JK: શોપિયામાં ઘર્ષણ દરમિયાન 1 આતંકવાદી ઠાર, 2-3 હજી છુપાયેલા હોવાની આશંકા

જમ્મુ કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં શુક્રવારે મોડીરાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો

JK: શોપિયામાં ઘર્ષણ દરમિયાન 1 આતંકવાદી ઠાર, 2-3 હજી છુપાયેલા હોવાની આશંકા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં શુક્રવારે મોડીરાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. જ્યારે આ વિસ્તારમાં બે -ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાનાં સમાચાર છે. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સેનાનું સર્ચ ઓફરેશન ચાલી રહ્યું છે. અગાઉ શુક્રવારે બપોરે બારામૂલા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે થયેલા ઘર્ષણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જ્યારે બે સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. 

પોલીસે જણાવ્યું કે, બેહરામપોરા ગામમાં બે આતંકવાદીઓનાં શબો મળી આવ્યા છે. સોપોર વિસ્તારમાં બેહરામપોરા ગામમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ ઘર્ષણ ચાલી રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી આતંકવાદીઓ વચ્ચે આંતરે દિવસે ઘર્ષણ થતું રહે છે. આજે પણ આતંકવાદીઓએ એક બેંકમાં લૂંટ ચલાવી હતી. આ લૂંટ ઉપરાંત તેણે સુરક્ષા જવાનની 12 બોરની રાઇફલ પણ છીનવીને ભાગી ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news