બિહારમાં બોર્ડની પરીક્ષા માટે નેશનલ હાઈવે પર 2 કિલોમીટર સુધી વિદ્યાર્થિનીઓએ લગાવી દોડ, સામે આવ્યો VIDEO
Girls Running for Matric Exam Video: બિહારના કૈમૂરના મોહનિયામાં તાજેતરમાં 11 પરીક્ષા કેન્દ્રો પર મેટ્રિકની પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન પરીક્ષાના થોડા સમય પહેલાં દોડી રહેલી વિદ્યાર્થિનીઓનો વીડિયો સામે આવ્યો છે.
Trending Photos
કૈમૂરઃ બિહારમાં બોર્ડની પરીક્ષા (Bihar Board Matric Exam)દરમિયાન અલગ-અલગ રંગ જોવા મળી રહ્યાં છે. આ વખતે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનો જોશ અને ઉત્સાહ જોઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યાં છે. તાજેતરમાં જ્યાં બિહારના બાંકા અને નવાદા જિલ્લાની વિદ્યાર્થિનીઓની મજબૂત ઈરાદાવાળી તસવીર સામે આવી હતી. ત્યાં હવે બિહારના કૈમુર જિલ્લાની મેટ્રિકની પરીક્ષાર્થીઓનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પણ ખતરો પણ ભરેલો છે. હકીકતમાં, કૈમુર જિલ્લાના મોહનિયામાં 11 પરીક્ષા કેન્દ્રો પર મેટ્રિકની પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનીઓ દોડતી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.
હકીકતમાં 17 ફેબ્રુઆરીએ પરીક્ષા પહેલા શહેર અને એનએચ 2 (NH-2) પર ટ્રાફિક જામ થી ગયો હતો. પરિવારજનો સાથે વાહનથી આવી રહેલી વિદ્યાર્થિનીઓ પણ જામમાં ફસાઈ ગઈ હતી. થોડો સમય રાહ જોયા બાદ ગાડીઓ આગળ ન વધી તો વિદ્યાર્થિનીઓએ રસ્તા પર દોડવાનું શરૂ કરી દીધું. લગભગ 2 કિલોમીટર દોડ્યા બાદ વિદ્યાર્થિનીઓ પરીક્ષા સેન્ટર પહોંચી હતી. પરીક્ષામાં મોડું ન થઈ જાય તે માટે દોડી રહેલી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ થયો છે. હવે ઘણા લોકો પરીક્ષાને લઈને વિદ્યાર્થિનીઓનો જોશ જોઈને તેની પ્રશંસા કરી રહ્યાં છે. પરંતુ અહીં દુર્ઘટનાની શક્યતા પણ હતી.
તમને જણાવી દઈએ કે, કૈમુર શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે ટ્રાફિક જામ છે. NHAIની ટીમ પણ સ્થાનિક પોલીસની સાથે જામ હટાવવા માટે કામે લાગી છે. પરંતુ તે બધું બિનઅસરકારક લાગે છે. મોહનિયાના NH-2 અને ચાંદની ચોક પર આ દિવસોમાં ભારે જામને કારણે મુસાફરોને તો ચાલવું જ મુશ્કેલ બની ગયું છે. NHAIની બેદરકારીને કારણે NH-2 પર શુક્રવારે વહેલી સવારથી ભારે જામ હોવાથી દૂરદૂરથી મેટ્રિકની પરીક્ષા આપવા આવતી વિદ્યાર્થીનીઓ જામમાં અટવાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, NHAI કે મોહનિયા પોલીસે જામ હટાવવા માટે દેખાડ્યું નહીં, પરિણામે, પરીક્ષા ચૂકી જવાના ડરથી, વિદ્યાર્થીનીઓ લગભગ 2 કિલોમીટર સુધી દોડીને તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી.
બેદરકારીને કારણે વિદ્યાર્થિનીઓના જીવને ખતરો
પરંતુ આ દરમિયાન પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થિનીઓ પહોંચી તો ગઈ. પરંતુ જો આવી સ્થિતિ જામની બની રહી તો પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા છુટી પણ શકે છે. આ જામની સૂચના મળતા પોલીસ અધીક્ષક લલન કુમાર એનએચ-2 પર પહોંચ્યા હતા અને વાહનોની અવરજવર શરૂ કરાવી હતી. આ મામલામાં સ્થાનીક લોકોએ કહ્યું કે ખોટા રૂટથી સતત વાહનોની અવરજવર થઈ રહી છે અને એનએચએઆઈની બેદરકારીને કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, NHAI અને વહીવટીતંત્રે બાળકોની મેટ્રિકની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જામમાંથી છુટકારો મેળવવા માટે કોઈ નક્કર પહેલ કરવી જોઈએ, કારણ કે આ રીતે રસ્તા પર દોડવાથી પરીક્ષાર્થીઓના જીવ જોખમમાં મૂકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે