Janta curfew Live: કોરોના વિરુદ્ધ લડતમાં જનતાનું પૂરેપૂરું સમર્થન, સમગ્ર દેશમાં રસ્તાઓ સૂમસામ

ભારતમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના  પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 315 સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસ સામે લડત લડવા માટે આજે જનતા માટે જનતા દ્વારા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

Janta curfew Live: કોરોના વિરુદ્ધ લડતમાં જનતાનું પૂરેપૂરું સમર્થન, સમગ્ર દેશમાં રસ્તાઓ સૂમસામ

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના  પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 315 સુધી પહોંચી ગઈ છે. કોરોના વાયરસ સામે લડત લડવા માટે આજે જનતા માટે જનતા દ્વારા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર આજે દેશની જનતા પોતાના ઘરોમાં બેઠી છે અને રસ્તાઓ સંપૂર્ણ રીતે ખાલી છે. જનતા કર્ફ્યૂ દરમિયાન મુંબઈમાં આજે મોનોરેલ સેવા બંધ છે. આ ઉપરાંત હરિયાણા, અને પંજાબમાં ખાનગી અને સરકારી બસ સેવાઓ બંધ છે. 

LIVE UPDATES...

- મુંબઈનો મરિન ડ્રાવ સાવ સુમસામ છે. કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ભારે સમર્થન મળી રહ્યું છે. મરીન ડ્રાઈવ દક્ષિણ મુંબઈનો ઐતિહાસિક રોડ છે જ્યાં હંમેશા લોકોની ચહલ પહલ જોવા મળે છે. 


- મુંબઈના શિવાજી પાર્કમાં સામાન્ય રીતે ભારે ભીડ જોવા મળે છે પરંતુ આજે મુંબઈકરોએ જનતા કર્ફ્યૂને પૂરેપૂરું સમર્થન આપ્યું છે. 
- તમામ બ્રિજ બંધ,  મંદિર બંધ, ગોવર્ધન, વૃંદાવનની પરિક્રમા બંધ, મથુરાના બજારોમાં સન્નાટો. 
- જોધપુરમાં જનતા કર્ફ્યૂનું સમર્થન, પોત પોતાના ઘરોમાં બેઠા છે લોકો. 


- મુંબઈ પોલીસે હોલિવૂડ ફિલ્મ હેરી પોટરનો સીન બહાર પાડીને મુંબઈકરોને જનતા કર્ફ્યૂનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસે કહ્યું કે બીમારી ફેલાતી અટકાવવા અને તેના નુકસાનથી બચવા માટે ઘરોમાં જ રહો. 
- જમ્મુના ડોડામાં જમ્મુ અને કાશ્મીર પોલીસ જનતાને અપીલ કરી રહી છે કે COVID-19ના પ્રસારને કાબુમાં લેવા માટે જનતા કર્ફ્યૂ દરમિયાન ઘરોમાંથી બહાર ન નીકળો. 
- આવશ્યક સેવાઓ પ્રદાન કરનારા લોકોએ જનતા કર્ફ્યૂમાં ભાગ  લેવાની જરૂર નથી. મુંબઈ લોકલની સેવાઓ ચાલુ છે. 


- યુપી પેટ્રોલ ટ્રેડર્સ એસોસિએશને લીધો નિર્ણય, જનતા કર્ફ્યૂ દરમિયાન યુપીના તમામ પેટ્રોલ પંપ આજે રહેશે બંધ. 
- આજે રાતે 9 વાગ્યા સુધી દેશમાં જનતા કર્ફ્યૂ રહેશે. રવિવારે સવારે હૈદરાબાદના હિમાયતનગરમાં કઈક આવો નજારો જોવા મળ્યો. 

— ANI (@ANI) March 22, 2020

- કેરળમાં જોવા મળી રહ્યા છે રસ્તા ખાલીખમ. 
- જનતા કર્ફ્યૂ દરમિયાન કર્ણાટકમાં મેજેસ્ટિક બસ સ્ટેશન ખાલીખમ.
- અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે જનતા કર્ફ્યૂનો માહોલ. રસ્તાઓ સૂમસામ.
- બનાસકાંઠાના થરાદમાં જનતા કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ, લોકો ઘરમાં રહીને જ કરી રહ્યાં છે જનતા કર્ફ્યૂનું સમર્થન.

Image may contain: one or more people, sky and outdoor

(અમદાવાદ રેલવે સ્ટેશન)
- મોરબી જિલ્લામાં પણ જનતા કર્ફ્યૂને લોકો તરફથી પ્રચંડ પ્રતિસાદ.
- ગુજરાતમાં જામનગરમાં જનતા કર્ફ્યૂને સંપૂર્ણ સમર્થન.
- જનતા કર્ફ્યૂ દરમિયાન મુંબઈમાં આજે મોનોરેલ સેવા બંધ છે. 
- દેશભરમાં આજે 3700 ટ્રેન ચાલુ નથી.
- દિલ્હીનો કર્નોટ પ્લેસ બંધ છે, દિલ્હીમાં ઓટો અને ટેક્સી સેવા આજે રાતે 9 વાગ્યા સુધી બંધ છે. 

Image may contain: tree, sky, outdoor and nature

(પ્રહલાદનગર અમદાવાદમાં રસ્તાઓ સુમસામ )

- હરિયાણામાં સરકારી અને પ્રાઈવેટ બસો બંધ કરાઈ છે. 
- લખનઉમાં પણ મેટ્રો સેવા બંધ છે. 
- જનતા કર્ફ્યૂને ગો એરનું સમર્થન, દેશભરમાં એરલાઈનની તમામ ઉડાણ રદ.
- દિલ્હીમાં 50 ટકા બસો જ  ચાલુ છે. 

मेरी विनती है कि सभी नागरिक इस देशव्यापी अभियान का हिस्सा बनें और कोरोना के खिलाफ लड़ाई को सफल बनाएं।

हमारा संयम और संकल्प इस महामारी को परास्त करके रहेगा। #JantaCurfew pic.twitter.com/p5onFBSoPB

— Narendra Modi (@narendramodi) March 22, 2020

ઘર પર રહો-પીએમ મોદી
પીએમ મોદીને આજે ટ્વીટ કરીને કહ્યું કે જનતા કર્ફ્યૂ શરૂ થઈ રહ્યો છે. મારી તમને વિનંતી છે કે તમામ નાગરિકો આ દેશવ્યાપી અભિયાનનો ભાગ બને અને કોરોના વિરુદ્ધની લડતને સફળ બનાવે. આપણો સંયમ અને સંકલ્પ આ મહામારીને પરાસ્ત કરીને જ રહેશે. 

— Salman Khan (@BeingSalmanKhan) March 21, 2020

સલમાન ખાને પણ કરી લોકોને ઘરે રહેવાની અપીલ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાને પણ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. 

— ANI (@ANI) March 21, 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશભરમાં જનતા કર્ફ્યૂની તૈયારી છે. લોકોને અપીલ કરાઈ છે કે સવારે 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધીઘરની બહાર ન નીકળે. કોરોના વાયરસ ન વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે. દેશના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે લોકો પોતે જ પોતાના પર કર્ફ્યૂ લગાવશે અને તેનું પાલન કરશે.

— ANI (@ANI) March 21, 2020

દેશની રાજધાની દિલ્હીમાં પણ ગઈ કાલથી જનતા કર્ફ્યૂની તૈયારી કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news