મહાકુંભ વચ્ચે મોટા ખુશખબર! 5 વર્ષ બાદ શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જાણો કેટલો ખર્ચ આવે, કયા દસ્તાવેજો જરૂર પડે?  A થી Z સુધીની સંપૂર્ણ જાણકારી

એકબાજુ હાલ સનાતન ધર્મનો સૌથી મોટો ધાર્મિક મેળવડા મહાકુંભ ચાલુ છે. ત્યારે આ વચ્ચે એક મોટા સમાચાર મળ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે. આ યાત્રા માટે તમને કેટલો  ખર્ચ થઈ શકે અને કયા કયા દસ્તાવેજ જોઈએ તે વિગતો જાણો. 

મહાકુંભ વચ્ચે મોટા ખુશખબર! 5 વર્ષ બાદ શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જાણો કેટલો ખર્ચ આવે, કયા દસ્તાવેજો જરૂર પડે?  A થી Z સુધીની સંપૂર્ણ જાણકારી

વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી બે દિવસના ચીનના પ્રવાસે ગયા હતા. અત્રે જણાવવાનું કે વિઝિટ 26 અને 27 જાન્યુઆરીના રોજ હતી. આ વિઝિટ દરમિયાન વિદેશ મંત્રાલયનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. એમ કહેવામાં આવ્યું છે કે 2025ના ઉનાળામાં એકવાર ફરીથી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરાશે. આ ઉપરાંત બંને દેશોમાં વહેતી નદીઓ વિશે પણ ડેટા શેર કરાશે અને એક્સપર્ટ્સ સાથે મુલાકાત થશે. સનાતન ધર્મમાં કૈલાશ માનસરોવરનું ખુબ મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી આજે પણ કૈલાશ પર્વત પર નિવાસ કરે છે. કૈલાશ પર્વત હિમાલયની મોટી ટોચોમાંથી એક છે. જો તમે પણ કૈલાશ માનસરોવર યાત્રા કરવા માંગતા હોવ તો આ માહિતી જરૂર નોંધી લો. 

મહત્વની જાણકારી
કૈલાશ પર્વત ચીનના તિબ્બત સ્વાયત્ત વિસ્તારમાં છે. આ પર્વત હિન્દુઓની સાથે જ બૌદ્ધ, જૈન અને બૌન ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. હજારોની સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. કૈલાશ માનસરોવરની યાત્રા ઉત્તરાખંડ, સિક્કિમ, અને તિબ્બતથી થાય છે. ભારત તિબ્બત સીમા પોલીસ ( ITBP) આ યાત્રાની સુરક્ષાની જવાબદારી લે છે. કુમાઉ મંડલ વિકાસ નિગમ ( KMVN) અને સિસ્કિમ પર્યટન વિકાસ નિગમ( KPVN) કૈલાશની મુસાફરી કરનારા લોકોને સહયોગ અને મદદ આપે છે. જ્યારે દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઈન્સ્ટીટ્યૂટ તરફથી યાત્રા પર જતા લોકોનો ફિટનેસ ટેસ્ટ કરાય છે. 

કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન
કૈલાશ માનસરોવર યાત્રા માટે વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાય છે. યાત્રા માટે તમારે પાસપોર્ટ સાઈઝનો ફોટો, પાસપોર્ટનો પહેલો અને આખરી પેજનો ફોટો, ફોન નંબર અને ઈમેઈલ પોતાની પાસે રાખો. આ યાત્રા પૂરી કરા માટે ઓછામાં ઓછો 25 દિવસનો સમય લાગે છે. તેમાં તમને 1.5 થી 3 લાખ સુધીનો ખર્ચો આવી શકે છે. યાત્રી અનફિટ લાગે તો તેની યાત્રા કેન્સલ થઈ શકે છે. 

યાત્રા માટે ભાડુ અને ફી
- વિદેશ મંત્રાલયની વેબસાઈટ મુજબ યાત્રા માટે સૌથી પહેલા તમારે KMVN ને 32000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જેમાં યાત્રા કન્ફર્મ કરવા માટે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા 5,000 રૂપિયાની નોનરિફન્ડેબલ ફી ચૂકવવી પડશે. બાકી 27,000 રૂપિયાની ચૂકવણી તમે દિલ્હી આવીને કરી શકો છો. 

- 2,400 રૂપિયા ચીની વિઝા ફી લાગશે, અને ફિટનેસ ટેસ્ટ માટે 3,100 તમારે દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઈન્સ્ટીટ્યૂટને ચૂકવવા પડશે. મેડિકલ ઓથોરિટીની રિક્વેસ્ટ પર તમારે સ્ટ્રેસ ઈકો ટેસ્ટ માટે 2,500 રૂપિયા ચૂકવવા પડશે.

- રહેવા માટે તમારે તિબ્બતમાં ચીની અધિકારીઓને 48,861 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં ઈમિગ્રેશન ફી, ભોજન, સામાનની હેરફેર, ધોડાનું ભાડું, કૈલાશ માનસરોવર અને મંદિર માટે પ્રવેશ ટિકિટ સામેલ છે. 

- ભારત તરફથી બંને સાઈડ માટે તમારે કુલ 8904  રૂપિયાનો પોર્ટર ચાર્જ આપવો પડશે. આ સાથે જ તમારે પોની હેન્ડલર સાથે પોની (નાનો ઘોડો), નારાયણ આશ્રમથી લિપુલેખ પાસ સુધી વાપસી અને ધારચૂલામાં પોની અને કુલી ભાડે કરવા પ્રમાણે 10,666 રૂપિયા ચૂકવવા પડશે. 

- ચીન  તરફથી બંને સસાઈડના પોર્ટર માટે 3,600 રૂપિયા ચૂકવવા પડશે. તિબ્બતમાં કૈલાશની પરિક્રમા, પોની અને પોર્ટરના ભાડા માટે 10,500 નો ખર્ચ આવશે. 

- ગ્રુપ એક્ટિવિટી માટે 2000 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જ તિબ્બતમાં ભોજન, કપડાં, ફૂડ સ્ટોર અને મુસાફરી સંલગ્ન અન્ય ખર્ચાઓ માટે 20,000 રૂપિયા ચૂકવવા પડશે. 

5 વર્ષ બાદ શરૂ થશે યાત્રા
અત્રે જણાવવાનું કે 2020ના કોવિડ બાદ માનસરોવર યાત્રાને સ્થગિત કરાઈ હતી. કોવિડ બાદ ચીન અને ભારત વચ્ચે સંબંધોમાં પણ ખટાશના કારણે ચીને વ્યવસ્થાઓનું નવીનીકરણ ન કર્યું અને ગલવાન સંઘર્ષ બાદ સ્થિતિ વધુ બગડી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news