ઉપસભાપતિ ચૂંટણી: રાહુલ ગાંધી અને રણનીતિ બંન્ને પર ઉઠી રહેલા સવાલ

ભાજપની આગેવાનીવાળા એનડીએના તમામ સભ્યો સદનમાં હાજર હતા, જો કે કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસના બે-બે સભ્યો ગેરહાજર હતા

ઉપસભાપતિ ચૂંટણી: રાહુલ ગાંધી અને રણનીતિ બંન્ને પર ઉઠી રહેલા સવાલ

નવી દિલ્હી : કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસે રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે વિપક્ષી ઉમેદવારના પક્ષમાં અભિયાન ચલાવ્યું પરંતુ બંન્ને દળ ગુરૂવારે મતદાન દરમિયાન પોતાનાં તમામ સભ્યોની સદનમાં હાજરી સુનિશ્ચિત નહોતા કરી શક્યા. ભાજપનીઆગેવાનીવાળા એનડીએનાં તમામ સભ્યો સદનમાં હાજર હતા જો કે, કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસના બે-બે સભ્યો ગેરહાજર હતા. ડીએમકેનાં બે સભ્યો પણ સદનમાં હાજર નહોતા રહ્યા. 

244 સભ્યોની સદનમાં મતદાનમાં 232 સભ્યોએ ભાગ લીધો હતો. એનડીએ ઉમેદવાર હરિવંશને 125 મત મળ્યા અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બીકે હરિપ્રસાદને 105 મત મળ્યા. વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીનાં બે સભ્યોએ મતદાનમાં હિસ્સો નહોતો લીધો. રાજ્યસભા સચિવાલયના સુત્રોએ જણાવ્યું કે, ઉચ્ચ સદનમાં પીડીપીના બે સભ્યો અને આપના ત્રણ સભ્યો છે પરંતુ તેમણે મતદાનમાં ભાગ નહોતો લીધો કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, દ્રમુકના બે-બે સભ્યો સદનમાં ગેરહાજર હતા. 

સપાનો એક સભ્ય ગેરહાજર હતો. બીજદ અને ટીઆરએસએ એનડીએ ઉમેદવારોનું સમર્થન કર્યું. મતવિભાજન બાદ હરિવંશને ઉચ્ચ સદનના ઉપસભાપતિ જાહેર કરવામાં આવ્યા. તેમણે વિપક્ષની તરફથી કોંગ્રેસના ઉમેદવાર બી.કે હરિપ્રસાદને મળેલા 105 મતોની તુલનાએ 125 મત મળ્યા.

સદનની કાર્યવાહી ચાલુ થયા બાદ સભાપતિ એમ.વેંકૈયા નાડયૂએ સદન પટલ પર જરૂરી દસ્તાવેજ રખાવાયા બાદ ઉપસભાપતિ પદની ચૂંટણી પ્રક્રિયા ચાલુ કરાવડાવી. હરિવંશના પક્ષમાં 125 અને હરિપ્રસાદના પક્ષમાં 105 મત પડ્યા. મતદાનમાં બે સભ્યોએ ભાગ નહોતો લીધો. સદનમાં કુલ 232 સભ્યો હાજર હતા. 

હરિવંશના પક્ષમાં જદયૂના આરસીપી સિંહ, ભાજપના અમિત શાહ, શિવસેનાના સંજય રાઉત અને અકાલી દળના સુખદેવસિંહ ઢીંઢસાએ પ્રસ્તાવ કર્યો. બીજી તરફ હરિપ્રસાદ માટે બસપાના સતીશ ચંદ્ર મિશ્રા રાજદની મીસા ભારતી, કોંગ્રેસના ભુવેશ્વર કલિતા, સપાના રામગોપાલ યાદવ અને એનસીપીના વંદના ચવ્હાણે પ્રસ્તાવ રજુ કર્યો. આ પ્રસ્તાવો પર મતવિભાજન બાદ સભાપતિ નાયડૂએ હરિવંશને ઉપસભાપતિ જાહેર કર્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news