#JantaCurfewMarch22 : રવિવારે સવારે 7થી રાતના 9 સુધી આખો દેશ સાથે મળીને આપશે corona સામે લડત
ગુજરાત સરકારે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંજોગોમાં આગામી 25મી માર્ચ સુધી આ ચાર મહાનગરોમાં તબીબી સેવા, શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધ રહેશે.
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ દેશમાં 22 માર્ચ, રવિવારના રોજ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ કર્ફ્યુને જનતા કર્ફ્યૂ (JantaCurfew) નામ આપવામાં આવ્યું છે. પીએમ મોદીનું કહેવું છે કે આ કવાયતથી COVID-19નાં સંક્રમણને રોકવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીની આ પહેલનું અલગ અલગ વ્યાવસાયિક સંસ્થાઓ, યૂનિયનોએ સમર્થન આપ્યું છે. દેશનાં અલગ અલગ ભાગોમાં ઇમરજન્સી સર્વિસીઝને છોડીને બંધની સ્થિતિ રહેશે. લોકો પણ વડાપ્રધાનની આ અપીલને હકારાત્મક પ્રતિભાવ આપી રહ્યા છે.
પીએમએ લોકોને અપીલ કરી છે કે તેઓ સાંજે 5 વાગ્યે પોતાના ઘરનાં દરવાજા પર ઉભા રહીને 5 મિનિટ સુધી એવા લોકોનો આભાર વ્યક્ત કરો જે કોરોના સામેની લડાઈ લડી રહ્યાં છે. રવિવારે સાંજે 5 વાગે ઘરના દરવાજાની પાસે,બાલ્કનીમાં કે બારી સામે પાંચ મીનીટ ઉભા રહી આવશ્યક સેવા આપનાર ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ તમામનો તાળીઓ પાડી કે ઘંટડી વગાડી આભાર વ્યકત કરે. હોસ્પિટલો પરના ભારણ તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ લોકોને આ સમય દરમિયાન રુટીન ચેકઅપ ટાળવા અપીલ કરી અને શકય હોય તોસર્જરીની તારીખ લંબાવી દેવા કહયું. તેમણે બધાને માનવતા દાખવવા અને તેમના ઘરોમાં કામ કરનારા, મદદનીશ સ્ટાફ, ડ્રાઇવરો અને બાગ કામદારોના વેતનમાં કાપ ન મુકવા કહયું.
નોંધનીય છે કે ગુજરાત સરકારે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંજોગોમાં આગામી 25મી માર્ચ સુધી આ ચાર મહાનગરોમાં તબીબી સેવા, શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધ રહેશે. આ પરિસ્થિતિમાં વસ્તુઓ ખરીદવા લોકોએ પડાપડી કરવી નહીં તેવી પણ ગુજરાતે સરકારે અપીલ કરી હતી. કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે