આવતીકાલથી આ જિલ્લાઓનું આવી જ બનશે! આવું અમે નથી કહેતા...ભયાનક છે ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat Heavy To Heavy Rains Updated: બંગાળની ખાડીમાં સર્જાયેલી એક ખાસ સિસ્ટમને કારણે ગુજરાતના આકાશમાંથી કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ છે. હવે માવઠાને બે દિવસ બાકી છે ત્યારે તેની અસર પણ કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાયેલા રહ્યા. વરસાદ પડુ પડુ હતો પરંતુ પડ્યો નહતો. હવે 26થી 29 ડિસેમ્બર વચ્ચે કેટલો વરસાદ પડે છે અને તેનાથી લહેરાતા પાકમાં કેટલું નુકસાન થાય છે તે જોવાનું રહેશે. બીજી તરફ અમદાવાદ સહિતના મહાનગરોમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી.
શિયાળાની ફુલગુલામી ઠંડીનો અહેસાસ સૌ ગુજરાતીઓ કરી રહ્યા છે. વહેલી સવારે લોકો હાલ ઠંડીથી બચવા માટે જેકેટ પહેરીને બહાર નીકળી રહ્યા છે. પરંતુ તમારે હવે જેકેટની સાથે રેઈનકોટ પણ બહાર કાઢવા પડશે. કારણ કે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઠંડી વચ્ચે કમોસમી વરસાદથી સૌથી વધુ ટેન્શનમાં ધરતીપુત્રો આવ્યા છે. ત્યારે ક્યારે અને ક્યાં આવશે વરસાદ?
બદલાદા ઋતુચક્રથી સૌ કોઈ ચિંતામાં છે. ગ્લોબલ વોર્મિગને કારણે જોઈએ તેનાથી વધારે ગરમી પડી રહી છે. તો ઠંડી ક્યાંક તિવ્ર તો ક્યાંક ઓછી પડી રહી છે. વરસાદમાં પણ કંઈક આવું જ છે. પરંતુ શિયાળામાં સામાન્ય રીતે ઠંડી પડતી હોય છે પરંતુ ગુજરાતમાં વરસાદની આગાહીથી સૌ કોઈ ચિંતામાં છે. જેમાં સૌથી વધુ ચિંતા ધરતીપુત્રોને થઈ છે. આ વખતે ચોમાસુ તો અતિવૃષ્ટી જેવું રહ્યું. વધુ વરસાદથી પાક નાશ પામ્યો. પરંતુ શિયાળામાં સારા પાકને આશાએ બેઠેલા ખેડૂતોને માવઠાનો મોટો માર પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
બે દિવસ બાદ એટલે કે 26થી 29 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગની સાથે જાણિતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ કરી છે. આ વરસાદ ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પડી શકે છે...કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.
માવઠાના મારથી ખેડૂતોની માઠી દશા બેસે તો નવાઈ નહીં...હાલ શાકભાજીના ભાવ આમ પણ ઘણા વધારે છે. જો માવઠું આવ્યું તો લીલા અને તાજા શાકભાજી ભાવ આસમાને હશે તે નક્કી છે. શાકભાજી સિવાયના પણ બાગાયતી પાકોમાં પણ ઘણું નુકસાન જાય તેવું મનાઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ આશા રાખીએ કે માવઠું આવે જ નહીં.
વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે દેશા 12 રાજ્યોનું વાતાવરણ પલટાયું છે. ભર શિયાળે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાત પણ સામેલ છે. રાજ્યમાં બે દિવસ બાદ કમોસમી વરસાદ આવશે. તારીખ 26થી 29 તારીખ દરમિયાન માવઠું પડવાની હવામાન વિભાગની આગાહી છે. હાલ રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવે વરસાદની રાહ જુઓ.
તેમણે આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે.
26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અમે નર્મદામાં વરસાદની શક્યતા છે. તો 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં આગામી 26 થી 28 ડિસેમ્બરે વરસાદની આગાહી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થયો છે. અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ધુમ્મસમય વાતાવરણ છે. વહેલી સવારે ભેજ સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદ આવશે. રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી છે.
Trending Photos