લોકસભા ચુંટણી પહેલાંજ વિપક્ષનો EVM રાગ રાષ્ટ્રીય હિત રક્ષણ સમિતિના મેદાને

લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દેશમાં ઇવીએમ હટાવાવી ઝુંબેશ ફરી ઉભી થઇ. રાષ્ટ્રીય હિત રક્ષણ સમિતિ ઇવીએમ હટાવો  બેલેટ પેપર લાવો દેશ અને લોકશાહી બચાવોના નારા સાથે મેદાને આવી સમિતિના રાષ્ટ્રીય કન્વીનર દિનેશ પરમારના કેહવા પ્રમાણે ઇવીએમથી ચુંટણી જીતનાર અને લોકશાહી કે મતદારની કોઇ ચિંતા હોતી નથી ત્યારે સંવિધાન બચાવવા ચુંટણી પ્રક્રિયા પારદર્શક બનાવવા બેલેટ પેપરથી ચુંટણી યોજવી જાઇએ.
લોકસભા ચુંટણી પહેલાંજ વિપક્ષનો EVM રાગ રાષ્ટ્રીય હિત રક્ષણ સમિતિના મેદાને

ગૌરવ પટેલ/અમદાવાદ : લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દેશમાં ઇવીએમ હટાવાવી ઝુંબેશ ફરી ઉભી થઇ. રાષ્ટ્રીય હિત રક્ષણ સમિતિ ઇવીએમ હટાવો  બેલેટ પેપર લાવો દેશ અને લોકશાહી બચાવોના નારા સાથે મેદાને આવી સમિતિના રાષ્ટ્રીય કન્વીનર દિનેશ પરમારના કેહવા પ્રમાણે ઇવીએમથી ચુંટણી જીતનાર અને લોકશાહી કે મતદારની કોઇ ચિંતા હોતી નથી ત્યારે સંવિધાન બચાવવા ચુંટણી પ્રક્રિયા પારદર્શક બનાવવા બેલેટ પેપરથી ચુંટણી યોજવી જાઇએ.

દેશમાં આજે ભારતીય  જનતા પાર્ટી સૌથી મજબુત પક્ષ તરીકે શાશન કરી રહ્યો છે અને દેશના મોટા ભાગના રાજ્યોની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પતાકા લહેરાવી જેમ જેમ ભારતીય જનતા પાર્ટી ચુંટણી જીતતુ ગયુ અને અન્ય પક્ષોની કારમી હાર થઇ તેમ તેમ ઇવીએમ સાથે ચેડા થતા હોવાની અને તે ટેમ્પર થતુ હોવાની વાતો સામે આવી. 

હવે જ્યારે લોકસભાની ચુંટણીઓ માથે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સિવાયના  બાકી પક્ષો મેળીને ઇવીએમ હટાવી બેલેટ થી ચુંટણી કરાવવા માટે રાષ્ટ્રીય હિત રક્ષણ પરિષદની રચવા કરી.  જે દેશમાં ઇવીએમ હટાવો મુદ્દે આંદોલન ચલવનાર છે અગામી આ અંગે 14 ઓગસ્ટના રોજ રાજકોટ, 17 ઓગસ્ટે સુરત  અને 2જી સપ્ટેમ્બરે અમદાવાદમાં રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે,  ત્યાર બાદ 7 ઓક્ટોબરે દિલ્હી ખાતે ઇવીએમ હટાવો મુદ્દે જાહેર સભા યોજાશે. 

ઇવીએમ અંગે રાષ્ટ્રીય હિત રક્ષણ સમિતિના રાષ્ટ્રીય કન્વીનર દિનેશ પરમારે કહ્યુ કે છેલ્લા 10 વર્ષથી ઇવીએમ હેક થતી હોવાની વ્યાપક ફરીયાદો મતદારો ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ દ્વારા મળી છે ત્યારે ઇલેક્શન કમીશનને ઇવીએમ દુર કરી બેલેટથી ચુંટણી કરાવવા માટે જન આંદોલન થકી રજુઆત કરવામાં આવશે કાંગ્રેસ હારે છે ત્યારે હારનુ ઠીકડુ ઇવીએમના માથે ફોડેછે તેવા સવાલના જવાબમાં દિનેશ પરમારે કહ્યુ કે આ ઝુંબેશમાં માત્ર કોંગ્રેસ પાર્ટી નહી દેશના ઘણા નાના માટો રાજકીય પક્ષો જોડાયેલા છે. 

ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતાં દિનેશ પરમારે કહ્યુ કે દેશમાં મોટા પાયે હોબાળોન થાય એટલા માટે કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી હારે છે તેમનો ઇરાદો વર્ષ 2019ની લોકસભાની ચુંટણી જીતી આરએેસએસના એજન્ડા પાર પાડવાનો છે. ઇવીએમ હટાવો લડતમાં ભારતીય જનતા પાર્ટીના પુર્વ ધારાસભ્ય અને શિવસેનાના નેતા હરેશ ભટ્ટ પણ જોડાયા નવેમ્બર 2017 સુધી હરેશ ભટ્ટ દ્વારા ઇવીએમનો કોઇ વિરોધ કરવામા આવ્યો ન હતો. 

હવે તેઓ જ્યારે તેઓ ભાજપા સાથે નથી તો તે પણ ઇવીએમ હટાવોની લડાઇમાં જોડાયા છે તેમનુ કહેવુ છે કે તેઓ વર્ષ 2002માં ભાજપામાંથી ચુટાયા હતા ત્યારે ઇવીએમ હેક થતા નો હતા પણ હવે થાય છે તેઓએ વર્ષ 2014ની લોકસભાની ચુંટણીઓ અને ઉત્તરપ્રદેશની ચુંટણીઓ કે જ્યાં ઘણી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું કોઇ અસ્તિત્વ ન હોવા છતાં જીતીને આવવા પર આશંકા વ્યક્ત કરી આવનારા દિવસોમાં દેશની મુખ્ય 17 રાજકીય પાર્ટીઓ ઇવીએમ હટાવોના મુદ્દે ચુંટણી  પંચને મળીને રજુઆત કરશે.

વર્ષ 2004 અને 2009ની લોકસભાની ચુંટણીઓ અને એ દસકામાં અન્ય કેટલાક રાજ્યોની ચુંટણીઓ જીતનાર મુખ્ય વિપક્ષ કાંગ્રેસને ત્યારે ઇવીએમમાં કોઇ ચેડા દેખાતા ન હતા અને હવે જ્યારે લોકસભાની ચુટણીઓ માથે છે ત્યારે કાંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટાઓએ પરિણામ પહેલાં ઇવીએમને લઇને પાળ બાંધી છે રાષ્ટ્રીય હિત રક્ષણ સમિતિ સિવાય ગુજરાતના કર્મશીલો દ્વારા પણ બેક ટુ બેલેટ મુવમેન્ટ ચલાવવામાં આવી રહી છે હવે આ ચળવળો ખરેખર ઇવીએમના સ્થાને બેલેટ લાવી શકશે કે કેમ તે સવાલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news