રાશિફળ 4 ઓગસ્ટ: આ રાશિના જાતકોનું ભાગ્ય આજે ખુબ બળવાન, આ ખાસ મંત્રોનો કરો જાપ

રાશિફળ 4 ઓગસ્ટ: આ રાશિના જાતકોનું ભાગ્ય આજે ખુબ બળવાન, આ ખાસ મંત્રોનો કરો જાપ

આજનું પંચાંગ

તારીખ

4 ઓગસ્ટ, 2018 શનિવાર

માસ

અષાઢ વદ સાતમ

નક્ષત્ર

અશ્વિની

યોગ

શૂલ

ચંદ્ર રાશી

મેષ

  1. રવિયોગ જે ગઈકાલે બપોરે 2.25 વાગ્યાથી પ્રારંભ થયો હતો તે આજે બપોરે 3.00 વાગે પૂર્ણ થશે.
  2. આજે શનિવાર છે કેટલાક અત્યંત પવિત્ર મંત્રો આજે આપને આપું છું—
  3. મનોકામના પૂર્તિ માટે- ઓમ હં હનુમતે નમઃ
  4. રોગમાંથી મુક્તિ મેળવવા માટે – ઓમ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા
  5. જાહેર જીવન સાથે સંકળાયેલા જાતકો માટે- ઓમ રીં હનુમતે નમઃ
  6. ઓમ રાં રામાય નમઃ આ મંત્રનો જાપ પણ કરવો.
  7. હનુમાનજીને ધૂપ-દીપ-તેલથી પૂજન કરવું. તેલ અને સિંદૂરથી અર્ચન કરવું અને આકડાના પુષ્પની માળા અર્પણ કરવી.

મેષ (અલઈ)

  • સવારનો સમય આરોગ્ય માટે પ્રતિકુળ છે
  • થોડા ચક્કર આવી શકે, માથુ ભારે લાગી શકે છે
  • પણ, 12 વાગ્યા પછી અનુકૂળતા વધશે
  • કન્સલ્ટીંગ સાથે સંકળાયેલા જાતકોને લાભ

વૃષભ (બવઉ)

  • મુસાફરીના યોગ રચાયા છે
  • આજે આપના હાથે દાન-ધર્માદો પણ થાય
  • થોડી શંકા-કુશંકા આજે મનમાં ઘેરાય
  • એકંદરે દિવસ શુભ છે

મિથુન (કછઘ)

  • ધન સ્થાન બળવાન છે
  • ધર્મ-ભક્તિના વિચારો વિચારો આવે
  • શિક્ષણ સાથે જોડાયેલા જાતકોને લાભ
  • પ્રારબ્ધનું બળ વધુ મજબૂત થયું છે

કર્ક (ડહ)

  • આવેશથી દૂર રહેવું
  • ઈલેક્ટ્રોનીકના વ્યવસાય સાથે સંકળાયેલાને લાભ
  • પરિસ્થિતિનું મૂલ્યાંકન આજે આપ ઉત્તમ કરી શકો
  • શત્રુઓ આજે આપની સામે ફાવે નહીં

સિંહ (મટ)

  • નેત્રપીડાથી સાચવવું
  • સ્ત્રી જાતકોએ ગાયનેક પ્રોબ્લેમથી સાચવવું
  • વિઘ્નો સાથેની સફળતા દેખાય છે
  • નવું કાર્ય પ્રારંભ કરવું હોય તો આપ કરી શકો છો

કન્યા (પઠણ)

  • કફજન્ય બિમારીથી સાચવવું
  • લાભ ગેરલાભમાં ન ફેરવાઈ જાય તે જોવું
  • આવકનો સ્રોત મજબૂત છે
  • મોજશોખમાં પ્રવૃત્ત થશો

તુલા (રત)

  • કાર્યમાં અચાનક પરિવર્તન આવી શકે છે
  • રાત્રીની ઉંઘમાં વિક્ષેપ પડી શકે છે
  • આપનું સંતાન જો શિશુ વયનું હોય તો તેનું આરોગ્ય જાળવવું
  • પરદેશથી લાભની તકો ઉજ્જવળ બની છે

વૃશ્ચિક (નય)

  • મેનેજમેન્ટ સાથે સંકળાયેલા જાતકોને લાભ
  • લેખકો અને ચિંતકો માટે સાનુકૂળતા
  • પિતા સાથે સંઘર્ષ ટાળવો
  • તકરાર હશે તો આપ સમાધાન વૃત્તિ અપનાવશો

ધન (ભધફઢ)

  • સાડાસાતીનો તબક્કો ચાલી રહ્યો છે
  • આજે ગુસ્સો ન કરતા
  • નકારાત્મકતા હાવી થઈ જશે
  • પરિવારમાં મનદુખ થઈ શકે છે

મકર (ખજ)

  • આજે પરિસ્થિતિ બપોર પછી સાનુકૂળ છે
  • ધનસ્થાન નિર્બળ બન્યું છે
  • ખર્ચમાં આપ કાબૂ રાખજો
  • માથુ ભારે લાગે. આરોગ્ય જાળવજો.

કુંભ (ગશષસ)

  • નોકરીમાં બદલીના યોગ છે
  • આપને નોકરી બદલવાની પણ ઇચ્છા થાય
  • પરદેશના યોગ પણ પ્રબળ બન્યા છે
  • વીલવારસાના પ્રશ્નો ઉકલી શકે

મીન (દચઝથ)

  • ભાગ્ય સ્થાન પ્રબળ બન્યું છે
  • તમારા કુળમાં તમને યશ મળે
  • તમારી બુદ્ધિ શક્તિ પ્રબળ બની છે
  • સંધ્યા સમય આપના માટે વિશેષ લાભપ્રદ

અમિત ત્રિવેદી 

જીવનસંદેશ – માતા-પિતા અને બાળકો વચ્ચેનો મધુર સંબંધ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news