હવે J&K પોલીસના જાબાંઝોના જાનનું જોખમ, જાણો કેમ આવ્યા આતંકીઓના નિશાને

જમ્મૂ કાશ્મીર પોલીસમાં ભરતી માટે યુવાનોની ભીડ જોયા બાદ આતંકી સંગઠનો ચોંકી ઉશ્કેરાઇ ગયા છે. આ ઉશ્કેરાટમાં આતંકી સંગઠનો સતત જમ્મૂ કાશ્મીર મૂળના સુરક્ષાકર્મીઓને પોતાની આતંકી ઘટનાઓના શિકાર બનાવી રહ્યા છે. સોમવારે આતંકીઓએ સીઆરપીએફના કોન્સ્ટેબલ નાસિર અહમદ રાથરનું અપહરણ કરી હત્યા કરી હતી. આ આતંકી ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ હવે નવી ધમકી આપી રહ્યા છે. જેમાં આતંકીઓ પોલીસને નિશાન બનાવવાની વાત કહી રહ્યા છે. આતંકીઓની આ ધમકીને ગંભીરતાથી લેતાં જમ્મૂ કાશ્મીર પોલીસે સુરક્ષાને લઇને સઘન પગલાં હાથ ધર્યા છે. 
હવે J&K પોલીસના જાબાંઝોના જાનનું જોખમ, જાણો કેમ આવ્યા આતંકીઓના નિશાને

નવી દિલ્હી : જમ્મૂ કાશ્મીર પોલીસમાં ભરતી માટે યુવાનોની ભીડ જોયા બાદ આતંકી સંગઠનો ચોંકી ઉશ્કેરાઇ ગયા છે. આ ઉશ્કેરાટમાં આતંકી સંગઠનો સતત જમ્મૂ કાશ્મીર મૂળના સુરક્ષાકર્મીઓને પોતાની આતંકી ઘટનાઓના શિકાર બનાવી રહ્યા છે. સોમવારે આતંકીઓએ સીઆરપીએફના કોન્સ્ટેબલ નાસિર અહમદ રાથરનું અપહરણ કરી હત્યા કરી હતી. આ આતંકી ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ હવે નવી ધમકી આપી રહ્યા છે. જેમાં આતંકીઓ પોલીસને નિશાન બનાવવાની વાત કહી રહ્યા છે. આતંકીઓની આ ધમકીને ગંભીરતાથી લેતાં જમ્મૂ કાશ્મીર પોલીસે સુરક્ષાને લઇને સઘન પગલાં હાથ ધર્યા છે. 

સુરક્ષા બળ સાથે જોડાયેલા સુત્રોના અનુસાર, લશ્કર એ તૈયબાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ધમકી આપી છે. જેમાં જમ્મૂ કાશ્મીરના એ જવાનોને નિશાન બનાવવાની વાત કરી રહ્યા છે જે જાહેર માર્ગો પર હંગામો કરી રહેલા આતંકી મુદાસિરના પરિવારજનોને અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે. જનતાની સુરક્ષા માટે જમ્મૂ કાશ્મીર પોલીસના જવાનો દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી આતંકી સંગઠન લશ્કર એ તૈયબાને અકળાવનારી છે. જેનાથી અકળાઇ ગયેલા આતંકીઓએ સોશિયલ મીડિયા પર સંદેશ વહેતો કર્યો છે કે સુરક્ષાબળો દ્વારા ઠાર કરાયેલા મુદાસિરના પરિવારજનો સાથે ખરાબ વર્તન કરનાર પોલીસ કર્મીઓની ઓળખ કરી રહ્યા છે. 

કુપવાડા એન્કાઉન્ટરમાં ઠાર કરાયો
સુત્રોના અનુસાર 29 જૂને કુપવાડાના જંગલોમાં સીઆરપીએફ, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મૂ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે એક અજાણ્યા આતંકીને ઠાર કર્યો હતો. આતંકીના પરિવારજનોનો દાવો છે કે ઠાર કરાયેલ આ આતંકી મુદાસિર છે. આ દાવા સાથે તેઓ પોલીસ પાસેથી લાશની માંગણી કરી રહ્યા છે. ઠાર કરાયેલ આતંકીની ઓળખ સ્પષ્ટ કરવા માટે પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરી છે. આ દરમિયાન આતંકી સંગઠનોના ઇશારે આતંકવાગી મુદાસિરના પરિવારજનોએ રસ્તા પર હંગામો કરવાનો શરૂ કર્યો છે. જેને રોકવા માટે પ્રયાસ કરી રહેલા પોલીસ કર્મીઓએ આતંકી સંગઠન સીધી ધમકી આપી રહ્યું છે. 

એક મહિનામાં પાંચ કર્મીઓ નિશાન
ઉલ્લેખનિય છે કે, આતંકીઓએ છેલ્લા એક મહિનામાં અંદાજે પાંચ જેટલા સુરક્ષાકર્મીઓને પોતાના નિશાન બનાવ્યા છે. જેમાં સૌથી તાજી ઘટના સોમવારે સીઆરપીએફના કોન્સ્ટેબલ નાસિર અહમદ રાથરની દક્ષિણ કાશઅમીરના પુલવામાના નૈરા વિસ્તારમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ અગાઉ શનિવાર 28 જુલાઇ સવારે જમ્મૂ કાશ્મીર પોલીસના સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ને આતંકીઓને એમનું ગામમાંથી અપહરણ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news