ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકમાં બમ્પર ભર્તી: 15 ઓગષ્ટ અરજીની છેલ્લી તારીખ

બિન અનામત વર્ગ માટે 750 રૂપિયા ફી રાખવામાં આવતા સામાન્ય આવેદકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકમાં બમ્પર ભર્તી: 15 ઓગષ્ટ અરજીની છેલ્લી તારીખ

નવી દિલ્હી : ઇન્ડિયા પોસ્ટ પેમેંટ્સ બેંક રિક્રૂટમેન્ટ 2018માં 58 પોસ્ટ પર ભર્તી માટે નોટિફિકેશન ઇશ્યું કરવામાં આવ્યું છે. તેમાં સ્કેલ 2,3,4 અને 5ના માટે ભરતી થશે. ippbonline.com પર ભરતી અંગે તમામ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. પસંદગીપામેલા ઉમેદવારને જોઇનીંગની તારીખનું પહેલું વર્ષ પ્રોબેશન પીરિયડ હશે. અધિકારીક માહિતી અનુસાર એક ઉમેદવાર એક જ વખત અરજી કરી શકશે. એકથી વધારે અરજી કરવાની સ્થિતીમાં છેલ્લી અરજી જ માન્ય ગણાશે. 

આ પ્રક્રિયા 1 ઓગષ્ટ 2018થી ચાલુ થશે. ઇચ્છુક આવેદક 15 ઓગષ્ટ, 2018 પહેલા તેના પર અરજી કરશે. 
અરજી કર્યાની ફી કેટલી છે
બિનઅનામત વર્ગ - 750 રૂપિયા
એસસી-એસટી-પીડબલ્યુડી વર્ગ - 150 વર્ગ
કેટલા પદ ખાલી છે
કુલ 58 પોસ્ટ પર ભરતી થવાની છે. 
મેનેજર 15
સીનિયર મેનેજર 32
 એજીએમ 04
ચીફ મેનેજર 07

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news