શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટાબાયા જીતતા પાકિસ્તાન ખુશખુશાલ, કહ્યું- ભારત હાર્યું

શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ગોટાબાયા રાજપક્ષેની જીત પર પાકિસ્તાનમાં ઉજવણી  થઈ રહી છે. મીડિયામાં પણ રાજપક્ષેની જીતને 'પાકિસ્તાન માટે ખુશી અને ભારત માટે આંચકો' કે 'પાકિસ્તાનમાં ખુશી અને ભારતમાં માતમ' તરીકે અહેવાલો પ્રસારિત થઈ રહ્યાં છે.

શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટાબાયા જીતતા પાકિસ્તાન ખુશખુશાલ, કહ્યું- ભારત હાર્યું

ઈસ્લામાબાદ: શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ગોટાબાયા રાજપક્ષેની જીત પર પાકિસ્તાનમાં ઉજવણી  થઈ રહી છે. મીડિયામાં પણ રાજપક્ષેની જીતને 'પાકિસ્તાન માટે ખુશી અને ભારત માટે આંચકો' કે 'પાકિસ્તાનમાં ખુશી અને ભારતમાં માતમ' તરીકે અહેવાલો પ્રસારિત થઈ રહ્યાં છે. એક્સપ્રેસ ન્યૂઝએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે શ્રીલંકાના હાલના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને ભારતના નીકટ ગણવામાં આવે છે. 

તેમની યુનાઈટેડ નેશનલ પાર્ટીના ઉમેદવાર સજિત પ્રેમદાસા જીતે તેવી ભારત કામના કરી રહ્યું હતું. જ્યારે પાકિસ્તાનમાં પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેના ભાઈ ગોટાબાયા રાજપક્ષેની જીત માટે પ્રાર્થના થઈ રહી હતી. ગોટાબાયાની જીત પાકિસ્તાન માટે રાહતના સમાચાર છે. 

રિપોર્ટમાં તો એટલે સુદ્ધા દાવો કરાયો છે કે સપ્ટેમ્બરમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ પર  તે વખતે સંકટના વાદળો છવાયા હતાં જ્યારે વડાપ્રધાન વિક્રમાસિંઘેની ઓફિસે પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ પર વિપરિત રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે ટીમનો પાકિસ્તાન પ્રવાસ ત્યારે થઈ શક્યો જ્યારે એ સ્પષ્ટ થયું કે આ ભારત દ્વારા શ્રીલંકાના વડાપ્રધાન કાર્યાલયનો ઉપયોગ ટીમના પ્રવાસને રદ કરવા માટે નકલી આતંકી અલર્ટ મોકલાવીને થયો હતો.

રિપોર્ટ મુજબ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘે ભારતની નીકટ ગણાય છે અને 2016માં પાકિસ્તાનમાં સાર્ક સંમેલનના બહિષ્કારમાં તેમણે ભારતનો સાથ આપ્યો હતો. પાકિસ્તાનના વિદેશ વિભાગના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે એક્સપ્રેસ ન્યૂઝને કહ્યું હતું કે તેઓ (વિક્રમાસિંઘે) ભારતની એટલા નજીક હતાં કે તેમનો સમગ્ર કાર્યકાળ તેમનું વલણ પાકિસ્તાન પ્રત્યે ઠંડુ રહ્યું. 

જુઓ LIVE TV

અધિકારીએ કહ્યું કે જો રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રેમદાસાની જીત થાય તો તે પાકિસ્તાન માટે ઘાતક રહેત. તેમણે કહ્યું કે પ્રેમદાસાને ફક્ત ભારતનું જ નહીં પરંતુ તે પશ્ચિમી દેશોનું પણ સમર્થન હતું જે શ્રીલંકાને ચીનના કેમ્પથી દૂર રાખવા માંગે છે. 

અધિકારીએ કહ્યું કે જો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપક્ષેને શુભેચ્છા પાઠવવામાં જરાય વાર ન કરી. પરંતુ સત્ય તો એ છે કે ભારતમાં રાજપક્ષેની જીત પર માતમ મનાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે શ્રીલંકામાં 2015ની ચૂંટણીમાં ભારત, અમેરિકા અને કેટલાક યુરોપીય દેશોએ સીધો હસ્તક્ષેપ કરીને ચીન સાથે નીકટતા ધરાવતા મહિન્દ્ર રાજપક્ષેની હાર સુનિશ્ચિત કરી હતી. ત્યારથી રાજપક્ષે પરિવારના સંબંધ ભારત સાથે સારા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news