ટ્રમ્પની ટીમમાં આ ગુજરાતીને મળી મોટી જવાબદારી, વ્હાઈટ હાઉસમાં આપ્યો મોટો હોદ્દો
Who is Kush Desai : અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં ભારતીયોનું વર્ચસ્વ વધ્યું, મૂળ ગુજરાતી કુશ દેસાઈ સહિત 3 લોકોને મહત્વની જવાબદારી સોંપાઈ, હવે ટ્રમ્પ 2.0માં કેટલા ભારતીય હશે?
Trending Photos
Donald Trump Government : મૂળ ગુજરાતી કુશ દેસાઈને ટ્રંપ સરકારમાં મોટી જવાબદારી સોંપી છે. ટ્રમ્પે પૂર્વ ભારતીય-અમેરિકી પત્રકાર પર વિશ્વાસ મૂક્યો છે અને કુશ દેસાઈ વ્હાઈટ હાઉસના ડેપ્યુટી પ્રેસ મીડિયા સેક્રેટરી બનાવ્યા છે. રાજનીતિમાં આવતા પહેલા કુશ દેસાઈ પત્રકાર હતા. કુશ દેસાઈ હવે વ્હાઈટ હાઉસમાં ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ અને કેબિનેટ સેક્રેટરી ટેલર બુડોવિચની નીચે કામ કરશે. દેસાઈ વ્હાઈટ હાઉસમાં ઓફિસ ઓફ કોમ્યુનિકેશનની જવાદારીઓનું મેનેજમેન્ટ કરશે. મહત્વનું છે કે ટ્રંપની ટીમમાં મૂળ ભારતીયોનો દબદબો જોવા મળી રહ્યો છે. ટ્રંપે કુશ દેસાઈની સાથે રિકી ગિલ અને સૌરભ શર્માને પણ મહત્વની જવાબદારી સોંપી છે.
કયા કયા ભારતીયોને જવાબદારી સોંપી
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન પૂર્વ પત્રકાર કુશ દેસાઈને તેમના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ, દેસાઈ રિપબ્લિકન નેશનલ કન્વેન્શન અને રિપબ્લિકન પાર્ટી ઓફ આયોવાના કોમ્યુનિકેશન ડિરેક્ટર હતા. ચૂંટણી સમયે તેમને પેન્સિલવેનિયામાં કોમ્યુનિકેશન ડિરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે આ પ્રાંતમાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં ઘણી મદદ કરી હતી. આ માટે તેને ઈનામ મળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રાંતની તમામ સાત બેઠકો જીતી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ટીમમાં અન્ય ઘણા ભારતીયોને પણ મહત્વની જવાબદારીઓ આપી છે. ટ્રમ્પે ભારતીય અમેરિકન રિકી ગિલને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં વરિષ્ઠ નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. તેમને દક્ષિણ અને મધ્ય એશિયા સંબંધિત જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ સિવાય સૌરભ શર્મા કર્મચારી કાર્યાલયનો ચાર્જ સંભાળશે. રિકી ગિલ આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર છે. તેમણે યુરોપિયન એનર્જી સિક્યુરિટીના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. આ સિવાય તેઓ વિદેશ મંત્રાલયના બ્યુરો ઓફ ઓવરસીઝ બિલ્ડિંગ ઓપરેશન્સમાં વરિષ્ઠ કાઉન્સેલર પણ રહી ચૂક્યા છે. સૌરભ શર્મા બેંગલુરુના રહેવાસી છે જેઓ અમેરિકન મોમેન્ટના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તે બાયોકેમિસ્ટ્રીમાં સ્નાતક છે. તેમના સિવાય કાશ પટેલને અમેરિકામાં FBI ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બનાવવામાં આવી છે.
તેઓ રિપબ્લિકન નેશનલ કમિટીમાં ડેપ્યુટી બેટલગ્રાઉન્ડ સ્ટેટ્સ અને પેન્સિલવેનિયા કોમ્યુનિકેશન ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. 'વ્હાઈટ હાઉસ ઓફિસ ઓફ કોમ્યુનિકેશન્સ'ની દેખરેખ 'ડેપ્યુટી વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ' અને કેબિનેટ સેક્રેટરી ટેલર બુડોવિચ કરશે. ટ્રમ્પે અગાઉ સ્ટીવન ચ્યુંગને રાષ્ટ્રપતિના આસિસ્ટન્ટ અને વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડાયરેક્ટર અને કેરોલિન લેવિટને રાષ્ટ્રપતિના આસિસ્ટન્ટ અને પ્રેસ સેક્રેટરીના પદ પર નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે 20 જાન્યુઆરીએ શપથ લીધા હતા
ડોનાલ્ડ જે. ટ્રમ્પે 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ સંબોધનમાં તેમણે 20 જાન્યુઆરીને 'લિબરેશન ડે' ગણાવ્યો અને કહ્યું કે હવે અમેરિકાના સારા દિવસો શરૂ થશે. પરિવર્તન બહુ જલ્દી આવશે. 78 વર્ષીય ટ્રમ્પે અમેરિકાને બધાથી ઉપર રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેમના નેતૃત્વમાં દેશનો વિકાસ થશે અને તેનું સન્માન થશે. ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે 5 નવેમ્બર, 2024 ના રોજ યોજાયેલી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ પર શાનદાર જીત નોંધાવી હતી. અમેરિકી રાજધાનીમાં ભારે ઠંડીના કારણે તેમનો શપથ ગ્રહણ સમારોહ કેપિટોલ રોટુંડા (સંસદ ભવનની મધ્ય ચેમ્બર)માં યોજાયો હતો. અગાઉ શપથ ગ્રહણ સમારોહ ખુલ્લી જગ્યામાં યોજાવાનો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે