ધોની રન આઉટ થયા બાદ આવ્યો હાર્ટ એટેક, ફેનનું મોત

ભારતને અંતિમ 11 બોલમાં 25 રનની જરૂર હતી તો બીજો રન લેવા જતા ધોની માર્ટિન ગુપ્ટિલના સીધા થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. 
 

ધોની રન આઉટ થયા બાદ આવ્યો હાર્ટ એટેક, ફેનનું મોત

નવી દિલ્હીઃ વિશ્વ કપ 2019 માથી ભારત બહાર થયા બાદ દુનિયાભરમાં ભારતીય ફેન્સ નિરાશ છે. આ કડીમાં કોલકત્તામાં એક ફેન એમએસ ધોનીના રનઆઉટ થવાનો ભાર ન સહન કરી શક્યો અને તેનું હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું છે. 

હકીકતમાં, કોલતત્તાના શ્રીકાંત મૈતી પોતાની સાઇકલની દુકાન પર ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મેચ જોઈ રહ્યાં હતા. આ દરમિયાન 49મી ઓવરમાં ધોની રન આઉટ થયો તો શ્રીકાંત આ આઘાતને સહન ન કરી શક્યો અને તેને હુમલો આવી ગયો હતો. 

શ્રીકાંતની દુકાનની પાસે હલવાની દુકાનના માલિક સચિન ઘોષે જણાવ્યું કે, મોટો અવાજ આવ્યા બાદ અમે શ્રીકાંતની દુકાનમાં ગયા તો તે બેભાન જોવા મળ્યો હતો. ત્યારબાદ શ્રીકાંતને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 

આ પહેલા પણ ભારત મેચ હાર્યા બાદ એક ફેનના મોતના સમાચાર આવ્યા હતા. જાણવા મળ્યું કે, બિહારમાં એક વ્યક્તિનું આઘાતને કારણે મોત થઈ ગયું છે. જ્યાં કિશનગંજ શહેરના ડુમરિયા વિસ્તારમાં હોસ્પિટલ કર્મી અશોકનું મેચ દરમિયાન હાર્ટ એટેકથી નિધન થયું હતું. 

મહત્વનું છે કે, આઈસીસી વિશ્વ કપ-2019મા ટાઇટલની પ્રબળ દાવેદાર ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે 18 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતને અંતિમ 11 બોલમાં 25 રનની જરૂર હતી તો બીજો રન લેવા જતા ધોની માર્ટિન ગુપ્ટિલના સીધા થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news