Aishwarya Rai Bachchan: ઓસ્કર પહોંચ્યો ઐશ્વર્યા રાયનો 16 વર્ષ જુનો લહેંગો, કારણ જાણી આશ્ચર્યચકિત થઈ જશો
Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન અને જોધા અકબર ફિલ્મ વર્ષો પછી ચર્ચામાં આવી છે. વર્ષ 2008 માં આ ફિલ્મમાં પહેરેલો લહેંગો 16 વર્ષ પછી ઓસ્કરમાં પહોંચ્યો છે.
Trending Photos
Aishwarya Rai Bachchan: મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર અને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાનુ નામ રોશન કરનાર ઐશ્વર્યા રાય બચ્ચન તેની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતી છે. 27 વર્ષ પહેલા અભિનયની દુનિયામાં ઐશ્વર્યાએ શરુઆત કરી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને તેની કારર્કિદી દરમિયાન ઘણી આઈકોનિક ફિલ્મોમાં કામ કર્યું છે. આવી જ એક ફિલ્મ છે જોધા અકબર. આ ફિલ્મમાં ઐશ્વર્યા હૃતિક રોશન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી.
ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મના ગીત આજે પણ લોકપ્રિય છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયએ લાખોની જ્વેલરી અને સુંદર કપડા પહેર્યા હતા. ફિલ્મને 16 વર્ષ થઈ ચુક્યા છે અને હવે આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયે પહેરેલો લહેંગો ઓસ્કર પહોંચ્યો છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાયે તેના લગ્નના સીન દરમિયાન સુંદર લહેંગો પહેર્યો હતો. આ લહેંગો ડિઝાઈનર નીતા લુલ્લાએ ડિઝાઈન કર્યો હતો. આ લહેંગો 16 વર્ષ પછી પણ માસ્ટર પીસ છે અને હવે તેને આખી દુનિયા જોશે.
ઓસ્કર મ્યૂઝિયમમાં થનાર પ્રદર્શનમાં તેને ડિસ્પ્લેમાં મુકવામાં આવશે. આ લહેંગાની ખાસિયત છે તેનું બારીક ઝરદોસી કામ. જે પારંપરિક કલા દર્શાવે છે. ઐશ્વર્યા રાયે આ લહેંગા સાથે સુંદર હાર પહેર્યો હતો જેના પર મોર બનેલો છે અને કુંદનનું કામ કરેલું છે. જે શાનદાર છે.
એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં લહેંગો એક ડમી પર દેખાડવામાં આવ્યો છે. વીડિયોમાં જોધા અકબર ફિલ્મના કેટલાક સીન પણ છે. આ લહેંગો લોકોને આજે પણ પસંદ છે. એકેડમીએ આ માસ્ટર પીસને ક્વીન માટે પરફેક્ટ ગણાવ્યો છે. આ પીસ ફક્ટ આઉટફિટ નહીં પરંતુ ભારતની સમૃદ્ધ વિરાસતનું પ્રતીક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે