ગુજરાતના ચાર મોટા શહેરોમાં લોકડાઉન, જોકે જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહેશે
આ સંજોગોમાં આગામી 25મી માર્ચ સુધી આ ચાર મહાનગરોમાં તબીબી સેવા, શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધા રહેશે.
Trending Photos
અમદાવાદ : ગુજરાત સરકારે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંજોગોમાં આગામી 25મી માર્ચ સુધી આ ચાર મહાનગરોમાં તબીબી સેવા, શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધા રહેશે. આ પરિસ્થિતિમાં વસ્તુઓ ખરીદવા લોકોએ પડાપડી કરવી નહીં તેવી પણ ગુજરાતે સરકારે અપીલ કરી હતી. કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે.
Gujarat Chief Minister's Office: In a high-level meeting today it was decided that Ahmedabad, Surat, Rajkot, and Vadodara be locked down till March 25. Shops selling daily necessities things like vegetables, dairy and medical items to remain open.
— ANI (@ANI) March 21, 2020
નવી વ્યવસ્થા પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વીજળી સેવા, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવા, બેન્ક, એ.ટી.એમ., બેન્કના ક્લિયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન ચાલુ રહેશે. ગુજરાત સરકારની કચેરીમાં, બોર્ડ નિગમોમાં, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરતા તમામ અધિકારીઓના માત્ર 50 ટકા અધિકારીઓ જ 29મી માર્ચ સુધી હાજર રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની માહામારી સામે લડવા સરકારે અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, રાજકોટમાં 250 બેડ, વડોદરા 250 બેડના આઇસોલેશન વોર્ડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના સારવાર માટે તાત્કાલિક સુવિધા ઊભી કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના પોઝિટિવ (corona virus) દર્દીઓના કેસનો આંકડો 14 પર પહોંચી ગયો છે. મળતી લેટેસ્ટ માહિતી પ્રમાણે કચ્છમાં પણ કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ મળ્યો છે. કોરોના વાયરસના કહેરથી ગુજરાતના 20 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જાહેરમાં 4થી વધુ લોકોને ભેગા ન થવા આદેશ કરાયા છે. જો ભેગા થયા તો કેસ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે