આ દેશોની સરકાર જનતા પાસેથી નથી લેતી 1 રૂપિયાનો પણ ટેક્સ! જલ્દી ચેક કરો ટેક્સ-ફ્રી દેશોની લિસ્ટ

Tax Free Countries: પૃથ્વીના ઘણા એવા ખૂણા છે જ્યાં ટેક્સ ભર્યા પછી લોકો પાસે ચાર આના પણ બચતા નથી. આ દુનિયામાં કેટલાક એવા 'અદ્ભુત' દેશ છે, જ્યાં સરકારો જનતા પાસેથી ટેક્સ વસૂલતી નથી. આવો અમે તમને તે દેશોના નામ અને આ મહત્વપૂર્ણ માહિતી જણાવીએ.

નથી ચૂકવવો પડતો ઈનકમ ટેક્સ!

1/5
image

વિશ્વમાં એવા ઘણા દેશો છે. જ્યાં ઈનકમ ટેક્સની કોઈ માથાકુટ નથી. તેનો અર્થ એ કે, તમે ગમે તેટલી કમાણી કરો, બધા બચાવો. આ વાત વિચારવામાં પણ કેટલી સારી લાગે છે. આવા દેશોમાં કાર્યરત કંપનીઓએ કોર્પોરેટ ટેક્સ પણ ચૂકવવો પડતો નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો જનતા પોતાની કમાણી પર ટેક્સ નહીં ભરે તો દેશનું કામ એટલે કે ખર્ચ કેવી રીતે ચાલશે? અમે તમને આ પ્રશ્નનો જવાબ પણ આગળ આપીશું.

ટેક્સ ફ્રી દેશો કેવી રીતે ચાલે કરે છે?

2/5
image

રિપોર્ટ અનુસાર આ દેશોમાં પૈસા કમાવવા માટે પર્યટનને ખૂબ જ સમર્થન આપવામાં આવે છે. આ દેશોમાંથી પ્રવાસીઓ જ્યારે ફરીને પાછા ફરે છે, ત્યારે તેમની પાસેથી રિટર્ન ટેક્સ પણ વસૂલવામાં આવે છે.

ટેક્સ ફ્રી દેશો

3/5
image

2024માં ટોપ ટેક્સ ફ્રી દેશો શોધો, જ્યાં તમે તમારી મહેનતથી કમાયેલી લગભગ સંપૂર્ણ આવક રાખી શકો છો અને આર્થિક રીતે તણાવમુક્ત જીવન જીવી શકો છો. સંયુક્ત આરબ અમીરાતથી લઈને વાનુઅતુ સુધી આવા ઘણા દેશો છે. આ દેશોના ડિપાર્ટમેન્ટ સેલ્ફ વર્કિંગ મોડેલમાં કામ કરે છે.

સહેલું નથી ટેક્સ ફ્રી થવું

4/5
image

ટેક્સ લાદવાનું કામ ઘણું જટિલ છે. સરકારો તેમની નાણાકીય જરૂરિયાતો અને સંસાધનોની જાળવણી અને આર્થિક વિચારધારા અનુસાર કરવેરા પ્રણાલીનો અમલ કરે છે.  ઉદાહરણ તરીકે વિપુલ પ્રમાણમાં તેલ ભંડાર ધરાવતા દેશો તેમના નાગરિકો પર ડાયરેક્ટ ટેક્સ લાદવાનું ટાળી શકે છે. તે દેશો તેમની અર્થવ્યવસ્થા જાળવવા માટે તેલ અને ગેસની નિકાસમાંથી થતી આવક પર નિર્ભર રહી શકે છે.

2024માં વિશ્વના ટોપના કરમુક્ત દેશોની યાદી

5/5
image

રિપોર્ટ અનુસાર આ દેશોમાં કમાણી પર કોઈ ટેક્સ લાગતો નથી. સંયુક્ત આરબ અમીરાત, બહામાસ, કતાર, વાનુઅતુ, બહેરીન, સોમાલિયા, બ્રુનેઈ અને બહરીન દેશનું નામ આ યાદીમાં છે.