મુજફ્ફરપુરમાં AES બાદ ગયામાં જાપાની ઇસેફેલાઇટિસની આશંકા, 8 બાળકનાં મોત
ગયામાં ગુરૂવારે પણ અજાણી બિમારીથી એક બાળકનું મોત નિપજ્યું, અજાણી બિમારીના કારણે મરનારાઓની સંખ્યા વધીને આઠ થઇ ગઇ
Trending Photos
ગયા : મુજફ્ફરપુરમાં વરસાદ બાદ એક્યુટ ઇસેફેલાઇટિસ સિંડ્રોમ (AES) અથવા તો મગજનો તાવના દર્દી બાળકોનું હોસ્પિટલ પહોંચવાનું ઓછુ થયું છે, તો બીજી તરફ ગયામાં અજાણી બિમારીથી પીડિત બાળકોની મોતનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. બીજી તરફ જાપાની ઇસેફેલાઇટિસ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગયામાં પહેલા પણ જાપાની ઇસેફેલાઇટિસનો કાળોકેર વર્તાવી ચુક્યું છે.
ગોવામાં 10 ધારાસભ્યોના ''કેસરિયા'', કાલે મંત્રીમંડળમાં લાગી શકે છે લોટરી
ગયામાં ગુરૂવારે અજાણ્યા બમારીથી એક બાળકનું મોત થઇ ગયું. અજાણી બિમારીથી મરનારાઓની સંખ્યા વધીને આઠ તઇ ચુકી છે. આ બિમારીના કારણે બિહારમાં મગજના તાવ અને ચમકી બુખાર પણ કહેવાઇ રહ્યું છે. એક સ્વાસ્થય અધિકારીએ ગુરૂવારે જણાવ્યું કે, ગયાનાં અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (એએનએમસીએચ)માં બે જુલાઇથી અત્યાર સુધી 33 બાળકોને સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા છે, જેમાંથી 8 બાળકોનાં મોત થઇ ચુક્યા છે.
માનવતા માટે ભારતીય સેના તોડશે પ્રોટોકોલ, પાક. સેનાને સોંપાશે બાળકનું શબ
એએનએમસીએચના અધીક્ષક ડૉ વી.કે પ્રસાદે જણાવ્યું કે, એઇએસનો કેસ હોઇ શકે છે, જો કે અત્યાર સુધી તેની પૃષ્ટી થઇ શકી નથી અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ તેની માહિતી મળશે. તેમણે કહ્યું કે, એઇએસ એક સિંડ્રોમ છે, જેમાં બિમારીનાં અનેક કારણ હોઇ શકે છે. તેમણે જણાવ્યું કે, હોસ્પિટલ પહોંચનારા બાળકોમાંથી એકની તપાસમાં જાપાની ઇસેફેલાઇટિસ પોઝીટીવ આવ્યો હતો.
કર્ણાટકનું કોકડુ ગુંચવાયુ: સ્પીકરે કહ્યું સુપ્રીમ કોર્ટ મને આદેશ ન આપી શકે
પ્રસાદે કહ્યું કે, હાલ હોસ્પિટલમાં એઇએસનાં 18 શંકાસ્પદ બાળકોની સારવાર ચાલી રહી છે, જેમાં 4ની સ્થિતી હજી પણ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, બિહારનાં મુજફ્ફરપુર તથા તેની આસપાસનાં જિલ્લામાં એઇએસથી અત્યાર સુધી 160થી વધારે બાળકોનાં મોત થઇ ચુક્યા છે. કેન્દ્રીય ટીમો પણ અહીં પહોંચીને એઇએસનાં કારણોની તપાસ કરી ચુકી છે, જો કે હજી સુધી તેના કારણો અંગે માહિતી મળી શકી નથી. ઉલ્લેખનીય છે કે, 15 વર્ષ સુધીની ઉંમરના બાળકો આ બિમારીની ઝપટે ચડી રહ્યા છે અને મરનારા બાળકોમાંથી મોટા ભાગના બાળકોની ઉંમર 7 વર્ષથી ઓછી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે