથી કેરળના ચર્ચિત સબરીમાલા મંદિરના કપાટ દર્શન માટે ખોલી નાખવામાં આવ્યાં છે. આ દરમિયાન મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને કેરળ સરકારનો યુ ટર્ન જોવા મળ્યો. કેરળ સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે જો દર્શન માટે મહિલાઓ આવશે તો સરકાર તેમને સુરક્ષા આપી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે