જો તમે ઘી ખાઇ રહ્યા છો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે, જો જો ચોંકીના ઉઠતા !
Trending Photos
હિતલ પારેખ /ગાંધીનગર: જિલ્લાના દહેગામ તાલુકા ના જલુંદ ગામ માંથી બનાવટી ઘી ની ફેક્ટરી પોલીસે પકડી પાડી છે 1450 કિલોથી વધુ બનાવટી ઘી જથ્થો પકડી પાડીને પોલીસે આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. ગાંધીનગર LCB દ્વારા જલુંદ ગામમાંએ/203 પ્લોટ પર બનેલા પતરાના શેડ માં ચાલતી ફેક્ટરી ઉપર રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે મોટા પાયે અહીં બનાવતી ઘી બનાવવામાં આવી રહ્યું છે. પોલીસે રેડ કરી ક્યારે બનાવટી ઘીના ડબ્બા, ડબ્બા પેક કરવાનું મશીન, mrp લખવા માટેનું મશીન અને બનાવટી ઘી માં વપરાતા કેમિકલનો જથ્થો મળી આવ્યો છે.
ગાંધીનગર ડીવાયએસપી એમ જે સોલંકીના જણાવ્યા પ્રમાણે આ બનાવટી ઘી બનાવવા માટે ડાલ્ડા ઘી, દૂધની મલાઈ અને કેમિકલનું મિશ્રણ કરીને બનાવવામાં આવતું હતું. બનાવટી ઘી બનાવવા માટે વપરાતા કેમિકલના પાંચ કિલોનો ડબ્બો રૂપિયા 15000 નો લાવવામાં આવતો હતો. આ પાંચ કિલોના ડબ્બામાંથી એક હજાર કિલોથી વધારે બનાવટી બનાવવામાં આવતું હતું. પોલીસ દ્વારા આ અગાઉ પણ આ ફેક્ટરીમાં રેડ કરીને બનાવટી ઘી બનાવવા માટેના સાધનો અને રૂપિયા એક લાખ 75 હજાર નું બનાવટી ઘી પકડી પાડવામાં આવ્યું હતું.
જોકે તેમાં એસ એલની તપાસ ચાલુ છે. હવે બીજું બનાવટી ઘી નો મોટા પાયે જથ્થો મળી આવ્યો છે. પોલીસ દ્વારા સાત લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. જોકે પોલીસે રેડ કરતાં ફેક્ટરીના માલિક રાકેશ ધીરુભાઈ આચાર્ય અને કર્મચારીઓ ભાગી છૂટયા હતા. પોલીસે એફ.એસ.એલ.ની મદદ લઈને બનાવટી ઘી અને ચકાસણી માટે મોકલી આપી છે. જ્યારે આ સમગ્ર બનાવ સંદર્ભે ગુનો નોંધી ભાગી છૂટેલા આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે