કીકી ડાન્સ ચેલેન્જ લઈને ગુજરાત પોલીસનું ટ્વિટ, આ ચેલેન્જ બની શકે છે તમારા માટે જીવલેણ

આ કેમ્પેનમાં લોકોને ડાંસના ખતરનાક ડાંસ સ્ટેપ ન કરવા અને રસ્તા પર સાવધાની વર્તવા માટે કહેવામાં આવ્યું છે.

કીકી ડાન્સ ચેલેન્જ લઈને ગુજરાત પોલીસનું ટ્વિટ, આ ચેલેન્જ બની શકે છે તમારા માટે જીવલેણ

અમદાવાદ: કેનેડિયન રેપર ડ્રેકના ગીત 'કિકી ડૂ યૂવ લવ મી' ગીત હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. લોકો આ ગીત પર ડાંસ મૂવ્સ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. લોકોને ચોક્ક્સ આ ગીત પર ડાંસ મૂવ્સ કરવામાં આવી રહી હોય, પરંતુ પોલીસ માટે માથા દુખાવો બની ગયો છે. દેશના તમામ રાજ્યોની પોલીસ લોકોને સતર્ક કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહી છે. 

ઉત્તર પ્રદેશ, પંજાબ, મુંબઇ, દિલ્હી બાદ કેમ્પેનમાં ગુજરાત પોલીસ પણ સામેલ થઇ ગઇ છે. આ કેમ્પેનમાં લોકોને ડાંસના ખતરનાક ડાંસ સ્ટેપ ન કરવા અને રસ્તા પર સાવધાની વર્તવા માટે કહેવામાં આવ્યું છે. આજે બપોરે ગુજરાત પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે 'આવી ચેલેન્જ તમને હોસ્પિટલ અથવા જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. આ ચેલેંજ તમારા માટે જીવલેણ બની શકે છે. 

— Gujarat Police (@GujaratPolice) July 31, 2018

યૂપી પોલીસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું ગીત
આ પહેલાં યૂપી પોલીસે કિલી ચેલેંજને લઇને એક ગીત સોશિયલ મીડિયા પર લખ્યું હતું. યૂપી પોલીસે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, 'ડિયર પેરેંટ્સ, કિકી તમારા બાળકને પ્રેમ કરે કે નહી પરંતુ અમે જાણીએ છીએ કે તમે જરૂર કરો છો. એટલા માટે કૃપિયા કિકી ચેલેંજને છોડીને, જીવનના દરેક પડકારોમાં પોતાના બાળકોની સાથે ઉભા રહો.'

— UP POLICE (@Uppolice) July 30, 2018

શું છે કિકી ચેલેંજ તમને જણાવી દઇએ કે, એક એવી ચેલેંજ છે, જેના અંતગર્ત લોકો ચાલુ ગાડીમાંથી ઉતરીને ડાંસ કરે છે. એટલું જ નહી સ્ટેપ બાદ લોકોને ચાલુ ગાડીમાં જ ફરીથી બેસવાનું હોય છે. આ ચેલેંજનો નિયમ છે કે ડાંસ કરતાં પહેલાં અને પછી ગાડીની ગતિ 10 કિમી પ્રતિ કલાક રહેવું જરૂરી છે. આ ડાંસ કર્યા બાદ અત્યાર સુધી ઘણા લોકો ઘાયલ થયા છે અને વિદેશોમાં ઘણા લોકો મોતને ભેટ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news